જોબન છલકે:ઇશિતાનો અનોખો બદલો

મોસમ મલકાણીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇશિતા,તું બહુ સુંદર છે અને તારી સુંદરતા પર હું કંઇ પણ ન્યોછાવર કરી શકું છું...’ પ્રેમી રાજનના મોંએથી પોતાની આટલા વખાણ સાંભળીને ઇશિતા લજામણીના છોડની જેમ શરમાઇ ગઇ અને તેણે રાજનની છાતીમાં પોતાનું મોં સમાવી દીધું. રાજન પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી ઇશિતાનાં માથામાં હાથ ફેરવ્યો અને વાયદો કર્યો કે, ‘ઇશિતા, હું બહુ જલ્દી તારી સાથે લગ્ન કરી લઇશ અને આપણાં બાળકો હશે...’ રાજનની વાતોથી ઇશિતા મદહોશ થઇ ગઇ અને એને અહેસાસ જ ન થયો કે ક્યારે રાજનના હાથ તેના નાજુક અંગ સુધી પહોંચી ગયાં અને ગણતરીની મિનિટોમાં તેની જ મરજીથી તેનું મહામૂલું કૌમાર્ય નંદવાઇ ગયું. આ ઘટના પછી ઇશિતા અને રાજનની મુલાકાતનું પ્રમાણ વધવા લાગ્યું અને જેનો અંત કોઇ સસ્તી હોટેલના રૂમમાં આવતો. રાજને તો ઇશિતા સાથે લગ્નનો વાયદો કરીને તેની સાથે શારીરિક નિકટતા કેળવી લીધી હતી. હકીકતમાં રાજન વડોદરા પાસેના એક નાના ગામનો વતની હતો અને તેના પરિવારમાં માતા-પિતા અને નાનો ભાઇ આકાશ હતા. તેના પિતા સરકારી નોકરીમાંથી રિટાયર્ડ થઇ ગયા અને નાનું-મોટું ખેતીકામ સંભાળતા હતા જ્યારે નાનો ભાઇ પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહ્યો હતો. રાજન પરિવારથી દૂર વડોદરાની એક કંપનીમાં હેડ કેશિયરની નોકરી કરતો હતો. તે વડોદરામાં રૂમ રાખીને રહેતો હતો જ્યારે તેની પત્ની પરિવાર સાથે ગામમાં રહેતી હતી. રાજને જોકે બધી જગ્યાએ તે પરિણીત છે એ વાત છૂપાવીને રાખી હતી જેથી તે નવી નવી યુવતીઓને પોતાની જાળમાં ફસાવી શકે છે. આવી રીતે જ તેની પ્રેમજાળમાં ઇશિતા ફસાઇ ગઇ હતી. ઇશિતા રાજનની કંપનીમાં ક્લાર્ક તરીકે કામ કરતી હતી અને બહુ ઓછા સમયમાં રાજને પોતાની મીઠી મીઠી વાતોથી તેને ઇમ્પ્રેસ કરી દીધી હતી. રાજને ઇશિતાને ખોટો વાયદો કરતા જણાવ્યું હતું તે કુંવારો છે અને તે માત્ર તેની સાથે જ લગ્ન કરશે. આમ ને આમ સમય પસાર થતો ગયો. ધીરે ધીરે ઇશિતા રોજ રોજના વાયદાથી કંટાળી ગઇ અને તે રાજન પર પોતાની સાથે લગ્ન કરવાનું અને તેના પરિવારજનો સાથે મુલાકાત કરવાનું દબાણ કરવા લાગી. રવિવારે આખો દિવસ ઇશાની કાયાના કામણ સાથે રંગરાગ માણ્યા પછી જ્યારે ઇશિતાએ તેને જણાવ્યું કે તે પ્રેગ્નન્ટ છે અને હવે કોઇ પણ હિસાબે થોડા સમયમાં તેમણે લગ્ન કરવા જ પડશે ત્યારે રાજનના હોશ ઉડી ગયા. એ સમય તો તેણે યેનકેન પ્રકારે વાત પર પૂર્ણવિરામ મૂકતા કહ્યું કે કાલે જ હું મારા પરિવાર સાથે આ વિશે વાત કરીશ. આમ ખોટો વાયદો કરી રાજન ફરીથી ઇશિતાના નાજુક અંગો સાથે તેની મેલી રમત રમવા લાગ્યો અને આખરે ગાઢ ચુંબન કરીને તેને વિદાય આપી. રાજને અત્યાર સુધી લગ્નનો વાયદો કરીને ઇશિતા સાથે બહુ મોજ માણી હતી પણ હવે લગ્નના નામથી તે ગભરાવા લાગ્યો કારણ કે તે તો પહેલાંથી પરિણીત હતો. બીજા દિવસે રાજન જાણે તેને ઇશિતાની બહુ પરવા હોય એમ તેમ તેને ચેકઅપના નામે પોતાના મળતિયા ડોક્ટર પાસે લઇ ગયો અને ત્યાં ઇશિતાની જાણબહાર જ તેને બેભાન કરીને તેનું એબોર્શન કરાવી દીધું. કલાકો સુધી બેભાન રહ્યા બાદ જ્યારે ઇશિતા ભાનમાં આવી ત્યારે તેને અહેસાસ થયો કે તેની સાથે બહુ મોટી છેતરપિંડી થઇ છે. સ્વસ્થ થઇને ઇશિતા ઓફિસ પહોંચી ત્યારે તેને ખબર પડી કે રાજન નોકરી છોડીને ચાલ્યો ગયો છે. તે રાજનના રૂમ પર ગઇ તો ખબર પડી કે તેણે રૂમ પર ખાલી કરી દીધો છે અને ફોન નંબર પણ બદલી નાખ્યો છે. રાજનનું આ અસલી રૂપ જોઇને ઇશિતાને મોટો આંચકો લાગ્યો અને તે રાજનનું છળકપટ સમજી ગઇ. જોકે તેણે નિરાશ થઇને બેસવાને બદલે રાજન સાથે અનોખો બદલો લેવાનો નિર્ધાર કર્યો. તેણે કંપનીમાંથી રાજનનાં ઘરનું એડ્રેસ લીધું અને તપાસ કરી ત્યારે તેને રાજનના પરિવાર વિશે માહિતી મળી. તેને ખબર પડી ગઇ કે રાજન તો પરિણીત છે અને તેના પરિવારમાં તેનો નાનો ભાઇ છે જે અમદાવાદમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહ્યો છે. આટલી માહિતી મળતા ઇશિતાએ વડોદરાની નોકરી છોડી દીધી અને અમદાવાદ જવા રવાના થઇ ગઇ. અમદાવાદ જઇને ઇશિતાએ રાજનના નાના ભાઇ આકાશના રૂમની બાજુમાં એક રૂમ ભાડે લીધો અને તેના પર પોતાનાં રૂપનો જાદુ પાથરવાનો શરૂ કરી દીધો. થોડા સમય પછી આકાશ સંપૂર્ણપણે ઇશિતામય થઇ ગયો. અભ્યાસ પછી આકાશને એક સારી નોકરી મળી ગઇ એટલે તેણે માતા-પિતાને જણાવ્યા વગર ઇશિતા સાથે કોર્ટ મેરેજ જ કરી લીધા. લગ્ન પછી જ્યારે આકાશે તેના પરિવારને જણાવ્યું કે તેણે તેની પ્રેમિકા સાથે લગ્ન કરી લીધા છે ત્યારે પરિવાર પાસે આ લગ્નને સ્વીકારવા સિવાય બીજો કોઇ રસ્તો નહોતો. આખરે એક શુભ મુહૂર્ત નવદંપતિનું સ્વાગત ગોઠવવામાં આવ્યું અને એ વખતે દુલ્હન ઘૂંઘટમાં આવી. જ્યારે દુલ્હને ઘૂંઘટ ઉઠાવ્યો ત્યારે દુલ્હન તરીકે ઇશિતાને જોઇને રાજનના પગ નીચેની ધરતી સરકી ગઇ અને તે શરમથી નીચે જોઇ ગયો. આમ, ઇશિતાએ પોતાનો અનોખો બદલો લઇ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...