તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સેસરીઝ:માનુનીની સુંદરતામાં ચાર ચાંદ લગાવતી જ્વેલરી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓફિસમાં ક્લાસી અને આરામદાયક લુક મેળવવા માટે જ્વેલરીની પસંદગી બહુ સમજી વિચારીને કરવી જોઇએ

દરેક યુવતીને સુંદર દેખાવાની ઇચ્છા હોય છે અને યોગ્ય જ્વેલરીની પસંદગી સુંદરતાને નિખારે છે. જોકે આ જ્વેલરીની પસંદગી પ્રસંગ અને જગ્યાને ધ્યાનમાં રાખવી જોઇએ. જો ઓફિસ જતી વખતે યોગ્ય ડિઝાઇનની જ્વેલરીની પસંદગી ન કરવામાં આવે તો આખો લુક બગડી જાય છે. ઓફિસમાં ક્લાસી લુક મેળવવા માટે જ્વેલરીની પસંદગી બહુ સમજી વિચારીને કરવી જોઇએ. } કામ પ્રમાણે જ્વેલરીની પસંદગી : ઓફિસ જતી વખતે પહેરવાની જ્વેલરી પસંદગી વખતે તમારું કામ શું છે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. જો તમે ગ્લેમર જગત સાથે જોડાયેલા હો તો થોડી હેવી જ્વેલરી પહેરી શકો છો. જો તમારું કામ ફ્રન્ટ ઓફિસનું હોય તો થોડી હળવી જ્વેલરીની પસંદગી કરવી જોઇએ. બેક ઓફિસમાં કામ કરતી યુવતી ડાયમંડની નાજુક જ્વેલરી પસંદ કરી શકે છે. સિંગલ પેન્ડન્ટ, નાજુક રિંગ, મોતીનાં ઇયરિંગ કે ટોપ્સ પહેરી શકે છે. આ સિવાય હાથમાં હળવા ડિઝાઇનર પાટલા, બ્રેસલેટ કે પછી ડિઝાઇનર વોચ પહેરી શકો છો. } નાના ઇયરિંગ : ઓફિસમાં પહેરવા માટે એવા ઇયરિંગ પસંદ કરો જે નાનકડાં અને આકર્ષક હોય. બ્લેક મેટલ, મોતી કે અમેરિકન ડાયમંડમાંથી બનેલા ઇયરિંગ નાજુક અને ગ્લેમરસ લુક આપે છે. હૂપ્સ પહેરવાથી ઓફિસ માટે આકર્ષક લુક મળે છે પણ એ ધ્યાન રાખો કે આ હૂપ્સની સાઇઝ બહુ વધારે ન હોય. } ઓફિસ પાર્ટી માટે ફ્લોરલ જ્વેલરી : ઓફિસમાં ઘણા પ્રસંગોએ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. પાર્ટીમાં ગ્લેમરસ લુક માટે ફ્લોરલ જ્વેલરી સારામાં સારો વિકલ્પ સાબિત થાય છે. આ સિવાય તમે કોકટેલ જ્વેલરી પહેરી શકો છો અથવા તો વ્હાઇટ ગોલ્ડમાં કંઇક ટ્રાય કરી શકો છો. } ક્લાસી લુક આપતી વીંટી : જો તમને હાથમાં વીંટી પહેરવાનો શોખ હોય તો તમે ઓફિસ જતી વખતે પણ હાથમાં વીંટી પહેરી શકો છો. જોકે વીંટી પહેરતી વખતે એ વાતનું ધ્યાન રાખો એ બહુ મોટી અને ચમકદાર ન હોય. ઓફિસમાં તમે ડાયમંડ કે સ્ટોનમાંથી બનેલી વીંટી અથવા તો સ્ટેટમેન્ટ રિંગ પણ પહેરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...