સજાવટ:ઘરની શોભાને સર્જનાત્મક સ્પર્શ આપે ઇન્ડોર પ્લાન્ટ્સ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રૂમમાં નાનકડા ઇન્ડોર પ્લાન્ટની હાજરી રૂમની સુંદરતાને તો વધારે છે પણ સાથે સાથે સર્જનાત્મક ઊર્જાનો સ્પર્શ પણ આપે છે

- દિવ્યા દેસાઇ

રૂમમાં નાનકડા ઇન્ડોર પ્લાન્ટની હાજરી રૂમની સુંદરતાને તો વધારે છે પણ આખા રૂમને સર્જનાત્મક ઊર્જાનો સ્પર્શ પણ આપે છે. ઇન્ડોર પ્લાન્ટ વ્યક્તિના મૂડ પર પણ હકારાત્મક અસર કરે છે.
- હવા સ્વચ્છ કરે
નાનકડા રોપા જેવા છોડને બેડરૂમ કે ડ્રોંઇગરૂમમાં રાખવાથી એ સકારાત્મક ઊર્જા આપે છે. આ પ્રકારના રોપા ઘર માટે બહુ ફાયદાકારક છે કારણ કે એ હવામાં રહેલા પ્રદૂષણને દૂર કરીને હવાને સ્વચ્છ બનાવે છે અને વાતાવરણને તાજગી આપે છે.

- હેન્ગિંગ પ્લાન્ટની સુંદરતા
તમે બારી કે રસોડાના શેલ્ફ પર હેન્ગિંગ પ્લાન્ટ લગાવી શકો છે. એ દેખાવમાં બહુ સુંદર લાગે છે. હેન્ગિંગ પ્લાન્ટ પોતે જ તો સુંદર હોય જ છે પણ સાથે સાથે એ રૂમની સુંદરતામાં પણ વધારો કરે છે.
- રંગબેરંગી ફૂલોની સજાવટ
રંગબેરંગી ફૂલોના રોપાની સજાવટ રૂમને એન્ટીક લુક આપે છે. તમે ઓર્કિડના ફૂલવાળા રોપાને સેન્ટર ટેબલ પર સજાવીને રૂમની સુંદરતાને ચાર ચાંદ લગાવી શકો છો. આ સિવાય કેટલાક રોપાને માટીની જરૂર નથી પડતી અને એનો વિકાસ માત્ર પાણીમાં પણ શક્ય છે. આવા રોપાને તમે કાચના બાઉલમાં રાખીને બારી પાસે, સાઇડ ટેબલ પર અથવા તો શેલ્ફ પર રાખીને આકર્ષક લુક મેળવી શકાય છે. આ રંગબેરંગી ફૂલોની સજાવટ કરતી વખતે જો ઘરની દીવાલોના રંગનું ધ્યાન રાખવામાં આ‌વે તો ફૂલોની સાદી સજાવટ પણ નિખરી ઉઠે છે.

- સ્વાસ્થ્યવર્ધક છોડ
સ્વાસ્થ્યવર્ધક છોડ એવા પ્રકારના છોડ છે જે ઘરની શોભા તો વધારે જ છે પણ સાથે સાથે જરૂરિયાત પડે તો સ્વાસ્થ્યને સુધારવામાં પણ પ્રદાન આપે છે. લવિંગની સુગંધ એક તેજાના તરીકે ખૂબ જ તીવ્ર હોય છે. ઘણી ગૃહિણીઓ ભારે અને ગરમ કપડાંની જાળવણી માટે લવિંગ મૂકતી હોય છે. લવિંગની સુગંધ જેને ગમતી હોય તે લોકો પોતાના બગીચામાં લવિંગનો છોડ વાવી શકે છે. આ સિવાય અન્ય છોડ છે લેમન બામ. આ છોડનાં પાંદડા ફોદીનાનાં પાન જેવા જ દેખાય છે પણ એની સુગંધ લીંબુ જેવી તીવ્ર છે. આ છોડ ઇનડોર પ્લાન્ટ તરીકે લગાવી શકાય છે. ઘર માટે એક મહત્ત્વનો છોડ છે તુલસીનો છોડ. તુલસીની તીવ્ર સુગંધ મચ્છરોને દૂર રાખે છે. તુલસીની તીવ્ર સુગંધની સાથે સાથે તેના પાંદડા ચાવવાથી પણ ચોમાસામાં અપચાની સમસ્યાથી રાહત રહે છે.
સીડી પર રોપાથી સજાવટ
ઇન્ડોર પ્લાન્ટ રાખવા માટે સીડી સૌથી સારી જગ્યા છે. તમે સીડી પર બે-બે પગથિયાંનું અંતર રાખીને રોપાની સજાવટ કરીને ઘરને નવો લુક આપી શકો છો. આમ, રૂમને ઇન્ડોર પ્લાન્ટથી સજાવવા માટેના કોઇ નિયમ નથી. તમે માત્ર થોડી સર્જનાત્મકતા અને કલ્પનાનો ઉપયોગ કરીને ઘરની ખૂબસુરતીમાં વધારો કરી શકો છો. જો શક્ય હોય તો સીડીની સજાવટ વેલથી પણ કરી શકાય.

ઘરમાં પ્લાન્ટ લગાવતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા
જો તમારે રસોડામાં કોઇ રોપા લગાવવા હોય તો તેને માટે જડીબુટ્ટીઓનાં રોપા શ્રેષ્ઠ છે. આનાથી તમે તમારા ઘરની શોભા વધારી શકો છો અને સાથે સાથે એ કેટલીક બીમારીમાં પણ કામ લાગી શકે છે.
ઘરમાં કે તેની આસપાસ પણ કોઇ જ સુકાયેલું ઝાડ કે રોપાઓ ક્યારેય ન હોવા જોઇએ. તે નકારાત્મક ઉર્જાને ઉત્પન્ન કરે છે.
ઘરમાં કદી પણ કાંટાવાળાં રોપાઓ ન રાખવા જોઇએ. તે તમારા વિકાસમાં અવરોધ ઉભો કરે છે.
જો ઘરનો બેઠક રૂમ અને રસોડું જોઇન્ટ હોય તો પાર્ટિશન કરવા માટે રોપાઓ અને વેલાઓનો ઉપયોગ કરી શકો છો. ઘરમાં રાખવા માટે પણ વાંસનાં નાના છોડ મળે છ. આનેે ફક્ત ઘરની અંદર જ લગાવવામાં આવે છે. એ તમારા ઘરની નકારાત્મક ઊર્જાને દૂર કરશે.
ઘરમાં પ્લાન્ટ રાખ્યો હોય તો એની નિયમિત સાફસફાઇ કરવાની દરકાર રાખવી જરૂરી છે. જો નિયમિત સફાઇ ન કરવામાં આવે તો ઘરમાં કચરો ફેલાઇ જાય છે.
તમે ઘરમાં કિચન ગાર્ડન પણ તૈયાર કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...