તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વુમનોલોજી:તમારું સ્ટિયરિંગ કોના હાથમાં છે?

મેઘા જોશી25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મનોવૈજ્ઞાનિક આયામ સાથે જોઈએ તો જયારે તમે કોઈ પણ પ્રકારનું વ્હિકલ ચલાવો છો ત્યારે તમને એક પ્રકારનો પાવર અને ખાસ હોવાની લાગણી મહેસૂસ થાય છે

જીવનમાં ઉંમર નહીં આત્મવિશ્વાસ મહત્ત્વનો હોય છે.’ જીવનના નવ દાયકા પાર કરવાની તૈયારી કરી રહેલાં મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ગંગાબાઈ મીરકુટેએ નેવ્યાસીમાં વર્ષે કારના ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરી છે. લગભગ ત્રણેક વર્ષ પહેલા ગંગાબાઈ માંદા પડ્યા ત્યારે એમનો પૌત્ર ગાડીમાં ડોક્ટર પાસે લઇ જતો હતો ત્યારે એમ જ વાતવાતમાં હળવાશ સાથે પૂછ્યું હતું કે દાદી કાર ચલાવવી છે? ગંગાબાઈનો પહેલો જવાબ હતો, શા માટે નહિ? આમ તો દાદી-પૌત્ર વચ્ચેનો આવો સંવાદ હસવાના અવાજ સાથે અદૃશ્ય થઇ જતો હોય છે, પરંતુ એવું ના બન્યું. દાદીની ગાડી ચલાવવાની ઈચ્છા બળકટ હતી અને પરિવારનો સહકાર પણ સરસ હતો. દાદી કાર ચાલવતા શીખ્યાં. તાજેતરમાં જ પૌત્રએ નવી કાર ખરીદી. તે વખતે ગંગાબાઈએ માત્ર આશીર્વાદ નથી આપ્યા, બલ્કે પોતે ડ્રાઇવિંગ સીટ પર બેઠા અને બાકાયદા કાર ચલાવી. સોશિયલ મીડિયા પર મૂકેલો આ વિડીયો વાઇરલ થાય એની કોઈ નવાઈ નથી. આરટીઓ માટે ગંગાબાઈને લાઇસન્સ આપવાનો નિર્ણય પડકારજનક છે, એ મળશે કે નહિ એ તો પછી ખબર પડશે પરંતુ પડકારનો સામનો કરવા માટે તમારા સ્વભાવ અને વ્યક્તિત્વમાં કયાં ઇન્ગ્રીડિઅન્ટ જોઈએ એ જાણવું હોય તો ગંગાબાઈ જેવી મહિલાને મળવું જ રહ્યું જેને જીવનની ગાડીનું સ્ટિયરિંગ પકડતા આવડે છે. જમ્મુથી કઠુઆના રસ્તે પેસેન્જર બસ ચાલતી હોય અને દુર્ગમ પહાડીવાળા રસ્તા હોય ત્યારે એ બસનું સ્ટિયરિંગ પૂજાદેવી નામની એક સ્ત્રીનાં હાથમાં હોય એ દૃશ્ય અનન્ય તો લાગે જ. આજે પણ જયારે કોઈ ગામના બસ સ્ટેન્ડ પર પૂજાદેવીની બસ પ્રવેશે ત્યારે આસપાસના લોકો આંખનો પલકારો માર્યા વગર જોવા ઊભા રહી જાય છે. જમ્મુ-કાશ્મીરનાં પ્રથમ મહિલા બસ ડ્રાઇવર પૂજાદેવીને નાનપણથી મોટા ભારે વાહન ચલાવવાનું સ્વપ્ન હતું. ગરીબ ખેડૂત પરિવારની દીકરી ખાસ અભ્યાસ ના કરી શકી પરંતુ ઈચ્છાને પૂરી કરવાની રાહ શોધવા માટે પાઠ્યપુસ્તકની નહિ, લક્ષ્ય તરફની મહેનતની જરુર પડે છે. વ્યસ્ત રહેતા હાઇવે પર મહિલા બસ ચાલકને આત્મવિશ્વાસ સાથે બસ ચાલવતા જોવી એ કુતુહલનો વિષય છે, સ્ત્રી સન્માનનો વિષય છે અને સશક્ત સ્ત્રીની સંકલ્પનામાં ઉમેરણ પણ છે જ...પરંતુ એમાંથી શું શીખી શકાય? જીવનની સમી સાંજે પસ્તાવાનું લિસ્ટ ઓછું કરવું હોય તો શક્ય એટલા જલ્દી ઈચ્છાનું લિસ્ટ પૂરું કરવું જરૂરી છે. મહારાષ્ટ્રના નેવ્યાસી વર્ષના ગંગાબાઈ અને જમ્મુના પૂજાદેવીને શું માત્ર કાર કે બસનું સ્ટિયરિંગ પકડાતા અને ગિયર બદલતા આવડ્યું એવું કહી શકાય? જી ના...આ બંને સ્ત્રીઓએ સ્ટિયરિંગ પર કાબૂ મેળવીને પોતાના જીવનની પ્રત્યેક મુસાફરીને સુગમ અને ઈચ્છા મુજબની દિશા આપી છે. મનોવૈજ્ઞાનિક આયામ સાથે જોઈએ તો જયારે તમે કોઈ પણ પ્રકારનું વ્હિકલ ચલાવો છો ત્યારે તમને એક પ્રકારનો પાવર મહેસૂસ થાય છે કારણકે વાહન પરનો કાબૂ તમને સ્વાવલંબન પણ આપે છે અને એ સાથે પોતાની દિશા સ્વયં નક્કી કરવા માટેની સ્વત્રંત્રતા પણ આપે છે. ઘરડે ઘડપણ શું શીખાય જેવા દરેક વિધાનને રદિયો આપતા જીવંત ઉદાહરણ પાસે શીખવાનું એ જ છે કે તમે ક્યાં સુધી બીજાના હાથમાં તમારા જીવનની ગાડી સોંપી દેશો? meghanajoshi74@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો