બ્યૂટી:ફળોની મદદથી વધારો સુંદરતા

કાવ્યા વ્યાસ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ળ અને એની છાલમાં અનેક એવાં કુદરતી દ્રવ્યો જે ત્વચાની સુંદરતા વધારવામાં મદદ કરે છે. કેટલાક ફળો એવાં છે જેમાંથી ફ્રૂટ માસ્ક બનાવીને જો એને ચહેરા પર લગાવવામાં આવે તો ચહેરાની ત્વચા ચમકવા લાગે છે. આવા કેટલાંક ફળો અને ફળોની છાલમાંથી બનાવતા માસ્ક નીચે પ્રમાણે છે. સંતરાની માસ્કનો ફેસપેક : સંતરાની છાલમાં નેચરલ બ્લીચ હોય છે. સંતરાની છાલને તડકા સૂકવીને એનો પાઉડર બનાવી લો. આ પાઉડરમાં થોડી મલાઈ ઉમેરીને આ પેસ્ટને ચહેરા તેમજ ગરદન પર લગાવો. આ ફેસપેકને 10 મિનિટ સુધી લગાવી સાફ કરી લેવાથી ત્વચા પરના ડાઘ અને ધબ્બા દૂર થઇ જશે. સ્ટ્રોબેરી ફેસપેક: સ્ટ્રોબેરીમાં કુદરતી સેલીસિલીક એસિડ હોય છે, જે ત્વચા પરના મૃત કોષોને દૂર કરે છે અને ત્વચાને ચમકતી બનાવે છે. આ ફેસપેક બનાવવા માટે બે-ત્રણ સ્ટ્રોબેરીને છૂંદીને તેની પેસ્ટ બનાવો. તેમાં એક ચમચી ઓલિવ ઓઈલ અને બે ચમચી મધ ઉમેરો. સાફ ચહેરા પર આ માસ્ક લગાવો અને પંદર મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ નાંખો. જો તમારી ત્વચા ઓઈલી હોય તો ગુલાબજળ લગાવો. આનાથી ત્વચા ચમકાવા લાગશે. પપૈયા માસ્ક: પપૈયા લગભગ તમામ ઋતુમાં મળે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે ફ્રી રેડિકલ્સને દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે. તે ત્વચા પરના મૃત કોષોને દૂર કરી ત્વચા પર ગ્લો લાવે છે. આ માસ્ક બનાવવા માટે પાકા પપૈયાના એક ટુકડાને મસળીને પેસ્ટ બનાવી લો. તેમાં બે ચમચી કાચું દૂધ, એક ચમચી મધ અને અડધી ચમચી ગ્લિસરીન ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. આ પેકને ચહેરા પર લગાવી પંદર મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાંખો. તરબૂચની છાલનો માસ્ક : તરબૂચની છાલને તડકામાં સૂકવીને અને પછી તેને બાળીને રાખ તૈયાર કરવી. આ રાખમાં સરસવનું તેલ ઉમેરીને તેને ત્વચા પર લગાવો. આ રીતે ત્વચાનો રંગ નિખરશે

અન્ય સમાચારો પણ છે...