પહેલું સુખ તે...:એક્સરસાઇઝ શરૂ કરવા માટે ક્યારેય મોડું નથી હોતું... 50+ માટે ખાસ ટિપ્સ

એક મહિનો પહેલાલેખક: સપના વ્યાસ
  • કૉપી લિંક

તમે ભલે ક્યારેય નિયમિત રીતે એક્સરસાઇઝ ન કરી હોય અને હવે વય વધી ગઇ હોય તો પણ તમારા શરીરની મસલ માસ બિલ્ડ કરવાની ક્ષમતા તો સમાન જ રહે છે. જોકે મોટી વયે એક્સરસાઇઝની શરૂઆત કરવી હોય તો એ થોડી ધીમી હોવી જોઇએ જેથી ઇજા ન પહોંચે. રોજ થોડી એક્સરસાઇઝ કરવાથી પણ ફિટનેસને સારો એવો ફાયદો થાય છે. Â વધતી વયે ફિટનેસ શરીરની સંપૂર્ણ ફિટનેસ માટે સારી હેલ્થ અને એક્સરસાઇઝ માટે લોન્ગ ટર્મ કમિટમેન્ટ હોય તો ચોક્કસપણે ફાયદો થાય છે, પણ મોડી શરૂઆત કરવાથી પણ મોટી વયે નબળા પડતા સ્નાયુઓની સમસ્યામાં અને બીજી શારીરિક તકલીફોમાં રાહત મળે છે. કોઇ પણ વયે પૂરતી વૈવિધ્યપૂર્ણ એક્સરસાઇઝ નિયમિત રીતે કરવાથી મસલ્સની માત્ર જાળવણી જ નથી પણ નવા મસલ્સ બિલ્ડ પણ થાય છે. Â કઇ રીતે કરવું વર્કઆઉટ પ્લાનિંગ? શરીર દરેક વયે ફિઝિકલ સ્ટ્રેસનો સામનો કરીને પ્રતિભાવ આપે છે. જ્યારે શરીરને એક્સરસાઇઝ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે ત્યારે એ સરળતાથી મોડરેટ સ્ટ્રેસનો સામનો કરી શકે છે. શરીરના સ્નાયુઓમાં રહેલાં એક્ટિન અને માયોસિન નામનાં બે મુખ્ય પ્રોટીન મસલ્સના સંકોચન માટે જવાબદાર છે. જ્યારે વ્યક્તિ વર્કઆઉટ કરે છે ત્યારે એનું પ્રમાણ વધે છે અને મસલ્સ મજબૂત બને છે તેમજ વધારે મસલ્સ બિલ્ડ થાય છે. તમે જે ક્ષણે સ્નાયુઓને કોઇ પડકારજનક અને અજાણ્યું ટાસ્ક સોંપો છો ત્યારે મસલ્સ બિલ્ડિંગની પ્રોસેસ શરૂ થઇ જાય છે. આ ટાસ્કમાં ડંબેલની મદદથી થતી એક્સરસાઇઝ, પુશ-અપ પરફોર્મન્સ અથવા તો ટ્રેડમિલ પર સ્પ્રિન્ટિંગ જેવા વર્કઆઉટનો સમાવેશ થાય છે. એક્સરસાઇઝ સ્ટ્રેસથી મસલ સેલ્સ અથવા તો ફાઇબરને નુકસાન પહોંચે છે. શરીર એને રિપેર કરે છે ત્યારે એનું કદ મસલ્સ બિલ્ડિંગ પહેલાંના કદ કરતા વધારે થઇ જાય છે. ટૂંકમાં જ્યાં સુધી રેસિસ્ટન્સ અથવા તો એક્સરસાઇઝ ચેલેન્જિંગ હોય ત્યાં સુધી એક્સરસાઇઝના એક્સપિરિયન્સ લેવલનું ખાસ મહત્ત્વ નથી હોતું. જો મસલને પડકાર આપવામાં આવે તો એ બદલાય છે. નવા વર્કઆઉટ રૂટિનની શરૂઆતમાં જોવા મળતા મોટાભાગના સ્ટ્રેન્થ ગેઇનનું મુખ્ય કારણ મસલ પ્રોટીન સિન્થેસિસ કે હાઇપરટ્રોફી નથી પણ શરીરના ચેતાતંત્રની કાર્યપદ્ધતિ છે. હકીકતમાં નવા વર્કઆઉટ રૂટિનની શરૂઆતમાં શરીરનું ચેતાતંત્ર ક્યારે અને કઇ રીતે મસલ સેલનું મેનેજમેન્ટ કરવું એ શીખી જાય છે અને એના કારણે સ્ટ્રેન્થ ગેઇન જોવા મળે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો જ્યારે તમે પહેલીવાર બેન્ચ પ્રેસ કરો છો ત્યારે તમારા હાથ સંપૂર્ણપણે સિન્કમાં નથી હોતા અને વેઇટ ઉપાડવામાં થોડું અસંતુલન અનુભવાય છે. જોકે તમે આ એક્સરસાઇઝનો બીજો કે ત્રીજો સેટ કરો છો ત્યારે પ્રેક્ટિસ કરવાનું થોડું સરળ બની જાય છે. આવો અનુભવ થવાનું કારણ ચેતાતંત્રની સક્રિયતા છે. Â એક્સરસાઇઝ રેજિમની શરૂઆત જો નવોદિત નિયમિત રીતે વર્કઆઉટ કરવાની શરૂઆત કરવા ઇચ્છતા હોય તો ક્યાંથી શરૂઆત કરવી જોઇએ? તમારો સ્ટાર્ટિંગ પોઇન્ટ શું છે એ શોધો અને ધીમે-ધીમે નિયમબદ્ધ રીતે આગળની દિશામાં વિકાસ કરો. ધીમે ધીમે સ્ટ્રેસમાં વધારો કરો. સામાન્ય રીતે વર્કઆઉટની શરૂઆત કરનાર વ્યક્તિને કઇ રીતે સારી રીતે શરૂઆત કરવી એનો ખ્યાલ નથી હોતો અથવા તો તેઓ વધારે પડતા પ્રયાસ કરવા લાગે છે. આ કારણે જ એક્સરસાઇઝની શરૂઆત કરતી વખતે ડોક્ટરની સલાહ લેવી જોઇએ, ટ્રેનરની મદદ લેવી જોઇએ અથવા તો બંનેની મદદ લેવાનો વિકલ્પ પણ સારો છે. તમને ખબર છે કે એક્સરસાઇઝ કરવાથી તમને ફાયદો થઇ શકે છે પણ સાથે સાથે ઇજા થ‌વાનો ડર પણ રહે છે. જો તમને વધતી વય સાથે સંકળાયેલી બ્લડ પ્રેશર, બેક પેઇન અથવા તો જોઇન્ટ રિપ્લેસમેન્ટ જેવી શારીરિક સમસ્યા હોય તો એક્સરસાઇઝના કારણે ઇજા પહોંચવાની શક્યતામાં પણ વધારો થઇ જાય છે. આમ, કોઇ પણ વયે નિયમિત રીતે વર્કઆઉટ કરવાની શરૂઆત કરી શકાય છે અને ફિઝિકલ એક્ટિવિટીથી થતા ફાયદાનો લાભ ઉઠાવી શકાય છે. એક્સરસાઇઝ રેજિમમાં વ્યક્તિગત જરૂરિયાત પ્રમાણે પરિવર્તન કરી શકાય છે. એક્સરસાઇઝથી થતા શારીરિક ફાયદાની સાથે માનસિક ફાયદાનો પણ લાભ થવો જોઇએ અને વધારે વયની વ્યક્તિઓ માટે તો એ બહુ જરૂરી છે. Â સરળ રાખો ઘણા લોકો એવું સમજતા હોય છે કે તેમને એક્સરસાઇઝ કઇ રીતે કરી શકાય એ ખબર નથી અને એ કરવા માટેનો તેમની પાસે સમય પણ નથી એટલે તેમણે કંઇ જ કરવાની જરૂર નથી. તેમણે જિમમાં એક કલાક ગાળવાની, એક્સરસાઇઝ કરવાની કે પછી ફિટનેસ ટ્રેકર ખરીદવાની જરૂર નથી. જોકે એવું નથી. હકીકતમાં એક્સરસાઇઝની આદત પાડવા માટે સૌથી મહત્ત્વનો મુદ્દો સાતત્ય છે. એક વખત તમે તમારા દૈનિક જીવનમાં ફિટનેસ રૂટિનનો સમાવેશ કરી દેશો તો આપોઆપ એના સમયગાળા અને ઇન્ટેન્સિટી સાથે એડજેસ્ટ કરી લેશો. Â ધીમી શરૂઆત છે માસ્ટર-કી તમારે જિમ જઇને કલાકો સુધી એક્સરસાઇઝ સેશનમાં હાજરી આપવાની જરૂર નથી, નિયમિત રીતે મિનિટો સુધી એક્સરસાઇઝ કરવાથી પણ ફાયદો થઇ શકે છે. એક્સરસાઇઝની શરૂઆત કરવા માટે ક્યારેય મોડું નથી થતું. આનાથી ક્યારેક વર્ષોથી અનુભવાઇ રહેલું ક્રોનિક પેઇન ઓછું થઇ શકે છે અથવા તો ક્યારેક સાવ દૂર થઇ શકે છે. જો બધા મુદ્દાઓનું ધ્યાન રાખીને સાચી રીતે એક્સરસાઇઝ કરવામાં આવે તો એ ઔષધ જેટલી કારગર સાબિત થઇ શકે છે. hello@coachsapna.com

અન્ય સમાચારો પણ છે...