હળવાશ:‘સારી કંપનીની ખાંડ હોય અને મેચ્યોર કીડી હોય તો એ આવે...આવે ને આવે જ!’

18 દિવસ પહેલાલેખક: જિગીષા ત્રિવેદી
  • કૉપી લિંક

કહીએ...પણ બધ્ધી વસ્તુ માપમાં જ સારી લાગે...સુ!’ સવિતાકાકીએ સ્ટેટમેન્ટ આપ્યું...એટલે કંકુકાકી ય સહમત થતાં બોલ્યા, ‘હાસ્તો વળી...વધારે પડતું બધુ ય નકામું...’ ‘એ જ તો...પછી એ કસ્સુ બી કેમ ના હોય...પૈસો હોય કે પછી પ્રેમ કે પછી ગુસ્સો.’ કલાકાકીએ ઉદાહરણ સાથે જણાવ્યું... ‘અરે, વધારે પડતી તો બુદ્ધિ ય નક્કામી...એં, બધા ગાંડા ગાંડા કહે આપડાને...’ હંસામાસી ય બોલ્યા એટલે સવિતાકાકીએ થોડા ઊંચા અવાજે એમને ટોક્યા, ‘તમે બધાંય સું ફિલોસોફીએ ચડી ગયા...હું કીડીઓની વાત કરું છું...કેટલી બધી કીડીઓ ભઈસાબ...ખબર નઇ કેમ યાર પણ હમણાંની આટલી બધી કીડીઓ કેમ થાય છે?’ ‘તમારે થતી હસે...અમારે તો એટલું ચોખ્ખું હોય પ્લેટફોર્મ કે કીડીઓને કસુ મલે જ નઇ, એટલે ભેગી જ ના થાય...’ હંસામાસીએ તરત એમનો જ વાંક કાઢ્યો...અને સાથે સાથે એમની ચોખ્ખાઈ ઉપર પણ આકરો પ્રહાર કર્યો. ‘કીડીઓને એવું ચોખ્ખું ગંદુ ખબર ના પડે...એ કંઇ માખી મચ્છર નથી...એ તો ગળ્યું જોઈને જ આવે.’ કલાકાકીએ કીડીની સમજણ સ્પષ્ટ કરી અને હંસામાસીની વાતને વખોડી નાખી. ‘હાચી વાત...ગોળ કે ખાંડ હોય, ક્યાં તો પછી ગળપણવાળું કસુ ઢોળાયું હોય, તો એને સુગંધ આવે તરત...અને ઝુંડના ઝુંડ આવે...’ કંકુકાકીએ ય કીડીના સ્વભાવ વિશે પરિચય આપ્યો. ‘ના ભઇ ના હવે...એવું કંઇ ના હોય...મેં હમણાં જ એક દિવસ એક ખાંડ મૂકી પ્લેટફોર્મ પર...એનાથી એક જ ઇંચ દૂર હતી એક કીડી...એને જોયું ય ખરું એ બાજુ, પણ તો ય એરઈએ એની ફ્રેંડો હતી ત્યાં જ ગઈ...ખાંડ બાજુ તો પાછું વળીને જોયું બી નઇ...અને એ કે એની ફ્રેંડો, કોઈ ફરક્યું ય નઇ મારી ખાંડ બાજુ.’ લીનાબહેને કીડીની પોતે કરેલી કસોટી વિશે વિગતે જણાવ્યું. ‘તે પણ તમારી કીડી કાં તો નાની ઉમરની હસે, ક્યાં તો પછી એનામાં બુદ્ધિ ઓછી...બાકી સારી કંપનીની ખાંડ હોય અને મેચ્યોર કીડી હોય, તો આવે...આવે ને આવે જ.’ કંકુકાકીએ કીડી ઉપર ખાસ્સું રીસર્ચ કર્યું હશે એવું લાગ્યું. ‘ખાંડ તો ખાંડ જ હોય ને યાર...એમાં સુ કંપની? અને કીડીને કંપની જોડે કસુ લેવાદેવા ના હોય.’ લીનાબહેનને લાગી આવ્યું એટલે એમણે વિરોધ કર્યો. ‘ના ના ના ના...તમે ભૂલો છો...દેખાવમાં તો ખાંડ જ હોય, પણ ઓછી ગળી હોય...એટલે એની સુગંધ એ લોકાને આવે જ નઇ...હવે જો, સુગંધ જ ના આવે, તો બિચારી આવે કેવી રીતે? એને કંઇ આંખ ના હોય...અને કાન બી ના હોય...તમે ખાંડ મૂકીને ‘આય...આય...આય...આય...’ કરો, તો ય ના જ આવે...એ તો એને સુગંધ આવે તો જ આવે.’ કલાકાકી તો સો ટકા ગયા જનમે કીડી જ હશે...બાકી આટલી બધી ખબર તો ના જ હોય... ‘અલા...એવું ના હોય...કીડીઓને ને ગળપણ ને કસુ લેવાદેવા ના હોય...એ તો મમરા ખાખરાના કણ પડ્યા હોય, તો બી આવે.’ લીનાબને આ લોકોની કીડી વિશેની ગેરસમજણ દૂર કરવા થાય એટલા પ્રયત્નો કર્યા...પણ કંકુકાકી જેનું નામ. માનવા દેતા હશે? તરત ટહુક્યા, ‘ના હોં...તમે આવી રીતે કીડીને એસી વેસી ના ગણો...મમરા ખાખરા જોડે આવતી હશે, પણ એમાં બી સારી કંપનીની ખાંડ કે ગોળ નાખ્યા હોય તો જ...હા, સુગર ફ્રી વિસે બહુ આઇડિયા નથી મને...પણ એક વાત યાદ રાખો તમે કે કીડી નામનું જંતુ ગળપણ સિવાય ક્યાંય ના જાય...અને એ પણ સુગંધીદાર ગળપણવાળું જ.’ કીડીની પ્રકૃતિ રગેરગ જાણે આ લોકો. ‘તો તો પછી સારી કંપની એને જ કહેવાય, જે ઓછા ગળપણ વાળી ખાંડ વેચે...કમસે કમ કીડીઓ તો ના આવે. સુગંધ કે ગળપણ ઓછું હોય એ પોહાય, પણ વગર નોતરે કીડીઓ તો ના જ પોહાય....સુ કહો છો...!’ એમ કહીને લીનાબહેને પ્રતિભાવ ઉઘરાવવા પ્રયત્ન કર્યો. ‘જો કે...તમારી વાત વિચારવા જેવી તો ખરી જ હોં...!’ લીનાબહેનની વાત સાથે સવિતાકાકી વિચારવા જેટલું તો સહમત થયા. જ. પણ હંસામાસીએ તો ફીંડલું જ વાળી દીધું... ‘આપડે કંઇ એવી ગળપણની સુગંધો માટે નઇ કમાતા...નક્કી કરો કે ઘરમાં હારી કંપનીની ખાંડ લાબ્બાની જ નઇ...પૈસા આલીને કીડીઓને કંકોતરી સુ લેવા આલવાની?’

અન્ય સમાચારો પણ છે...