ખેવના અને રસિલનાં અરેન્જ મેરેજ હતા. બંનેના પરિવારની ઇચ્છા અને એકબીજાની પસંદથી બંને લગ્નબંધનમાં બંધાયા. રસિલ લગ્ન બાદ થોડા સમય પછી અમેરિકા જવાનો હતો તેથી તેને ખેવના સાથે બને તેટલો સમય વધારે વિતાવવાની ઇચ્છા હતી. થોડા સમય બાદ તે ખેવનાને પણ લઇ જવાનો હતો પણ લગ્નના શરૂઆતના સમયમાં બંને એકબીજાને વધારે નજીકથી ઓળખે અને શારીરિક-માનસિક રીતે બંને એકબીજાની નજીક આવે તેવું તે ઇચ્છતો હતો. બીજી તરફ ખેવના થોડી શરમાળ અને ચૂપ રહેનારી હતી. રસિલને તેનો આ જ સ્વભાવ વધારે પસંદ પડ્યો હતો. લગ્નની પ્રથમ રાત્રિએ રસિલ તેની નજીક ગયો તો તે પોતાને સંકોચીને બેસી ગઇ. રસિલને સમજાયું કે ખેવનાને પહેલા મનથી જીતવી જરૂરી છે. તેણે તેની સાથે વાતચીત શરૂ કરી. ધીમે ધીમે તેનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો. ખેવના થોડી નોર્મલ થવા લાગી હતી. રસિલે તેના ચહેરા, સ્માઇલ, આંખો, વાળ વગેરેના વખાણ કરવાની શરૂઆત કરી અને તેને પોતાના બાહુપાશમાં લઇને તેના વાળ પંપાળવા લાગ્યો. ધીમે ધીમે ખેવનાને પણ રસિલની તરફ ખેંચાણનો અનુભવ થવા લાગ્યો. રસિલે હળવેથી તેનાં અંગો પરથી વસ્ત્રો દૂર કરવાની શરૂઆત કરી. સંકોચ હોવા છતાં ખેવના તેને રોકી શકતી નહોતી પણ મનથી તે કંઇક ડર અનુભવવા લાગી. રસિલ પણ હવે બેકાબૂ બની રહ્યો હતો પણ તે ખેવનાને વધારે ડર ન લાગે તે રીતે તેની નજીક જઇ રહ્યો હતો. તેણે ખેવનાના હોઠ પર ગાઢ ચુંબનની શરૂઆત કરી. સાથે તેના હાથ ખેવનાના શરીરનાં અંગો પર ફરવા લાગ્યા. ખેવના પણ ઉત્તેજિત થઇ રહી હતી તેનો અનુભવ રસિલને થયો. રસિલની ઉત્તેજના વધી રહી હતી એટલે તે સમાગમની તૈયારીમાં હતો કે ખેવનાએ પોતાના શરીરને જાણે બરફની પાટ જેવું બનાવી દીધું. તેના પગ સીધા અને સખત થઇ ગયા. રસિલ તેની આ સ્થિતી જોઇને થોડો ડઘાઇ ગયો અને પોતાને સ્વસ્થ કરીને તેને સાચવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તે ખેવનાથી દૂર થયો અને તેને કપડાં પહેરી લેવા જણાવ્યું. ખેવના પણ પોતાને સંભાળીને બેઠી થઇ. રસિલે તે રાત્રે તેની સાથે ખૂબ પ્રેમાળ વર્તન કર્યું અને તે સમજી ગયો કે ખેવનાને શારીરિક સંબંધ બાંધવામાં સમય લાગશે. તેથી તેની સાથે વાત કરીને તેના ડરનું કારણ જાણ્યું. ધીમે ધીમે સમય જતા બંનેનું જીવન નોર્મલ થયું. વાત કરવાથી ખેવનાના મનનું સમાધાન થઇ ગયું. આવું અનેક કપલ્સ સાથે થતું હોય છે. આ માનસિક કે શારીરિક તકલીફ નથી પણ તેને વજાઇનસ્મસ (Vaginismus) કહેવામાં આવે છે. તેમાં સ્ત્રીની કામેચ્છા જોવા મળે જ છે. તેના પ્રાઇવેટ ભાગમાં ભીનાશ અને સમાગમની ઉત્તેજના પણ થાય છે અને ચરમસીમાનો અનુભવ પણ નોર્મલ જ રહે છે. આ થવાનું મુખ્ય કારણ એ છે કે જ્યારે સમાગમ વખતે પ્રયત્ન કરવાનો કે તેની સંભાવનાનો અહેસાસ થાય છે, ત્યારે પ્રાઇવેટ પાર્ટના બહારનો એક તૃતીયાંશ ભાગ સંકોચાઇ જાય છે. જેના લીધે પુરુષના પ્રાઇવેટ ભાગનો પ્રવેશ થઇ શકતો નથી. આનું કારણ ડર હોય છે અથવા તો કોઇની પાસે સાંભળેલી લગ્નની પહેલી રાત વિશેની ડરાવી દેનારી વાતો હોઇ શકે છે. આ વાતોની અસર થવાથી સમાગમની શરૂઆત થતી વેળાએ તે સંપૂર્ણપણે મન પર છવાઇ જાય છે અને બંને પગ આપોઆપ જોડાઇ જતા હોય છે. જેના કારણે સમાગમની ક્રિયા થતી નથી. કોઇપણ યુવતીએ આવી સાંભળેલી વાતોનો ડર મનમાંથી કાઢી નાખવો જોઇએ. આ સમસ્યાને કોઇપણ દવા કે સર્જરીથી દૂર કરી શકાતી નથી. તેની સારવાર સપોર્ટિવ સાઇકોથેરેપી છે. સ્ત્રીએ પણ એક વાત ખાસ જાણવી જોઇએ કે તેમનો પ્રાઇવેટ પાર્ટ ખૂબ લચીલું અંગ હોય છે. જ્યારે બાળકનો જન્મ થવાનો હોય છે, ત્યારે તે આપોઆપ બાળકના શરીરના આકાર જેટલું ફેલાઇ જતું હોય છે. કહેવાનો અર્થ એ છે કે તેમનો પ્રાઇવેટ પાર્ટ તેની જરૂરિયાત મુજબ નાનો-મોટો થવાની ક્ષમતા ધરાવે છે. તેથી મનમાં કોઇપણ પ્રકારનો ડર સમાગમને લઇને રાખવો ન જોઇએ. પોતાના પાર્ટનરને તમે તમારા મનની વાતને સમજાવી શકો છો. નોંધ – લગ્નની પહેલી રાત્રિનો સમય દરેક સ્ત્રી માટે ખૂબ મહત્ત્વનો હોય છે અને સાથે જ ડર પણ હોય છે. તેવા સમયે જે વાતનો ડર હોય તે વાતની ચર્ચા પોતાના જીવનસાથી સાથે કરવી ખૂબ જરૂરી છે. જો શરમ સંકોચ રાખશો તો જીવનની શરૂઆતની પ્રથમ રાત્રિએ બંને દૂર પણ થઇ શકો છો. તેથી વિના સંકોચે તમારી મુશ્કેલી તમારા સાથી સાથે ચર્ચા કરીને નવા જીવનની શરૂઆતનો આનંદ માણો. medha.pandya@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.