સાવધાની:ફોન ખોવાઇ જાય તો…!

શોભા કટારે5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોબાઇલ ખોવાઇ જવો… આ વિચાર જ ડરામણાં સપનાં જેવો છે. જોકે મોબાઇલ ખોવાઇ જાય તો આ ઉપાયો દ્વારા તે શોધી શકાય છે

આપણા મોબાઇલમાં અનેક મહત્ત્વની અને અંગત માહિતી હોય છે, પણ જો તે ખોવાઇ જાય, તો પર્સનલ ડેટા, બેન્કિંગ એપ્સ અને સોશિયલ મીડિયાનો દુરુપયોગ થવાની શક્યતા પણ અનેકગણી વધી જાય છે. આ પરિસ્થિતિમાં સામાન્ય રીતે લોકો સૌપ્રથમ સિમ બંધ કરાવડાવી દે છે, પણ આટલું કરવું તે જ પૂરતું નથી, મોબાઇલમાં તમારી અંગત ઇન્ફર્મેશન હજી પણ રહેલી છે, જેનો દુરુપયોગ થઇ શકે છે. આથી આવી પરિસ્થિતિથી બચવા માટે શું કરી શકો તે અંગે કેટલાક સૂચનો આપ્યાં છે. એફઆઇઆર નોંધાવો ફોન ચોરાઇ જાય કે પડી જાય ત્યારે સૌપ્રથમ એફઆઇઆર નોંધાવે. તે તમે ઓનલાઇન મોડથી પણ નોંધાવી શકો છે, જેથી ચોરાઇ ગયેલા સ્માર્ટ ફોનનો એફઆઇઆર નંબર જનરેટ થશે. એફઆઇઆર નોંધાવ્યા પછી કાયદેસર રીતે ફોનથી થતાં ખોટાં અને ગેરકાયદેસર કામ માટે તમે જવાબદાર નહીં ગણાવ. મોબાઇલ ખોવાઇ જવાની ફરિયાદ નજીકના પોલીસ સ્ટેશનમાં પણ નોંધાવી શકો છો. ડાયલ કરો અથવા એસએમએસ સરકારે હેલ્પલાઇન નંબર 14422 જાહેર કર્યો છે. આ નંબર પર ફરિયાદ નોંધાવી શકાય છે. સરકારની ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનની વેબસાઇટ સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR – www.ceir.gov.in)ની મદદથી ચોરી થનારા ફોનને બ્લોક અને અનબ્લોક કરાવી શકો છો. સીઇઆઇઆરમાં દેશના દરેક નાગરિકના મોબાઇલનું મોડલ, સિમ નંબર અને આઇએમઇઆઇ (IMEI) નંબર હોય છે. તેનાથી સીઇઆઇઆર ચોરાયેલ મોબાઇલને સરળતાથી શોધી શકે છે. એકાઉન્ટનો પાસવર્ડ બદલો બીજા મોબાઇલ અથવા કમ્પ્યૂટરની મદદથી તમારું બેન્ક એકાઉન્ટ, બેન્કિંગ એપ્સ, ડિજિટલ વોલેટ વગેરેના પાસવર્ડ તાત્કાલિક બદલી નાખો. ઓટીપીને કારણે કંઇ તકલીફ પડતી હોય તો બેન્ક, કંપની વગેરેને એકાઉન્ટ ફ્રીજ કરી દેવા જણાવો. સોશિયલ મીડિયા, ઇમેલ એકાઉન્ટના પાસવર્ડ બદલી નાખો જેથી દુરુપયોગ ન થાય.

 સ્ક્રીન લોક કરવા માટે ફિંગર અથવા ફેસ રેકગ્નિશનનો ઉપયોગ કરો જેથી તમારો ફોન અનલોક ન થઇ શકે.  સમયાંતરે ફોનનો બેકઅપ લેતા રહો તેથી કોઇ દુર્ઘટનામાં ડેટા જળવાઇ રહે.  જો ફોન ચોરાઈ ગયો હોય અને સામેવાળી વ્યક્તિ તમારો ફોન રીસિવ ન કરતી હોય અને ફોન સ્વિચ-ઓફ કરી દીધો હોય તો તરત જ પોલીસને જાણ કરો.

ફાઇન્ડ માય ડિવાઇસ એક્ટિવ રાખો મોબાઇલમાં ‘ફાઇન્ડ માય ડિવાઇસ’ ઓપ્શન એક્ટિવ રાખો. આ ફીચર મોબાઇલને રિમોટ એક્સેસ આપે છે જેથી તમે ફોનનો ડેટા દૂરથી પણ ડીલિટ કરી શકો અને ડિજિટલ વોલેટ સંબંધિત એપ્સને પણ ડીલિટ કરી શકો. એનાથી ખોવાયેલો મોબાઇલ સરળતાથી શોધી પણ શકાય છે. આ ફીચર તમામ સ્માર્ટફોનમાં હોય છે, પણ જો ન હોય તો ‘ફાઇન્ડ માય ડિવાઇસ’ એપ ડાઉનલોડ પણ કરી શકો છો. આ એપમાં ઇ-મેઇલથી લોગ-ઇન કરવાનું હોય છે. બીજા કોઇ ફોન અથવા કમ્પ્યૂટરથી Android.com/find પર જાવ અને તમારા ઇ-મેઇલ આઇડીથી લોગ-ઇન (જે મોબાઇલમાં પણ લોગ-ઇન છે) કરો. મેપ તમને મોબાઇલનું લોકેશન બતાવશે. આના કારણે તમે તમારો ખોવાયેલા કે ફોનની જગ્યા સહેલાઇથી જાણી શકો છો.

અન્ય સમાચારો પણ છે...