એક્સેસરીઝ:વ્યક્તિત્વને મહેંકાવતાં અવનવાં પર્ફ્યુમ્સ

આસ્થા અંતાણી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુનિયામાં પરફ્યુમ્સનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે
  • પરફ્યુમમાં સુગંધી ઓઇલ અને એરોમા કમ્પાઉન્ડનું યોગ્ય મિશ્રણ હોય છે

રેક યુવતીને આખો દિવસ મહેંકતા રહેવાનું ગમતું હોય છે અને આમાં તેમને મદદ કરે અવનવાં પરફ્યુમ્સ. દુનિયામાં પરફ્યુમ્સનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. પરફ્યુમમાં સુગંધી ઓઇલ, એરોમા કમ્પાઉન્ડ અને અન્ય તત્ત્વોનું યોગ્ય મિશ્રણ હોય છે. આ મિશ્રણ માનસિક શાંતિ અને આનંદનો અનુભવ કરાવે છે અને એનો ઉપયોગ પરફ્યુમ તરીકે કરવામાં આવે છે. હાલમાં માર્કેટમાં અલગ અલગ પરફ્યુમ ઉપલબ્ધ છે જે નીચે પ્રમાણે છે.

ફ્લોરલ :યુવતીઓને સૌથી વધારે ફૂલોની સુગંધવાળાં પરફ્યુમ્સ પસંદ પડે છે. હાલમાં રોઝ, જાસ્મીન, ઓરેન્જ બ્લોસમ્સ અને કાર્નેશન જેવાં ફૂલોની સુગંધ બહુ લોકપ્રિય છે. આ પ્રકારની ફ્લોરલ સુગંધ રોમેન્ટિક અને માદક વાતાવરણનું સર્જન કરે છે. અલગ અલગ ફૂલોની સુગંધ બ્લેન્ડ કરીને મિક્સ સ્મેલવાળાં પરફ્યુમ્સ પણ બનાવવામાં આવે છે.

સાઇટ્રસ :

સાઇટ્રસ બેઝ્ડ પરફ્યુમ્સમાં ટેન્ગી સ્મેલ હોય છે. આ પ્રકારના પરફ્યુમ લાઇવ અને બબલી નેચરવાળી વ્યક્તિ માટે પર્ફેક્ટ પસંદગી સાબિત થાય છે. સાઇટ્રસ ફ્રેગરન્સ લાઇમ, લેમન અને મેન્ડેરિન જેવા તત્ત્વોમાંથી લેવામાં આવે છે અને કુદરતી રીતે રિફ્રેશ કરી દે છે. સામાન્ય રીતે આ પરફ્યુમનો ઉપયોગ દિવસ દરમિયાન કરવામાં આ‌‌‌વે છે.

ઓરિએન્ટલ :

ઓરિએન્ટલ પરફ્યુમ્સમાં અર્ધી સ્મેલ સાથે બીજી સુગંધનું બ્લેન્ડ કરવામાં આવે છે. ઓરિએન્ટલ પરફ્યુમ્સમાં અંબર અને કસ્તૂરી જેવા પ્રાણીજન્ય પદાર્થોની સુગંધનો સમાવેશ કરવામાં આવે છે. આ કારણે સ્પેશિયલ ડેટ કે પછી રોમેન્ટિક નાઇટ આઉટ વખતે ઓરિએન્ટલ પરફ્યુમનો ઉપયોગ કરવામાં આ‌વતો હોય છે.

ફ્રૂટી :

ફ્રૂટી સ્મેલ મનને શાંત બનાવીને આનંદની લાગણીનો અનુભવ કરે છે. આ પ્રકારની સુગંધ બહુ લોકપ્રિય છે. તેને રોમેન્ટિક ડેટ્સ અને રોમેન્ટિક આઉટિંગ વખતે લગાવવામાં આવે છે. ફ્રૂટી સ્મેલમાં એપલ, બેરી, મેંગો, પીચ અને બીજા જ્યુસી ફળોની સુગંધનો સમાવેશ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...