તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંબંધનાં ફૂલ:દૃષ્ટિ છે તો અનેક દૃષ્ટિકોણ પણ છે...

રચના સમંદર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક ગાઢ વૃક્ષ છે. એના પર અસંખ્ય ફૂલ છે અને એની ડાળીઓ જમીન સુધી ફેલાયેલી છે. આ ઘટાટોપ ઝાડને દૂરથી જોઇએ તો એવું લાગે છે એણે લીલી ચાદર ઓઢી છે. આ ઝાડ નીચે પીળાં પડી ગયેલાં પાન અને ‌ફૂલ વિખરાયેલાં છે. આ ઝાડ નીચે ફૂલની ચાદર હોય એમ લાગે છે. કુદરતની સુંદરતાને જોવાનો આ દૃષ્ટિકોણ છે કોઇને આ સુંદરતાને જોઇને કવિતાઓ લખવાનું મન થાય છે તો કોઇને એમ લાગે છે કે ઝાડ નીચે પીળાં પાન અને સૂકાયેલાં ફૂલના કચરાનો ઢગલો ફેલાયેલો છે. આ બંને અલગ અલગ દૃષ્ટિકોણ છે અને આ બંને દૃષ્ટિકોણ એ ધરાવતી વ્યક્તિઓ માટે તેમની આગવી હકીકત છે. કોઇને આ પરિસ્થિતિ પસંદ નથી પડતી તો કોઇને આ કુદરતી સુંદરતાનું પ્રમાણ લાગે છે. જોકે સંવેદનશીલ વ્યક્તિ ફૂલોની ચાદરને જોઇને પોતાની કલ્પનાથી કૃતિની રચના કરે છે. આ સ્થિતિ ગમે કે ન ગમે પણ હકીકત એ છે કે પાન કે ફૂલની ચાદર જમીન પર પથરાય એ પ્રકૃતિનો આનંદ છે અને જિંદગીનું પ્રમાણ છે. આવું જ જિંદગીના સંજોગો સાથે છે. દરેક સંજોગ કે પરિસ્થિતિને જોવાના અલગ અલગ દૃષ્ટિકોણ હોય છે પણ હકારાત્મક દૃષ્ટિકોણ રાખવાથી હંમેશાં ફાયદો થાય છે. કોઇનું નુકસાન કરવાના કે પછી કોઈને હાનિ પહોંચાડવાના વિચારોને બાજુ પર રાખવામાં આવે તો નવો દૃષ્ટિકોણ અને નવી વિચારધારા નજર સામે આવે છે. હકારાત્મક દૃષ્ટિકોણને નજર સામે રાખવાથી નવા રસ્તાઓ ખુલી શકે છે. નકારાત્મક દૃષ્ટિકોણને નકારીને મેળાપની સંભાવનાને વધારે મજબૂત બનાવી શકાય છે. નિયતિનો સ્વીકાર કરવાનો અભિગમ ધરાવતી વ્યક્તિ દરેક જીવનની દરેક ઘટના માટે કુદરતને જવાબદાર માને છે. જોકે કેટલીક વ્યક્તિ ગમે તે સંજોગોમાં પોતાનો પ્રયાસ નથી છોડતી કારણ કે તેઓ માને છે કે પ્રયાસ કરવો પણ નિયતિનો જ ઘટનાક્રમ છે. જે લોકો એમ માને છે કે પ્રયાસ અને મહેનત કરવાની દાનત જ નિયતિ છે એ પણ સાચા છે અને જે દરેક ઘટના માટે કુદરતાને જવાબદાર માને છે એ પણ સાચા છે...માત્ર બંનેનો દૃષ્ટિકોણ અલગ છે. આ વાત દર્શાવે છે કે દરેક જીવનનું પોતીકું સત્ય છે અને એ જ જીવનની ખૂબસૂરતી છે.

અન્ય સમાચારો પણ છે...