તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેક્સ સેન્સ:મુજે કુછ કહેના હૈ, મુજે ભી કુછ કહેના હૈ...

મેધા પંડ્યા ભટ્ટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સહવાસ દરમિયાન મોટાભાગના પુરુષો ઇચ્છતા હોય છે કે પાર્ટનર તેમને પ્રેમાળ સંવાદો દ્વારા વધારે ઉત્તેજીત કરે

પ્રેમના મામલામાં પહેલે તુમ, પહેલે તુમ કરવામાં અને કોણ પહેલાં કહેશે તેની આશા રાખવામાં ઘણીવાર વાત કહેવાતી જ નથી અને ઇચ્છીએ એ પ્રકારે મહત્ત્વની ઘટનાઓ બનતી જ નથી. બે વ્યક્તિના મનમાં એકબીજા માટે જે આકર્ષણ હોય છે, તેની રજૂઆત થતી જ નથી. સામેવાળી વ્યક્તિ બોલે એની ઘણીવાર મૌન જીતી જતું હોય છે અને સંબંધ હારી જતો હોય છે. મૌન સંબંધમાં ઘણું મહત્ત્વનું કામ કરે છે પણ ઘણી જગ્યાએ મૌન સંબંધની નિષ્ફળતાનું કારણ પણ બનતું હોય છે. એમાં પણ જો તમે સમાગમ દરમિયાન મૌન ધારણ કરી લો તો તે કદાચ ક્યારેક તમારો સંબંધ તૂટવા માટે કારણભૂત બની શકે છે. સંબંધમાં જો સંવાદ ન હોય તો તે ફક્ત વાતચીત જ અસરકારક સાબિત થતી નથી. સહવાસ દરમિયાન પણ જો મૌન ધારણ કરી લેવામાં આવે તો સંબંધમાં તકલીફ ઊભી થઇ શકે છે. ઘણા પુરુષોની ફરીયાદો હોય છે કે તેમની પાર્ટનર શાંત બનીને શારીરિક ક્રિયાનો આનંદ લેતી રહે છે અને સામે શાબ્દિક પ્રતિક્રિયા જોવા મળતી નથી. સહવાસ દરમિયાન મોટાભાગના પુરુષો ઇચ્છતા હોય છે કે પાર્ટનર તેમને પ્રેમાળ અને ઉત્તેજીત સંવાદો દ્વારા વધારે ઉત્તેજીત કરે. તેનાથી તેમને સહવાસમાં વધારે આનંદ આવતો હોય છે. સામે પુરુષો પણ પાર્ટનરનાં શરીરના અને તેમનાં અંગોના વખાણ કરીને તેમને ઉત્સાહિત કરી શકે છે. બંને તરફ જો સેક્સી ટોક થતી રહે તો સમાગમનો આનંદ પણ લાંબો સમય સુધી માણી શકાય છે. સંવાદ ઘણીવાર ઉત્તેજનામાં વધારો કરવાનું કામ કરે છે. સહવાસ દરમિયાન સેક્સી ટોક કરવી હવે સામાન્ય થઇ ગયું છે, તેમ છતાં ઘણા લોકોને ચૂપચાપ ક્રિયા કરીને તેને પતાવી દેવાનું વધારે પસંદ હોય છે. આ પ્રકારનો સહવાસ એ આનંદ નથી આપતો પણ જરૂરિયાત પૂરતો હોય તેવું વધારે લાગે છે. જ્યારે પણ સમાગમની ક્રિયા થઇ રહી હોય ત્યારે સેક્સી ટોક કરવી પુરુષોને વધારે ગમે છે. તેઓને પણ સ્ત્રીઓની જેમ તેમની શારીરિક ક્રિયા અને તેમનાં પરર્ફોમન્સની વાતો અને તેમનાં અંગો વિશેની વાતો સાંભળવી ગમતી હોય છે. તે સમયે પાર્ટનરે તેમને કાનમાં કંઇક ને કંઇક કહેતાં રહેવું જોઇએ. પોતાની વાતો દ્વારા પુરુષનું ધ્યાન પોતાની તરફ ખેંચી રાખવું તે સ્ત્રીની આવડતની નિશાની ગણાય છે. સહવાસ દરમિયાન પણ સ્ત્રી પોતાની વાતો દ્વારા પુરુષનું ધ્યાન પોતાની તરફ ખેંચી શકે છે. તમે તમારા પાર્ટનરનાં પરર્ફોમન્સથી કેવો અનુભવ કરી રહ્યા છો અને તમને તેની કઇ હરકત વધારે ઉત્તેજીત કરી રહી છે તે કહી શકો છો. આ પ્રકારની વાતો તમારી સહવાસની ક્રિયાને વધારે મજબૂત બનાવશે અને આનાથી તમારા પાર્ટનરનું પરર્ફોમન્સ પણ વધારે સારું થશે. સાથે જ કહેવાય છે કે સંબંધ પણ આવા સંવાદોથી વધારે મજબૂત બનતો હોય છે. વ્યક્તિ જ્યારે તન અને મનથી એકબીજા સામે નિર્વસ્ત્ર થઇ જાય તે સંબંધ અને સમાગમ બંને આત્મીય બની જતા હોય છે અને તેમાં દરેક સમયે ચરમસુખનો આનંદ પ્રાપ્ત થવો સામાન્ય બની જતું હોય છે. કેટલાક સ્ત્રી-પુરુષોની આદત હોય છે કે સહવાસ દરમિયાન એકબીજાને ફરીયાદો કરતા રહેતા હોય છે. આવા સમયે આ પ્રકારની વાતો બંનેને શારીરિક રીતે એકબીજાથી દૂર કરે છે. આવા સમયે આવી વાતો સંબંધ તૂટવાનું પણ કારણ બની જતી હોય છે. તેથી સમાગમ દરમિયાનની ક્રિયામાં ક્યારેય કજીયો કે કંકાસ થાય તેવી વાતો કરવી નહીં. આ એક એવો સમય છે, જેમાં તમે બંને પાર્ટનર એકબીજાને પ્રેમાળ સંવાદોથી વધારે નજીક લાવી શકો છો. પ્રેમાળ સંવાદો હંમેશા વ્યક્તિનું મન અને તન બંને જીતી શકે છે. જે બહું સ્પષ્ટ છે. પુરુષોને હંમેશા સહવાસ દરમિયાન પોતાના પરર્ફોમન્સ અને પોતાના વર્તનને લઇને મનમાં ડર રહેતો હોય છે. આવા સમયે જો તેને તેની પાર્ટનર તરફથી સંતોષજનક અને ઉત્તેજનાસભર સંવાદોનો વરસાદ વરસતો મળી જાય તો તે પોતાની પાર્ટનરને પોતાના પ્રેમથી ભીંજવી દેવામાં જરાપણ કચાશ રાખતો નથી. જે રીતે દરેક સ્ત્રીને પોતાના શારીરિક બાંધાની અને સુંદરતાના વખાણ સાંભળવા ગમે છે, તેજ રીતે પુરુષોને પણ પોતાના શારીરિક બાંધાના અને સમાગમ દરમિયાન થતી તેમની દ્વારાની ક્રિયાના વખાણ સાંભળવા ગમે છે. કોણ પહેલા વાત કરે તો શરૂઆત કરું તેવું ન રાખીને પાર્ટનરની જે ક્રિયા ગમે તેના વિશે કહેવાની શરૂઆત કરી દેવી જોઇએ. બંનેને મનમાં જે હોય તે પ્રેમથી કહીને સમાગમનો ભરપૂર આનંદ માણવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...