એક્સેસરીઝ:પ્રસંગ પ્રમાણે પહેરેલી જ્વેલરી સુંદરતાને લગાવી દેશે ચાર ચાંદ

2 મહિનો પહેલાલેખક: આસ્થા અંતાણી
  • કૉપી લિંક

નવરાત્રિ પછી હવે માનુનીઓએ આગામી તહેવારોમાં આકર્ષક લુક મેળવવા માટે સારી રીતે તૈયાર થવાનું પ્લાનિંગ શરૂ કરી દીધું છે. તહેવારોના દિવસો એટલે પરિવાર સાથે સમય પસાર કરવાના દિવસો. આ દિવસો દરમિયાન આખો પરિવાર સાથે હોવાના કારણે અનેક નાના-મોટા પ્રસંગોમાં ભાગ લેવાની તક મળતી હોય છે. આ સંજોગોમાં જ્વેલરી પહેરતી વખતે એ ક્યા પ્રસંગ માટે પહેરવામાં આવી રહી છે એનું ધ્યાન રાખવામાં આવે તો સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. Â પારિવારિક પ્રસંગ લગ્ન જેવા પ્રસંગે કે પછી ખાસ પારિવારિક પ્રસંગમાં હેવી અને સ્ટાઇલિશ જ્વેલરી સારી લાગતી હોય છે. લગ્ન જેવા પ્રસંગે દુલ્હન અને દુલ્હનના પરિવારજનો પણ બધાથી અલગ દેખાવા ઇચ્છતા હોય છે. જોકે આવા પ્રસંગમાં પહેરવા માટેની જ્વેલરીની પસંદગી કરતી વખતે ધ્યાન રાખો કે આ જ્વેલરી દુલ્હન જેટલી હેવી ન હોય. દુલ્હન કરતાં વધારે ભારે જ્વેલરી પહેરવાને બદલે સ્પેશિયલ ડિઝાઇન પસંદ કરો.

 ફોર્મલ ગેટ ટુગેધર ગેટ ટુગેધર જેવા ફોર્મલ પ્રસંગે પહેરવા માટેની જ્વેલરી સિલેક્ટ કરતા પહેલાં આઉટફિટને ખાસ ધ્યાનમાં રાખો. જો તમે સિંગલ કલરનું આઉટફિટ પહેરી રહ્યા હો તો એની સાથે કોન્ટ્રાસ્ટ કલરની જ્વેલરી સારી લાગે છે. જો તમે પ્લેન બ્લુ કલરનું આઉટફિટ પહેરી રહ્યા હો તો એની સાથે રેડ કલરની જ્વેલરી પહેરો. આનાથી આઉટફિટ તેમજ જ્વેલરી બંને સુંદર લાગશે.  ડિનર પ્લાનિંગ જો તમે ફોર્મલ ડિનર માટે જઇ રહ્યા હો તો સરળ ડિઝાઇનવાળા ડ્રોપ ઇયરિંગ સુંદરતામાં વધારો કરે છે. જો તમે બન જેવી હેર સ્ટાઇલ બનાવી હોય તો ડ્રોપ ઇયરિંગ પહેરવાથી ગરદન લાંબી અને ચહેરો સ્લિમ લાગશે. આ પહેર્યા પછી પરફેક્ટ લુક માટે મેચિંગ નેકપીસ અને બ્રેસલેટ પહેરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...