વુમન ઇન ન્યૂઝ:ભારતીય વંશના અરુણાની અમેરિકન પોલિટિક્સમાં દમદાર સિદ્ધિ

15 દિવસ પહેલાલેખક: મીતા શાહ
  • કૉપી લિંક

અમેરિકામાં થયેલા મિડ ટર્મ ઇલેક્શન પરિણામમાં આ વર્ષે ઇતિહાસ રચાઇ ગયો છે. આ ચૂંટણીમાં અમેરિકામાં રહેનારા ભારતીય વંશના અરુણા મિલરે મેરીલેન્ડના લેફ્ટનેન્ટ ગવર્નર બનવાની સિદ્ધિ મેળવી છે. તેઓ આ હોદ્દો સંભાળનાર પ્રથમ અપ્રવાસી બની ગયા છે. તેઓ પોતાના નજીકના હરીફને હરાવીને ગવર્નર હાઉસ પહોંચી ગયા છે. નોંધનીય છે કે અરુણા મેરીલેન્ડ હાઉસ ઓફ ડેલિગેટ્સના ભૂતપૂર્વ સભ્ય પણ રહી ચૂક્યા છે. નોંધનીય છે કે અમેરિકન પ્રેસિડન્ટ જો બિડેન અને ઉપપ્રમુખ કમલા હેરિસે ચૂંટણીમાં અરુણા મિલરની તરફેણમાં પ્રચાર કર્યો હતો. ભારતીય મૂળ અરુણા મિલરનો જન્મ 6 નવેમ્બર, 1964ના દિવસે આંધ્ર પ્રદેશના હૈદરાબાદમાં થયો હતો. અરુણા જ્યારે સાત વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર ભારતથી અમેરિકા શિફ્ટ થયો હતો. અરુણાના માતા-પિતાએ તેમના ત્રણ સંતાનો સાથે ન્યૂ યોર્કમાં વસવાટ કરવાનું પસંદ કર્યું હતું. અરુણાના પિતા IBMમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે કાર્યરત હતા. અરુણા અભ્યાસમાં તેજસ્વી હતા અને તેમણે 1989માં મિસુરી યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાંથી બેચલર ઓફ સાયન્સ ડિગ્રી ઇન સિવિલ એન્જિનિયરિંગની પદવી મેળવી હતી. આ ડિગ્રી મેળવ્યા બાદ તેમણે મોન્ટગોમરી કાઉન્ટીના લોકલ ટ્રાન્સપોર્ટેશન વિભાગમાં 25 વર્ષ કામ કર્યું. 2010થી 2018 સુધી મૈરાલેન્ડ હાઉસ ઓફ ડેલિગેટ્સને રિપ્રેઝન્ટ કર્યું. અરુણા મિલર વર્ષ 2000માં અમેરિકી નાગરિક બની ગયા હતા. આ પછી તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું હતું. તેઓ 2018માં પહેલી વાર સંસદમાં પહોંચવા માટે ચૂંટણી લડ્યાં પરંતુ પ્રાઈમરીમાં જ તેમને હાર મળી હતી. જે બાદ આ વર્ષે તેમને ગવર્નર પદ માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. તેમની નીતિઓની હકારાત્મક અસરને કારણે જ તેમણે આ ચૂંટણીમાં તેમણે જીત મેળવી. ભારતીય મતદારોનો રોલ ભારતીય લોકો અમેરિકન સ્વિંગવાળા રાજ્યોમાં એક મહત્ત્વપૂર્ણ વોટના રૂપે ઊભર્યા છે, અહીં હાર-જીત એક હજાર કે કેટલાક હજાર વોટોથી નક્કી થાય છે. US થિંક ટેંક કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટનેશનલ પીસના 2020ના રિપોર્ટ અનુસાર સ્વિંગ રાજ્યોમાં, ભારતીય અમેરિકન વસ્તી જીતના અંતરથી મોટી છે, જેણે 2016માં હિલેરી ક્લિન્ટન અને 2020માં ટ્રમ્પને કટોકટની લડાઇમાં બહાર કરી દીધાં. અંગત જીવન 1990માં અરુણા મોન્ટગોમરી કાઉન્ટી ખાતે શિફ્ટ થયા હતા અને અહીં તેમણે પોતાના કોેલેજ સ્વીટહાર્ડ ડેવિડ મિલર સાથે લગ્ન કર્યા હતા. અરુણા અને ડેવિડને ત્રણ વયસ્ક દીકરીઓ છે. હાલમાં અરુણાના માતા પણ દીકરી અરુણાના પરિવાર સાથે મેરીલેન્ડ ખાતે જ રહે છે.

અન્ય સમાચારો પણ છે...