જોબન છલકે:પતિનો પ્રેમ કે વિકૃતિ?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમિષા સમજી ગઇ કે આજે પોતાનું આવી બન્યું છે. આકાશ આજે પોતાના પર અત્યાચાર કર્યા વિના નહીં રહે. એણે પોતાને છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ આકાશની પકડમાંથી છૂટવાનું સહેલું નહોતું

અમિષા અને આકાશનાં લગ્નને એક વર્ષ થવા આવ્યું હતું. બંનેએ લવમેરેજ કર્યાં હતાં અને તે પણ તેમના પરિવારોની સંમતિથી. આકાશ કોલેજમાં હતો ત્યારથી જ અમિષાને ખૂબ પ્રેમ કરતો હતો અને એવું લાગતું હતું કે જો અમિષા એને નહીં મળે તો એ જીવી નહીં શકે. અમિષાને પણ આકાશ વિના અન્ય કોઇને પતિ રૂપે સ્વીકારવાનું માન્ય નહોતું. બંનેના પરિવારજનોએ જ્યારે શરૂઆતમાં થોડો વિરોધ કર્યો, ત્યારે તેમણે પોતપોતાના પરિવારને સ્પષ્ટ જણાવી દીધું હતું. પરિણામે આકાશ અને અમિષાનાં લગ્ન પરિવારજનોએ થોડી ઇચ્છા-થોડી અનિચ્છાએ પણ કરાવી આપ્યાં હતાં. લગ્ન પછી થોડો સમય તો સારી રીતે વીત્યો, પણ ધીમે ધીમે આકાશનું અસલી સ્વરૂપ સામે આવવા લાગ્યું. આકાશ સેડિસ્ટ વૃત્તિ ધરાવતો હતો. સાંજ થાય ત્યારથી અમિષા રાતની કલ્પના કરીને ધ્રૂજવા લાગતી. આકાશ સતત અમિષાને શારીરિક રીતે અનેક પ્રકારની તકલીફો આપતો અને પછી જ બંને વચ્ચે જાતીય સંબંધ બંધાતો અને તેમાંય અમિષાને તો આકાશ રીતસર બળાત્કાર આચરતો હોય એવું જ લાગતું. પોતાની ભૂષ સંતોષીને આકાશ તો પડખું ફેરવીને સૂઇ જતો, પણ અમિષાનું ઓશિકું રાતભર ગરમ અશ્રુથી ભીંજાતું રહેતું. એક રાત્રે તો હદ થઇ ગઇ. આકાશને સિગારેટ ફૂંકવાની આદત હતી જે અમિષાને બિલકુલ પસંદ નહોતી. અમિષાએ એને એકાદ-બે વાર એને પોતાને ન ગમતું હોવાની વાત કરી હતી, પણ આકાશે ધ્યાન ન આપ્યું. એ દિવસે આકાશ સાંજે ઓફિસેથી ​આવ્યો ત્યારથી જ સિગારેટ ફૂંકતો હતો. રાત્રે જમીને બંને બેડરૂમમાં ગયા ત્યારે પણ આકાશે તરત સિગારેટ સળગાવી. અમિષાએ આકાશને કહ્યું, ‘આકાશ પ્લીઝ મને આની ગંધ નથી ગમતી. તમે સિગારેટ ન ફૂંકો તો સારું.’ પણ આકાશ આજે કોણ જાણે કઇ ધૂનમાં હતો કે અમિષાની વાત સાંભળતાં જ એણે નજીક આવીને અમિષાના વાળ પકડ્યા. વાળ ખેંચાવાથી અમિષાની હળવી ચીસ નીકળી ગઇ. એ પોતાના વાળ છોડાવવાનો પ્રયત્ન કરવા લાગી. ત્યાં સુધીમાં તો આકાશે બીજા હાથથી એના તમામ વસ્ત્રો બદનથી અળગાં કરી નાખ્યા. અમિષા સમજી ગઇ કે આજે પોતાનું આવી બન્યું છે. આકાશ આજે પોતાના પર અત્યાચાર કર્યા વિના નહીં રહે. એણે પોતાને છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ આકાશની પકડમાંથી છૂટવાનું સહેલું નહોતું. આકાશે અમિષાને બેડ તરફ ધકેલી અને એને બેડ પર રીતસર ધક્કો માર્યો. આકાશનું આ વર્તન જોઇને અમિષા ડરી ગઇ. અમિષા બેડ પર પછડાઇ અને હજી એ કંઇ હલનચલન કરે તે પહેલાં જ આકાશે પોતાના હાથમાંની સિગારેટ અમિષાના ગુપ્તાંગ પાસે જાંઘ પર ચાંપી દીધી. અમિષાની ચીસ નીકળી ગઇ. એ આકાશને વિનવવા લાગી, ‘પ્લીઝ આકાશ, મારી ભૂલ થઇ ગઇ, મને માફ કરો…’ પણ એ વિનંતી કરવામાં ઘણી મોડી પડી હતી. આકાશે પોતાના સ્વભાવ મુજબ અમિષાના તન પર એવી એવી જગ્યાએ ડામ આપવાનું ચાલુ કરી દીધું હતું કે એ પીડાથી અર્ધબેભાન જેવી થઇ ગઇ હતી. એ જ સ્થિતિમાં આકાશે એને પોતાના આલિંગનમાં લીધી અને એના સ્તનમર્દન કરવાની સાથે સાથે સમાગમનું સુખ માણવા લાગ્યો. અમિષા સિગારેટના ડામની પીડા સહન કરવાની સાથે સાથે પોતાના શરીર સાથે થઇ રહેલા અત્યાચારને પણ સહન કરતી પડી રહી. આખરે આકાશ થાકીને એનાથી અળગો થયો, ત્યારે અમિષાની સ્થિતિ પડખું પણ ફેરવી શકે એવી નહોતી. અમિષા તનની સાથે સાથે જાણે મનથી પણ ઘાયલ થઇ ગઈ હતી. તેને પોતાનાં અસ્તિત્વથી અકળામણ થવા લાગી. તેને સવાલ થયો કે શું તેનો જન્મ માત્ર આકાશની ઇચ્છાની પૂર્તિ માટે જ થયો છે? લાંબા મનોમંથન પછી અમિષાએ મક્કમ મને નિર્ણય લઇ જ લીધો. હંમેશાં આજે અમિષાના મનમાં કોણ જાણે ક્યાંથી બળ ઊમટ્યું હતું? એ હળવેથી ઊભી થઇ અને કપડાં પહેર્યાં. બે ઘડી આકાશ સામે જોઇ રહી અને સાઇડ ટેબલ પર રાખેલા પેડમાં લાગણીભરી લાઇન લખી, ‘આકાશ, તમારો પ્રેમ તો અપાર છે, પણ એ પ્રેમની પીડા હું વધારે સહન કરી શકું એમ નથી. મારા જીવનમાં પ્રેમ સિવાય આત્મસન્માન પણ મહત્ત્વનું છે. તમારા જીવનમાંથી વિદાય લઉં છું. મને શોધવાનો પ્રયત્ન ન કરશો.’ આટલું લખી એ હળવા પગલે બેડરૂમની બહાર નીકળી. ઘરમાં સૌ નિરાંતે સૂતાં હતાં. અમિષાએ મુખ્ય બારણું ખોલ્યું અને બહાર રસ્તા પર આવી. એક નજર પોતાના ઘર તરફ નાખી અને પછી ઊંડો શ્વાસ લઇ રાત્રિના અંધકારમાં ઓગળી ગઇ. આજ સુધી એનો કોઇ પત્તો નથી.

અન્ય સમાચારો પણ છે...