તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજાવટ:મિનિટોમાં ઘરની કાયાપલટ કરે અવનવાં કુશન્સ

દિવ્યા દેસાઇ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોટાભાગના લોકો કુશન્સની ખરીદી કરતી વખતે બધા કુશન્સ એક જ સાઇઝ અને શેપના પસંદ કરવાની ભૂલ કરતા હોય છે. આવા કુશન્સ ફર્નિચર પર બહુ બોરિંગ લાગે છે

ઘણીવાર ઘરમાં એક નાનું પરિવર્તન કરવાથી એની કાયાપલટ થઇ જશે. ઘરમાં સોહામણાં કુશન્સની ગોઠવણી એને આગવો લુક આપે છે. કુશન્સ ઘરના ફર્નિચરને કમ્ફર્ટેબલ તો બનાવે જ છે પણ પોતાની સુંદરતાથી બધાના દિલ જીતી લે છે. ઘરના આકર્ષણમાં વધારો કરતા આ કુશન્સની ખરીદી કરતી વખતે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. }મેચિંગ-મેચિંગથી બચો તમે જ્યારે નવો સોફા ખરીદશો તો સૌથી પહેલાં સોફાના રંગ સાથે મેચિંગ રંગના કુશન્સ ખરીદવાની ઇચ્છા થશે. આવી ભૂલ ન કરો. સોફા સાથે એના મેચિંગ કુશન્સ બહુ જ અનાકર્ષક લાગે છે. નવા સોફા સાથે એના રંગથી કોન્ટ્રાસ્ટ શેડના કુશન્સનું મેચિંગ કરો. કોન્ટ્રાસ્ટ કુશન્સ સોફાને આકર્ષણનું કેન્દ્ર બનાવશે અને આખા રૂમના લુક પર એની અસર પડશે. }રંગ અને ડિઝાઇનની પસંદગી રૂમની દીવાલો અને પડદાના રંગોના આધારે સોફાના કુશન્સની પસંદગી કરો. યોગ્ય રંગની પસંદગી રૂમની સુંદરતામાં વધારો કરે છે. સામાન્ય રીતે બેથી ત્રણ રંગના કુશન્સ મળીને રૂમને આગવો લુક આપે છે. આ બેથી ત્રણ રંગમાંથી એક રંગ એવો હોવો જોઇએ જે રૂમના ખાસ એલિમેન્ટ જેમ કે ફૂલદાની, પેઇન્ટિંગ કે પડદાના રંગ સાથે મેળ ખાતો હોય. અન્ય બે રંગમાંથી એક રંગ બ્રાઇટ અને બીજા રંગ લાઇટ શેડનો હોવો જોઇએ. }યોગ્ય સાઇઝ અને શેપની પસંદગી મોટાભાગના લોકો કુશન્સની ખરીદી કરતી વખતે બધા કુશન્સ એક જ સાઇઝ અને શેપના પસંદ કરવાની ભૂલ કરતા હોય છે. આવા કુશન્સ ફર્નિચર પર બહુ બોરિંગ લાગે છે. અલગ અલગ શેપ અને સાઇઝના કુશન્સનું કોમ્બિનેશન રૂમને આકર્ષક લુક આપે છે. આ કુશન્સના શેપ અને સાઇઝ ભલે અલગ અલગ હોય પણ એની ડિઝાઇન મેચિંગ હોય એ વાતનું ખાસ ધ્યાન રાખો. જો તમે બહુ મેકઓવર નથી કરવા ઇચ્છતા તો રાઉન્ડ શેપના કુશન્સ ખરીદો. એને સોફા, બેડ અને સિંગલ ચેર પર રાખીને ઘરની શોભા વધારી શકાય છે. ત્રિકોણ આકારના કુશન્સ સારા તો લાગે છે પણ એને શોધવા માટે બહુ મહેનત કરવી પડે છે. ઘરને ખૂબસુરત લુક આપવા માટે ફ્લાવર શેપના કુશન બેસ્ટ વિકલ્પ છે. આ કુશન્સ થોડા મોંઘા હોય છે પણ એનો ઉપયોગ ઘરને પરફેક્ટ લુક આપે છે. યુવાનોમાં અને નવપરિણીતોમાં હાર્ટ શેપના કુશન્સ બહુ લોકપ્રિય છે અને એનો ઉપયોગ બેડરૂમની સજાવટમાં કરવામાં આવે છે. }યોગ્ય ગોઠવણી પરંપરાગત રીતે ફર્નિચરના દરેક ખૂણામાં બે-બે કુશન્સ મૂકવાનો ટ્રેન્ડ છે પણ તમે ઇચ્છો તો આ ગોઠવણીમાં તમારી સર્જનાત્મકતા વાપરી શકો છો. તમે ફર્નિચરના સેન્ટરમાં અલગ અલગ સ્ટાઇલના કુશન્સ મૂકીને એની આસપાસ બીજા કુશન્સ મૂકીને તમારી પસંદગીની સ્ટાઇલ ટ્રાય કરી શકો છો. તમે તમારી ઇચ્છા પ્રમાણે અલગ અલગ કોમ્બિનેશન અજમાવી શકો છો. }મટિરિયલની પસંદગી કુશન્સના મટિરિયલની પસંદગી રૂમના લુકમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સિલ્ક, લેધર કે પછી વેલ્વેટ મટિરિયલ અલગ અને આકર્ષક અંદાજ આપે છે. જો તમે પડદાના ટેક્સચર સાથે કુશનનું ટેક્સચર મેચ કરી શકો તો નવી સ્ટાઇલથી ઘરને સજાવી શકો છો. આ કુશન્સ માટે એમ્બ્રોડરી કે પેચવર્ક જેવી ડિઝાઇનની પણ પસંદગી કરી શકો છો. બીડ્સ અને સિક્વન્સની ડિઝાઇનવાળા કુશન્સ ખૂબસુરત લાગે છે. આ પ્રકારના કુશન્સ ટ્રેન્ડીની સાથે આકર્ષક લાગે છે. આવા કુશન્સ થોડા લાઉડ લાગે છે પણ ખાસ પ્રસંગોએ એનો ઉપયોગ સારો લાગે છે. }ટ્રેન્ડી કુશન્સ કુશન્સની સ્ટાઇલમાં નવા નવા ટ્રેન્ડ આવતા રહે છે. આ ટ્રેન્ડમાં વ્હીકલ પ્રિન્ટ, એનિમલ પ્રિન્ટ અને ફ્લાવર પ્રિન્ટ ચલણમાં છે.

યોગ્ય સંભાળ જરૂરી

ુશન્સ આગવી સંભાળ માગી લે છે. દરેક પ્રકારના મટિરિયલને સાચવવા માટે ખાસ પ્રયાસ કરવો પડે છે. જો કુશન્સ ખરીદવા માટે તમારું બજેટ વધારે નહીં હોય તો લિનનના કુશન્સ પરફેક્ટ પસંદગી છે. લેધરના કુશન્સની સાચવણી થોડી મુશ્કેલ છે પણ એ ઘરને આકર્ષક લુક આપે છે. પરંપરાગત સ્ટાઇલને પસંદ કરતા લોકો માટે સિલ્કના કુશનથી સારો કોઇ વિકલ્પ નથી. આની સાચવણી કરવા માટે વધારે મહેનત કરવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો