શરીર પૂછે સવાલ:કામશક્તિમાં વધારો થાય એવી કોઇ દવા કે ખોરાક છે?

એક મહિનો પહેલાલેખક: વનિતા વોરા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 22 વર્ષની પરિણીતા છું. મારાં બ્રેસ્ટ્સની સાઇઝ નાની છે, જેને લીધે હું જે કોઈ ક્લોથ પહેરું એમાં એ ઊભાર નથી દેખાતો. સાઇઝની રીતે કહું તો મારા બ્રેસ્ટની સાઇઝ 32ની છે અને કપડાંમાં એનો ઉભાર બિલકુલ દેખાતો નથી. મારા પતિએ મને કંઇ કહ્યું નથી પણ મને લાગે છે તેને મોટાં બ્રેસ્ટ વધારે ગમે છે. મારે બ્રેસ્ટ મોટાં કરવા છે, શું કોઈ એવી મેડિસિન આવે છે જેનાથી બ્રેસ્ટ મોટાં થાય? એક યુવતી (રાજકોટ) ઉત્તર : માત્ર આજકાલથી નહીં, સદીઓથી ચાલ્યું આવે છે કે મોટા અને ભરાવદાર બ્રેસ્ટવાળી યુવતી પ્રત્યે પુરુષોનું સ્વભાવિક રીતે વધારે ધ્યાન જાય. જો તમારા પતિએ તમને કંઇ કહ્યું ન હોય પણ આમ છતાં તમે એના વર્તન પરથી એવી ધારણા બાંધતા હો તો એ યોગ્ય નથી. હા, તમને પોતાને એની ઈચ્છા હોય તો એનો કોઈ બેસ્ટ રસ્તો હોય તો એ એક્સરસાઇઝ છે. એક્સરસાઇઝથી બ્રેસ્ટ સાઇઝ મોટી થાય છે એ પુરવાર થયેલું છે અને બ્રેસ્ટ મોટા કરવાનો આ એક નિર્દોષ ઉપાય છે. આ ઉપરાંત અમુક ચોક્કસ પ્રકારની સ્ટાઇલ સાથે કરવામાં આવતાં મસાજથી પણ સાઇઝમાં વધારો થવાના સફળ પ્રયોગો થયા છે. વાત રહી મેડિસિનની તો, શક્ય હોય ત્યાં સુધી એ લેવાની ટાળવી જોઈએ પણ એમ છતાં તમે લેવા ઈચ્છતા હો તો તમે ડોક્ટરની સલાહ લઇ શકો છો. પ્રશ્ન : હું 35 વર્ષનો પુરુષ છું. મારા લગ્નને પાંચ વર્ષ થઇ ગયા છે. અમારે એક પણ બાળક નથી. ઘણી દવાઓ કરી છે પણ કોઇ જ ફરક પડતો નથી. મારા વીર્યમાં શુક્રાણુની ટકાવારી ફક્ત 2થી 5 ટકા છે. વીર્ય પાતળું છે. સમાગમ વખતે જ મારા શિશ્નમાં બરાબર ઉત્થાન આવે છે. તો શું આ નંપુસકતા કે નબળાઇ કહેવાય? આ સિવાય જાતીય સંબંધ પછી પત્નીને યોનિમાં ચાંદી પડી જાય છે. મારી આ સમસ્યાનું શું કારણ હશે? એક પુરુષ (અમદાવાદ) ઉત્તર : આપની તકલીફો ઓલિગોર્સ્પમીયાની તકલીફ કહેવાય છે. આ બીમારી માટે ઘણાં કારણો જવાબદાર હોઇ શકે છે. જોકે સારવાર પહેલાં તેનું નિદાન જરૂરી છે. યોગ્ય નિદાનથી શુક્રાણુની સંખ્યા તેમજ હલનચલન શક્તિ વધી શકે છે, પણ જો એકપણ શુક્રાણુ ન હોય તો દવાઓથી કાંઇ જ ન થઇ શકે. એક શુક્રાણુ હોય તો એકના દસ હજાર અને દસ હજારના સો લાખ શુક્રાણુ થઇ શકે છે. ઘણીવાર વેરિકોસીલ નામની બીમારીમાં શુકાણુ બરાબર બનતા નથી. આની તપાસ માટે ડોક્ટરની સલાહ લઇને સોનોગ્રાફી કરાવવી જરૂરી છે. વીર્ય પાતળું કે ઘટ્ટ હોય કે પીળાશ પડતું હોય તો પણ બાળક થવાની શક્યતામાં કોઇ જ ફરક પડતો નથી. વીર્યસ્ત્રાવનું સાતત્ય ઉંમર, ઉત્તેજનાની તીવ્રતા અને બે સમાગમ વચ્ચેના ગાળા જેવા પરિબળો ઉપર નિર્ભર છે. જાતીયશક્તિ સાથે વીર્યના રંગ અને જથ્થાને કોઇ નિસ્બત નથી. તેવી જ રીતે સમાગમમાં સાથીના સંતોષ સાથે પણ તેનો કોઇ સંબંધ નથી. ઘણી વખત થાક, માનસિક તંગદીલી અને દબાણને કારણે કોઇ વખત પ્રસંગોપાત ઉત્થાન ન પણ થાય. એનો અર્થ એ નથી કે વ્યક્તિ નપુંસક થઇ ગઇ હોય. ઘણીવાર સંભોગ પહેલાની ક્રિયામાં પૂરતો સમય પુરુષો આપતા નથી અને સ્ત્રીને તૈયાર થતા વાર લાગતી હોય છે. આવા સંજોગોમાં જો યોનિમાર્ગમાં પૂરતી ચિકાશ ન થઇ હોય અને સમાગમ કરવાથી ઘર્ષણ થાય છે અને કદાચ તેનાથી પણ ચાંદી પડી શકે છે. કોઇ સારા ડોક્ટરની સલાહ લેવાથી સમસ્યાનો ઉકેલ મળી શકે છે. પ્રશ્ન : છેલ્લા કેટલાક સમયથી મારી કામશક્તિમાં ઘટાડો થયો હોય એમ લાગે છે. શું એવો કોઇ ખોરાક કે દવા છે જેનું સેવન કરવાથી કામશક્તિમાં વધારો થઇ શકે? એક યુવક (સુરત) ઉત્તર : સમતોલ આહાર, નિયમિત શારીરિક કસરત, યોગ્ય યોગાભ્યાસ, સિગારેટ અને શરાબથી દૂર રહેવું એ જ સુખી સેક્સ-લાઇફના આધારસ્તંભો છે. નિયમિત રીતે આનું ધ્યાન રાખવાથી કામશક્તિ સારી રહી શકે છે. ખાનપાનની વાત કરીએ તો એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગાયનું ઘી અને સ્વાદ અનુસાર ખાંડ નાખીને એનું સેવન કરો. આયુર્વેદના મુજબ, આ એક ખૂબ ઉમદા સેક્સ ટોનિક છે. જોકે ઘી ગાયનું જ હોવું જોઈએ, ભેંસનું નહિ, કારણ કે જે તાકાત ગાયનાં ઘીમાં હોય છે તે ભેંસનાં ઘીમાં હોતી નથી. એનાથી ગુડ કોલેસ્ટેરોલ વધે છે અને બેડ કોલેસ્ટેરોલ ઓછું થાય છે. રોજ સતત 45 મિનિટ સુધી ચાલો. તેનાથી શરીરના દરેક ભાગને ઓક્સિજન મળે છે. જાતીય જીવન વધારવા માટે યોગાસન કરવાથી ફાયદો થાય છે. જાતીય જીવન માટે યોગ્ય રીતે અનુલોમ-વિલોમ પ્રાણાયામ ખૂબ ફાયદાકારક છે. હકીકતમાં માનવીના શરીરમાં વધુ બીમારીઓ હવામાનને કારણે થાય છે. પ્રાણાયામ કરવાથી તમે હવામાનથી થતી બીમારીઓને નિયંત્રિત કરી શકો છો. આ સિવાય માનસિક શાંતિ માટે શવાસન અને ભ્રામરી પ્રાણાયામ પણ રોજ કરો. ધ્યાન રાખો કે શુગર, સિગારેટ, દારૂ કે પછી સ્ટ્રેસ જેવી બાબતો જાતીય જીવન માટે નુકસાનદાયક છે. પ્રશ્ન : મેં થોડા સમયથી જિમ જવાનું શરૂ કર્યું છે. હું નિયમિત એક્સરસાઇઝ કરવા ઇચ્છું છું. મારે શું ધ્યાન રાખવું જોઇએ? એક યુવતી (વડોદરા) ઉત્તર : નવા વર્કઆઉટ રૂટિનની શરૂઆત કરતા પહેલાં કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કોઇ એક્સરસાઇઝ રૂટિનની શરૂઆત કરતા પહેલાં ફેમિલી ડોક્ટરને કન્સલ્ટ કરીને તમારી શારીરિક સ્થિતિની માહિતી મેળવી લેવી જોઇએ. જે લોકો ભારે મહેનતવાળી એક્સરસાઇઝ પહેલી વખત કરી રહ્યા હોય એમના માટે તો આમ કરવું બહુ જરૂરી છે. જો તમને કોઇ શારીરિક સમસ્યા હશે તો એક્સરસાઇઝ રૂટિન શરૂ કરતાં પહેલાં કરવામાં આવેલાં ચેક-અપમાં એની માહિતી મળી જશે. જો કસરત કરવાથી તમને કોઇ ઇજા થવાનું જોખમ હશે તો પણ એની માહિતી ચેક-અપ પછી મળી જશે. એક્સરસાઇઝ રૂટિનની શરૂઆત કરતી વખતે કોઇ સરળ અને સહેલાઇથી થઇ શકે એવી કસરતથી કરવી જોઇએ. શરૂઆતમાં કેટલાક દિવસો વોકિંગ કરવાની પ્રેક્ટિસ કરવી જોઇએ. થોડા દિવસ સુધી આ પ્રેક્ટિસ કરીને તમે જ્યારે બીજી એક્સરસાઇઝ કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર થઇ જાઓ પછી જ આગળ વધવું જોઇએ. ખાસ વાત તો એ છે કે શક્ય હોય ત્યાં સુધી શરીર બેઠાડું ન બને એનું ધ્યાન રાખો.

જટિલ સમસ્યામાં તમે પણ અટવાયા હો તો તમારા મનની મૂંઝવણ અમને જણાવો madhurimamagazine@gmail.com પર. તમને મળશે માનસિક હળવાશ આપે એવી સમજણ.

અન્ય સમાચારો પણ છે...