તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળવાશ:કોરોનાકાળનો લાભ ના લે એ તો મૂરખ જ કહેવાય!

જિગીષા ત્રિવેદી19 દિવસ પહેલા
 • કૉપી લિંક

આમ જોવા જઈએ ને, તો મારા નણંદે તો ભૂલ જ કરી કહેવાય.’ કલાકાકી મોટો નિસાસો નાખીને બોલ્યા. ‘તે પણ તમારે સમજાવા જોવે ને! ગયેલો સમય કદી પાછો આવતો નથી.’ હંસામાસીએ કલાકાકીને ઠપકો આપ્યો એટલે કલાકાકીએ સ્વ-બચાવ કરતાં દલીલ કરી, ‘અમે તો કેટલીય વાર કીધું પણ માને તો ને! આવી તક વારંવાર નથી મળતી!’ ‘અને હું તો કહું છું. સગાઈ થઇ ગઈ’તી પછી આટલી રાહ જોવાની જ નહોતી.’ સવિતાકાકી બોલ્યા એ પરથી મને એવું સમજાયું કે કદાચ સગાઈ તૂટી ગઇ હશે. એ અંતર્ગત આ ચર્ચા ચાલી રહી છે કદાચ. ‘એક વાર બધું થાળે પડી જાય, પછી કોઈ અરથ નથી. આવા ટાણે તો તકનો લાભ લેતા આવડે ને, એ જ ખરેખર હોંશિયાર કહેવાય.’ કંકુકાકી તકનો લાભ બોલ્યા એટલે વળી હું મૂંઝાઈ. ‘નસીબ એમનાં. બીજું શું? આવો સરસ મજાનો કોરોનાકાળ આયો અને એનો લાભ ના લે એ તો મૂરખ જ કહેવાય. લોકડાઉન આયા ભેગું છોકરીને પરણાવી જ દેવી જોઈતી’તી. હવે તો ખાસ્સો લોસ બી જશે.’ હંસામાસી આટલું બોલ્યાં અને મારી બધી જ મૂંઝવણ એક સેકંડમાં દૂર થઇ ગઇ.‘અરે, આ ટેલિફોનિક બેસણું રાખ્યું જ ને બધાએ. એમાંથી પ્રેરણા લેવી જોઈતી’તી ખરેખર તો.’ કલાકાકીએ એમની સમજણ બાબતે શંકા કરી અને પ્રેરણાદાયક ઉદાહરણ પણ જણાવ્યું. ‘આખું વરહ વણજોયું મુરત હતું. આ કોરોનાકાળનાં લાભાર્થી વર-કન્યાની તો વેલ્યૂ જ વધી ગઇ. એનાં લગન કરી નાખ્યા હોત, તો કાયમની યાદગીરી રહી જાત. અરે, ગમ્મે ત્યારે માથું ઊંચું કરીને કહી હકત કે મારા લગન તો કોરોનાકાળમાં થયેલાં.’ હંસામાસીએ ફરી એક વાર એમની (જાડી) બુદ્ધિનું પ્રદર્શન કર્યું. ‘બીજું બધું તો ઠીક, પણ હવે થયું શું ખબર છે? ઘેર બેહીને નકરું ખાધા જ કર્યુ. તે અમારી ચંદ્રિકા જાડી થઇ ગઇ. તે હવે એકેય કપડાં થઇ નઇ રહે.’ કલાકાકીએ આડ અસર જણાવી. ‘તે એ તો થવાની જ હતી. એમાં એનો બાપડીનો વાંક જ નથી. એનું નામ જ એ લોકોએ આટલું લાંબુ રાખ્યું છે, તો આ તો થવાનું જ હતું.’ હંસામાસીએ ચંદ્રિકાની આવી દયા ખાધી એટલે રેખાબહેન કહે, ‘લે બોલ. આ તમે નવું લાયા. નામને ને આને કોઈ લેવા-દેવા જ નહી.’ ‘હવે તમે મને ના શીખવાડશો. બે-ત્રણ આંકડા કરતાં પાંચ-છ આંકડા હોય તો ખાનું મોટું કરવું પડે કે નઇ?’ હંસાબહેને નામનું ગણિત જણાવતાં વડચકું ભર્યું. ‘પણ તમારું નામ તો હંસા છે, તો ય તમે થોડા હેલ્ધી જ છો ને.’ મેં સહેજ બીતા બીતા અપવાદ જણાવ્યો, ત્યાં તો હંસામાસી મારા તરફ વાંકા વળીને લાંબા હાથ કરીને તૂટી જ પડ્યાં. ‘અમારો તો જમાનો જ જુદો હતો. મારું નામ તો મારી ફોઈએ રાખેલું અને પહેલાં તો હું પાતળી જ હતી. આ તો સાસરે આઈને આ લોકોએ હંસાગૌરી...હંસાગૌરી...કર્યે રાખ્યું એમાં શરીર વધી ગ્યું. ચંદ્રિકાને તો પાછું બબ્બે જોડાક્ષરો. પછી આવું જ થાય ને!બિચારી કોકને વાંકે દંડાઈ ગઇ! પરભાવના પાપ. બીજું શું!’ ‘અને બીજી વાત કહું. એકલા નામ ઉપર નઇ પણ ગળુતી કોણ પાય છે? એના પર બી આધાર હોય છે.’ સવિતાકાકીએ હંસામાસીને સપોર્ટ આપ્યો. ‘અરે, નામ જે પાડે છે, એનું શરીર કેવું છે, એના પર પણ થોડો ઘણો આધાર છે. જાડું-પાતળું બનવું, એ માત્ર નામ આધારિત નથી. બીજા ઘણાં પરિબળો અસર કરે છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો