મૂડ એન્ડ માઇન્ડ:બ્રેકઅપ બાદ બ્રેક લેવો જરૂરી છે

ડો. સ્પંદન ઠાકરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવ્યાનાં બ્રેકઅપને 3 મહિના થઇ ગયાં હતાં. હમણાં જ એક નવા ફ્રેન્ડ જોડે ચેટ કરતાં બંને વચ્ચે વાતચીત વધતી ગઇ. મળવાનું ચાલુ થયુ અને બંને વધારે ક્લોઝ આવતાં ગયાં. શરૂઆતમાં જ દિવ્યા અને પ્રિત વચ્ચે થોડા ઝગડા થવા લાગ્યા. નાની-નાની વાતે દિવ્યા અકળાઇ જાય અને વધારે પડતું રિએક્શન આપી દે તેવું થઇ જાય. ઘણીવાર વધારે પડતી પઝેસિવનેસ પણ બતાવી દે તો ક્યારેક વાત સીધી બ્રેકઅપ સુધી પહોંચી જાય. કોઇક કારણસર દિવ્યા રિલેશનમાં કમ્ફર્ટ ફિલ નહોતી કરી રહીત. આ પ્રકારની રિલેશનશીપને રિબાઉન્ડ રિલેશનશીપ કહી શકાય. દિવ્યાને બ્રેકઅપ બાદ થોડા સમયની જરૂર હતી. આગલી રિલેશનશીપનાં બ્રેકઅપ બાદ તે પૂરેપૂરી બહાર આવી શકી નહોતી. નવી રિલેશનશીપમાં થોડી વહેલી જવાના લીધે તે કમિટમેન્ટ માટે ડરી રહી હતી. ઉપરથી આગલી રિલેશનશીપનો ટ્રોમા આ રિલેશનશીપમાં એડ થઇ રહ્યો હતો જેના લીધે ઘણીવાર એક્સ બોયફ્રેન્ડ સાથે થયેલી ઘટનાઓનું ક્યાંક પુનરાવર્તન આ રિલેશનશીપમાં ટકરાઇ રહ્યું હતું. ઘણીવાર આ પ્રકારની પ્રથમ બોયફ્રેન્ડ સાથેની સરખામણી ખૂબ જ પેઇનફુલ થઇ જતી હતી. એક બોયફ્રેન્ડ સાથેની રીલેશનશિપમાં બીજો બોયફ્રેન્ડ હોય એવી ફીલિંગ દિવ્યાને આવી રહી હતી. બ્રેકઅપ વખતે ક્યાંક ને ક્યાંક દિવ્યાને લાગતું હતું કે તેનો પણ વાંક હશે પરંતુ આ વખતે ઇમોશનલ આઉટબર્સ્ટના લીધે જે પરિસ્થિતિ પેદા થતી હતી તેના લીધે તેને ખાતરી થઇ ગઇ કે તેના પોતાનાં જ નેચરમાં ભૂલ છે. બેક ટૂ બેક બે વાર બ્રેકઅપ થાય તો દિવ્યા પોતે જ બ્રેકડાઉન થઇ જાય. તેની સ્થિતિમાં પોતે જ પોતાને ગિલ્ટી માનવા લાગે અને ડિપ્રેશન તરફ ધકેલાઇ શકે. બ્રેકઅપ ઘણીબધી વસ્તુ શીખવાડી જાય છે. તે એક લર્નિંગ પ્રોસેસનો ભાગ છે. એકલા રહેવું પડશે તેવો ડર ઘણીવાર નવા પાર્ટનરને બહુ જલ્દી શોધી કાઢે છે પરંતુ જ્યારે એક રિલેશનમાંથી સંપૂર્ણપણે બહાર ન આવ્યા હો તો નેકસ્ટ રિલેશનશીપમાં જવું હિતાવહ છે કે નહીં તે વિચારવું ખૂબ જરૂરી બની જાય છે. જો તમારી પાસે તરત બીજી રિલેશનશીપમાં જવાનું કોઇ નક્કર કારણ ન હોય તો નિર્ણય લેવો માટે જાતને થોડો સમય આપવો જોઇએ. મૂડમંત્ર : જે હાથ પર ઉપર મલમ લગાડ્યો હોય એને હીલિંગ માટે સમય આપવો જોઇએ. વારંવાર તે હાથનો ઉપયોગ કરવામાં આવે તો હીલિંગ થઇ શકે નહીં.

અન્ય સમાચારો પણ છે...