પેરેન્ટિંગ:બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવી જરૂરી

મમતા મહેતા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાળકો સ્વસ્થ રહે અને વારંવાર માંદા ન પડે એ બાળકોના ખોરાકમાં પણ એવી વસ્તુઓ સામેલ કરવાની જરૂર છે, જે તેમને આંતરિક ઉષ્મા આપે. આ બધી વસ્તુઓ ઘરના રસોડામાં જ મળી રહે છે. તે સ્વાસ્થ્યની સાથોસાથ સ્વાદમાં પણ વધારો કરે છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નિયમિત સમતોલ આહાર લેવો જરૂરી છે. આહારમાં વધારે પ્રમાણમાં પોષ્ટિક ફળ, શાકભાજી અને પ્રોટીનયુક્ત વસ્તુનો સમાવેશ કરવો જોઈએ. મોટાભાગના પેરેન્ટ્સને બાળકોના સ્વાસ્થ્યને લગતી સમસ્યા સતાવતી હોય છે. હકીકતમાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે તેઓ વારંવાર બીમાર પડતા હોય છે જેના કારણે માતા-પિતાની ચિંતા વધી જાય છે. Â ખાંડની જગ્યાએ મધ બાળકોની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે મધ ખૂબ જ ઉપયોગી છે. શરદી-ઉધરસ માટે એક ચમચી મધ લેવાની સલાહ અપાય છે. શિયાળામાં મધનું સેવન કરવાથી બાળકની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરદીથી રક્ષણ મળે છે. મધ કુદરતી ગળપણ ધરાવે છે, જેનો ઉપયોગ ખાંડના સ્થાને પણ કરી શકાય છે. આમાં વિવિધ ફૂલોનો રસ હોવાથી તે આહારને સંતુલિત બનાવવામાં મદદ કરે છે. Â લીલાં મરચાં ફાયદાકારક બાળકને પિત્ત અને કફની સમસ્યા રહેતી હોય તો એના આહારમાં વધારે નહીં, તો થોડા પ્રમાણમાં લીલાં મરચાં ખાવાની ટેવ પાડો. લીલાં મરચાંની તીખાશ શરીરનું તાપમાન વધારવામાં મદદ કરે છે. તેથી શિયાળામાં શરીરની ગરમી જાળવી રાખવા માટે રોજ એકાદ-બે લીલાં મરચાં બાળકના આહારમાં અવશ્ય નાખો. એથી પિત્ત અને કફ નહીં થાય. Â ફળો જાળવે હેલ્થ દાડમ પણ બાળક માટે ખૂબ ગુણકારી છે. દાડમમાં એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન સી અને પોલીફેનોલ હોય છે. એનાથી લોહી શુદ્ધ થાય છે. શિયાળામાં બાળકો શરદી અને તાવને લીધે પરેશાન થાય છે, ત્યારે દાડમ ખવડાવવાથી તેમને તાવ-શરદીથી દૂર રાખી શકો છે. જોકે દાડમ દિવસના સમયે ખવડાવવું વધારે સારું રહે છે. ભૂલકાંઓનાં હાડકાં માટે જામફળ ખૂબ લાભકારી છે. જામફળમાં પણ વિટામિન સી વધારે પ્રમાણમાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ હોવાથી હાડકાં મજબૂત બને છે. જામફળ હૃદય માટે સારું છે. Â પાણીનું યોગ્ય પ્રમાણ બાળકે આખા દિવસમાં ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવું જોઇએ, યોગ્ય પ્રમાણમાં પાણી પીવાથી શરીરને શક્તિ મળે છે અને પાચન સારું થાય છે. પાણી શરીરના અનાવશ્યક પદાર્થને શરીરની બહાર કાઢે છે. આ સિવાય લીંબુનું શરબત, છાશ, સૂપ, ફળોના રસ, નાળિયેરપાણીના પૂરતા ઉપયોગથી બાળક થાકશે નહીં. દિવસભર સારી રીતે કાર્ય કરી શકશે. પેશાબમાં ઇન્ફેકશન, કબજિયાત, ચામડી શુષ્ક થવી જેવા રોગ અપૂરતા પ્રવાહીને કારણે થાય છે Â રમવા માટે ફાળવો સમય જે બાળકો અઠવાડિયામાં પાંચ દિવસ નિયમિત 30થી 40 મિનિટ સુધી કોઈ પણ પ્રકારનો વ્યાયામ કરે છે તે બીજા બાળકોની તુલનામાં 50 થી 60% ઓછા બીમાર પડે છે. નિયમિત વ્યાયામ તથા રમત રમવાથી વજન પણ નિયંત્રિત થાય છે અને રોગ સામે પ્રતિકારક શક્તિ પણ વધે છે. ટેકનોલોજીના વધી રહેલા ચલણને કારણે મોટાભાગના બાળકોનો સમય ટીવી જોવામાં કે પછી ‌‌વીડિયો જોવામાં પસાર થતો હોય છે જે બિલકુલ યોગ્ય નથી. આના કારણે બાળકો શારીરિક રીતે નિષ્ક્રિય બની જાય છે અને તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી થતી જાય છે.