તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેટિંગ ડાયરી:વરસાદમાં થયા પ્રેમથી તરબોળ

11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભીંજાયેલો ડ્રેસ અંગનાના દેહના વળાંકને સ્પષ્ટ દર્શાવી રહ્યો હતો ત્યારે આશિષ લાગણી પર કાબૂ ન રાખી શક્યો

કંગના કોલેજ પૂરી કરી જોબ કરવા લાગી હતી. એની વય હજી અઠ્ઠાવીસની આસપાસની હતી, પણ ઘરની પરિસ્થિતિ એવી હતી કે વધુ અભ્યાસ કરવાને બદલે જોબ કરી પિતાને આર્થિક રીતે મદદરૂપ થવું અંગનાને વધારે હિતાવહ લાગ્યું હતું. પિતાને કઇ રીતે મદદરૂપ થવાય એ અંગના સારી રીતે સમજતી હતી. એણે જોબ સ્વીકારી લીધી. અંગનાને પહેલી નજરે જોનાર એનાં પર ઓળઘોળ થયાં વિના ન રહે એવું રૂપ ઇશ્વરે એને આપ્યું હતું. અંગનાની ઓફિસના સ્ટાફની યુવતીઓ એની સુંદરતાની ઇર્ષા કરતી, જ્યારે સ્ટાફના યુવાનો એની એક નજર પોતાના પર પડે તો ધન્ય થઇ ગયાનું અનુભવતા. અંગનાની ઓફિસમાં એક યુવાન હતો, આશિષ. એ જેટલો સ્માર્ટ એટલો જ હેન્ડસમ. કામમાં પણ એટલો હોશિયાર. અંગનાને બોસ ઘણી વાર કોઇ પ્રોજેક્ટ સોંપે ત્યારે બંને સાથે મળીને એ પૂરો કરે એવો આગ્રહ રાખતા. સાથે કામ અને પ્રોજેક્ટ પૂરા કરવામાં ક્યારે બંને વચ્ચે મૈત્રી બંધાઇ અને તે પ્રેમમાં પરિણમી, તેનો બંનેને ખ્યાલ જ ન રહ્યો. એક દિવસ ઓફિસેથી બંને નીકળ્યા ત્યારે આકાશ કાળા વાદળોથી ગોરંભાયેલું હતું અને ગમે ત્યારે ધોધમાર વરસાદ તૂટી પડશે એમ લાગતું હતું. આશિષે અંગનાને પોતાની બાઇક પર ઘરે મૂકી જવાની ઓફર કરી. અંગનાને પણ વાતાવરણ જોતાં આશિષની ઓફર સ્વીકારી લેવાનું યોગ્ય લાગ્યું. બંને હજી તો થોડે જ દૂર ગયાં હશે ને ધોધમાર વરસાદ તૂટી પડ્યો. રસ્તાની એક સાઇડે આવેલ બંગલાના પોર્ચમાં બાઇક ઊભી રાખીને આશિષ અને અંગનાએ થોડી વાર માટે ત્યાં આશ્રય લીધો. ભીંજાયેલો ડ્રેસ અંગનાનાં અંગેઅંગના ​વળાંકને સ્પષ્ટ દર્શાવી રહ્યો હતો. આશિષે તેના પરથી નજર ફેરવી લઇને કહ્યું, ‘અંગના, તમને ખરાબ ન લાગે તો મારે એક વાત કહેવી છે.’ અંગનાએ જવાબમાં કહ્યું, ‘મારી તો હા છે, તમે તમારી વાત કહો.’ આ સાંભળી આશિષે અંગના સામે જોયું, તો એની આંખોમાં તોફાની સ્મિતની ચમક હતી. આશિષથી ન રહેવાયું અને એણે અંગનાને પોતાના આલિંગનમાં એવી જકડી લીધી કે આજીવન ન છૂટે. મૂશળધાર વરસી રહેલા વરસાદે એ દિવસે બે હૈયાંને એક કરી દીધાં અને આજેય જ્યારે આવો વરસાદ વરસતો હોય ત્યારે બંને એ દિવસને યાદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો