તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્યૂટી:શું ફેરનેસ ક્રીમ ત્વચા માટે નુકસાનકારક છે?

કાવ્યા વ્યાસ17 દિવસ પહેલા
 • કૉપી લિંક

પ્રશ્ન : હું જ્યારે મેકઅપ કરું છું ત્યારે ફાઉન્ડેશન નથી લગાવતી. શું સારા મેકઅપ માટે ફાઉન્ડેશન જરૂરી છે? આ લગાવવાનો શું ફાયદો છે? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : મેકઅપ સારો લાગે એ માટે ફાઉન્ડેશન સારી રીતે લગાવેલું હોય એ જરૂરી છે. મેકઅપમાં ફાઉન્ડેશન એકદમ જરૂરી છે. મેકઅપની શરૂઆત જ ફાઉન્ડેશનથી થાય છે. ફાઉન્ડેશન લગાવવાથી ચહેરા પર દેખાતાં ડાર્ક સર્કલ, પિગ્મેન્ટેશન, બર્થ-માર્ક, ખીલના ડાઘના નિશાન સંતાડી શકાય છે. આનાથી તમારો ફેસ એકદમ ક્લિયર દેખાય છે. ફાઉન્ડેશન દ્વારા તમે તમારી સ્કિનનો એકસરખો કરી શકો છો. ફાઉન્ડેશન લગાવ્યા પછી એના પર ટ્રેન્ઝ્લુસન્ટ પાઉડર લગાવવો જરૂરી છે. આ પાઉડરથી જ ફાઉન્ડેશન સેટ થશે અને પછી જો પરસેવો થાય તો પણ ફાન્ડેશન નીકળી નહીં જાય. ફાઉન્ડેશન હંમેશા સારી કંપનીનું જ લેવું. જો તમે સસ્તી કંપનીનું ફાઉન્ડેશન વાપરશો તો તમારો મેકઅપ બગડશે અને એલર્જી થશે. ફાઉન્ડેશન હંમેશાં સ્કિન-ટોન કરતાં એક શેડ ડાર્ક લેવું. જો ફાઉન્ડેશનમાં એક ટોન પણ લાઇટ લઈશું તો ફાઉન્ડેશન ઊઠીને આવશે અને મેકઅપ કર્યો છે એમ લાગશે. જો સ્કિન-ટોનથી એક શેડ ડાર્ક લેશો તો એ નેચરલ લુક આપશે. પ્રશ્ન : મને અલગ અલગ લુક ટ્રાય કરવાનું બહુ ગમે છે. મેં બબલ આઇલાઇનર વિશે બહુ સાંભળ્યું છે. આવી આઇલાઇનર કઈ રીતે કરી શકાય? એક યુવતી (રાજકોટ) ઉત્તર : આઇલાઇનર આંખોના શેપને ઉઠાવ આપવા માટે લગાવવામાં આવે છે. આ સ્ટાઇલ કરવા માટે સૌથી પહેલાં આંખો પર આઇબેઝ લગાવો. એ પછી પાંપણ પર આઇલાઇનર લગાવો. એ પછી આઇલાઇનરનું ઢાંકણું અથવા તમારી પાસે કોઈ પણ નાનું ગોળ ઢાંકણું હોય એને આઇલાઇનરમાં ડુબાડીને આંખો પર ચોંટાડો. આમ કરવાથી તમારી પાંપણની ઉપર આઇલાઇનરથી અર્ધચંદ્રાકાર જેવો શેપ થઈ જશે. આ ડિઝાઇનને પૂરી આંખો પર કરો. ડિઝાઇન કરતી વખતે એટલું ધ્યાન રાખો કે વચ્ચેની ડિઝાઇન મોટી અને આજુબાજુની ડિઝાઇન નાની હોવી જોઈએ. એ પછી જેટલી પણ અર્ધચંદ્રાકારની ડિઝાઇન કરી છે એને આઇલાઇનરથી ભરી દો. આઇલાઇનરથી ભર્યા પછી જે લુક આવે છે એ લુકને બબલ આઇલાઇનર લુક કહેવાય.

પ્રશ્ન : : હું એક પરિણીત મહિલા છું. મારી ત્વચા થોડી ડાર્ક છે અને હું ફેરનેસ ક્રીમ વાપરવા ઇચ્છું છું. મારા પતિ મને સ્પષ્ટ ના પાડે છે. શું ફેરનેસ ક્રીમ નુકસાનકારક છે? એક મહિલા (વડોદરા) ઉત્તર : ત્વચાનો રંગ બદલવા માટે ફેરનેસ ક્રીમનો ઉપયોગ નૈતિક રીતે યોગ્ય નથી અને તબિયત માટે પણ હાનિકારક છે. મોટાભાગની ફેરનેસ ક્રીમમાં પારાનો ઉપયોગ કરવામાં આવે છે. પારાથી પિગ્મેન્ટેશન ઓછું થાય છે અને એ બ્લીચિંગ જેવી ઇફેક્ટ આપે છે. આ ફેરફારને કારણે ફેસ ગ્લો કરવા લાગે છે. વળી, આ ફેરફાર તરત જોવા મળે છે. આ કારણોસર ફેરનેસ ક્રીમમાં પારો નાખવામાં આવે છે. ફેરનેસ ક્રીમ વારંવાર લગાવવાથી વધારે સમય સ્કિન પર રહે છે. એના લીધે એ ધીરે-ધીરે સ્કિનની અંદર શોષાઈ જાય છે. ક્રીમમાં આવતો પારો શરીરની અંદર જાય છે અને તમારા શરીરને નુકસાન પહોંચાડે છે. પારો તમારી સ્કિનમાં રહેલા મેલેનિનની ઇફેક્ટને ઓછી કરે છે પણ એના કારણે ત્વચામાં બીજી સમસ્યાઓ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો