વુમન ઇન ન્યૂઝ:અર્થશાસ્ત્રની દુનિયામાં મૂળ ભારતનાં ગીતાએ વગાડ્યો ડંકો

મીતા શાહએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના પ્રથમ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ જ્યોફ્રી ઓકામોટોનું સ્થાન લેશે. ગીતા અત્યાર સુધી ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં ચીફ ઈકોનોમિસ્ટ તરીકે કામ કરતાં હતાં. આ પરિવર્તન પછી IMFના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટિલિના જ્યોર્જિવા પછીના સ્થાને હવે ગીતા ગોપીનાથ છે. ગીતા 2018માં IMFના ચીફ ઇકોનોમિસ્ટ બન્યાં હતાં. Â ગીતાનું ભારતીય કનેક્શન ગીતા ગોપીનાથનો જન્મ 8 ડિસેમ્બર, 1991ના દિવસે કોલકાતામાં એક મલયાલી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ટી. વી. ગોપીનાથ અને માતાનું નામ વી. સી. વિજયાલક્ષ્મી છે. તેમની એક મોટી બહેન પણ છે. ગીતાએ બાળપણમાં મૈસુરની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં પ્રારંભિક અભ્યાસ કર્યો છે. તેમણે 1992માં દિલ્હીની લેડી શ્રીરામ કોલેજ ફોર વુમનમાંથી બી. એ.ની ડિગ્રી મેળવી હતી અને પછી 1994માં દિલ્હી યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સ વિષયમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. આ પછી 1996માં તેમણે વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી ફરી વખત ઇકોનોમિક્સમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. આ પછી 2001માં ગીતાએ પ્રિસ્ટન યુનિવર્સિટીમાંથી પીએચ. ડી. કર્યું છે. અભ્યાસ પછી ગીતાએ શિકાગો યુનિવર્સિટીની બૂથ સ્કૂલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ શરૂ કર્યું હતું. તેઓ 2005માં હાર્વર્ડમાં પહોંચ્યા અને બાદમાં 2010માં આઇવી-લીગ ઇન્સ્ટિટ્યુટમાં પ્રોફેસર બન્યા હતા. Â પરિવારનો સાથ ગીતાનો જન્મ કોલકત્તામાં થયો હતો પરંતુ થોડા વર્ષો બાદ તેમનો પરિવાર મૈસૂર આવી ગયો હતો. ગીતાના પિતા ઈચ્છતા હતા કે તે એન્જિનિયરિંગ કરે કે મેડિકલનાં ફિલ્ડમાં જાય પરંતુ ગીતાએ ઇકોનોમિક્સનો માર્ગ પસંદ કર્યો હતો. 2001માં ગીતા ભારત પરત ફરવા ઈચ્છતી હતી પરંતુ તેમને મેન્ટર્સે તેમને સમજાવ્યા હતા અને ત્યારથી ગીતા અમેરિકામાં છે. ખાસ વાત તો એ છે કે ગીતા ગોપીનાથ બાળપણમાં ભણવામાં ખુબ સારા નહોતાં. તેમના પિતાએ એક મેગેઝિનને ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે સાતમાં ધોરણ સુધી ગીતાને અભ્યાસમાં 45 ટકા આવતા હતા પણ પછી એકાએક તેઓ 90 ટકા માર્ક લાવવાં લાગ્યાં. ગીતા આરામથી એન્જિનિયરિંગ કે મેડિસિનમાં જઈ શકતા હતાં પરંતુ તેમણે અર્થશાસ્ત્રી બનવાનું પસંદ કર્યું હતું. Â પ્રતિભાને સન્માન 2014માં ગીતા ગોપીનાથને અંડર 45 કેટેગરીમાં ટોપ 25 ઈકોનોમિસ્ટમાં નોમિનેટ કરવામાં આવ્યાં હતાં એટલું જ નહીં ગીતાને 2011માં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો અને તેમની ‘યંગ ગ્લોબલ લીડર’ તરીકે પણ પસંદગી કરવામાં આવી હતી. Â પર્સનલ લાઇફ ગીતાની તેના પતિ ઈકબાલ સિંહ ધાલીવાલ સાથેની પહેલી મુલાકાત દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં થઈ હતી બંને રોજ એક જ બસમાં કોલેજ જતા. ગીતા ગોપીનાથના પતિ ઇકબાલ સિંહ ધાલીવાલ મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના અર્થશાસ્ત્ર વિભાગમાં એક ખાસ પ્રોજેક્ટના વડા છે. તેમણે પોતાની કરિયરની શરૂઆત IAS તરીકે કરી હતી પછી પછી તેમણે આ નોકરી છોડી દીધી હતી. તેઓ UPSC સિવિલ સર્વિસીસ 1995 બેચના ટોપર હતા. ગીતા અને ઈકબાલને રોહિલ નામનો 18 વર્ષનો પુત્ર પણ છે

અન્ય સમાચારો પણ છે...