તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીઠી મૂંઝવણ:પતિને રસ માત્ર જાતીય સંબંધમાં, પ્રેમમાં નહીં!

મોહિની મહેતા4 દિવસ પહેલા
 • કૉપી લિંક

પ્રશ્ન : મારી બહેન 16 વર્ષની છે અને 12મા ધોરણમાં ભણે છે. હું તેનાથી પાંચ વર્ષ મોટો છું. હાલમાં મારી બહેનની મિત્રએ મને માહિતી આપી છે કે તે એક યુવક સાથે રિલેશનશીપમાં છે. મારી બહેન આમ તો સમજદાર છે અને મને તેની રિલેશનશીપ સાથે કોઇ સમસ્યા નથી પણ મને લાગે છે કે હજી તેની વય થોડી નાની છે. આ કારણે મને ચિંતા થાય છે. હું શું કરું? એક યુવક (વાપી) ઉત્તર : તમારા સમસ્યા સમજી શકાય એવી છે. તમને મોટા ભાઇ તરીકે ચિંતા થાય એ સ્વાભાવિક છે પણ સાથે સાથે તમે આજના યુવાન છો જેને પોતાની બહેન પર વિશ્વાસ પણ છે અને પાર્ટનર પસંદ કરવાના તેના અધિકારી સામે કોઇ ફરિયાદ પણ નથી. આ સમસ્યાનો ઉકેલ વાતચીતમાં જ રહેલો છે. તમે તમારી બહેન સાથે આ વાતની ચર્ચા કરવાનું ન ટાળો પણ તેની સાથે શાંતિ અને ધીરજથી સ્પષ્ટ શબ્દોમાં વાત કરો. તમે તેને સમજાવો કે તમને તેની રિલેશનશીપથી કોઇ સમસ્યા નથી પણ આ સંબંધમાં રહીને યોગ્ય અને અયોગ્ય વચ્ચે સાચી પસંદગી કરવી એની જવાબદારી છે. જો તેણે રિલેશનશીપમાં રહેવાનો વિકલ્પ પસંદ કર્યો છે તો પણ એની સાથે જોડાયેલી જવાબદારીઓ પણ તેણે જ ઉપાડવી પડશે. તમે તમારી બહેનને અહેસાસ કરાવી શકો છો કે રિલેશનશીપ માટે આખું જીવન છે પણ તેનો અત્યારનો આ સમય અભ્યાસ અને કરિયર પર ધ્યાન આપવાનો છે. જો તેની રિલેશનશીપ મજબૂત હશે તો પ્રતિકૂળ સમયમાં પણ એને અસર નહીં પડે પણ જો અભ્યાસ કરવાનો અને કરિયર બનાવવાનો સમય નીકળી જશે તો એ પાછો નહીં આવે. તમે એને સલાહ આપી શકો છો અને સાથે રહેવાનું આશ્વાસન આપી શકો છો. તમારા ટેકા અને હકારાત્મક અભિગમથી તે પોતાની જાતને સલામત સમજશે અને પોતાના જીવન માટે યોગ્ય હોય એવો નિર્ણય લઈ શકશે. પ્રશ્ન : મારા પતિ બહુ સારા છે પણ ગુસ્સાવાળા છે. અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ પણ હું તેમના આ સ્વભાવથી બહુ કંટાળી ગઈ છે. મને ખબર જ નથી પડતી કે હું તેમને કઇ રીતે હેન્ડલ કરું. મારે શું કરવું જોઇએ? એક યુવતી (રાજકોટ) ઉત્તર : પતિ ક્યારેક ગુસ્સો કરે તો બહુ ચિંતા કરવાની જરૂર નથી પણ જો તેમને ગુસ્સો કરવાની આદત પડી ગઇ હોય તો આ વિશે ગંભીરતાથી વિચાર કરવો જોઇએ. ગુસ્સાના કારણે તણાવ, ચિંતા અને નિરાશાની પરિસ્થિતિ ઉભી થાય છે જેના કારણે સંબંધોને નુકસાન પહોંચે છે. જો તમને તમારા પતિની ચિંતા હોય અને તમે સંબંધમાં પ્રેમ જાળવી રાખવા ઇચ્છતા હો તો તમારે બહુ સમજદારીથી કામ લેવું પડશે. તમારા પતિના ગુસ્સા પાછળ કોઇ મનોવૈજ્ઞાનિક કારણ પણ જવાબદાર હોઇ શકે છે. તમારે આ ગુસ્સાની આગને હવા આપવાના બદલે એના પર પાણી છાંટવાની જરૂર છે. જો તમારા પતિને કોઇ માનસિક સધિયારાની જરૂર હોય તો તેમનો મજબૂત સહારો બનો અને મુશ્કેલીને હળવી કરવાનો પ્રયાસ કરો. ગુસ્સો એક માનસિક સમસ્યા છે. એકવાર ગુસ્સો કરવાની કુટેવ પડી જાય તો એને સુધારવી બહુ મુશ્કેલ હોય છે. તમે તમારા પતિના ગુસ્સાની પેટર્ન સમજવાનો પ્રયાસ કરો. જો સમસ્યા બહુ વધારે હોય તો તમે પ્રોફેશનલ હેલ્પ પણ લઇ શકો છો. પ્રશ્ન : મારી દીકરીએ એમ. ફાર્મ સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે અને હવે અમે તેના લગ્ન માટે લાયક છોકરો શોધી રહ્યા છીએ. અમારી સમસ્યા એ છે કે અમને જે છોકરાઓ ગમે છે એ મોટાભાગે વિદેશમાં સ્થાયી થયેલા છે. મારી એકની એક દીકરીના વિદેશમાં પરણાવવા મન નથી માનતું. શું NRI સાથે લગ્ન કરવા જોખમી નથી? એક મહિલા (સાણંદ) ઉત્તર : તમારી ચિંતા સ્વાભાવિક છે. દીકરીના લગ્નનો નિર્ણય બહુ સમજીને લેવો જોઇએ. દીકરીએ ઉચ્ચ અભ્યાસ કર્યો હોય અને તેને વિદેશમાં સ્થાયી થવામાં કોઇ સમસ્યા ન હોય તો એનઆરઆઇ સાથે લગ્ન કરવામાં વાંધો કે જોખમ નથી પણ આ લગ્ન નક્કી કરતા પહેલાં કેટલીક બાબતોની તપાસ કરવી અત્યંત જરૂરી છે. છોકરા સાથે સંબંધિત બધી માહિતી તમારા સ્તરે અગાઉથી મેળવી લો અથવા સંબંધીઓની મદદથી મેળવવી. છોકરો ક્યાં કામ કરે છે, ત્યાં કઈ પોસ્ટ પર છે, તેના પગારનું પેકેજ કેટલું છે એની સાચી માહિતી મેળવો. છોકરા પાસે કેવા પ્રકારનો વિઝા છે. તેની સાથે સંબંધિત સંપૂર્ણ માહિતી અને તેનાથી સંબંધિત કાગળો તપાસો. છોકરાના રિલેશનશિપ બેકગ્રાઉન્ડ વિશે પણ માહિતી મેળવો. છોકરાનો કોઈ ગુનાહિત રેકોર્ડ તો નથી એ ખાસ તપાસો. આ પ્રકારની માહિતીને કાઢવામાં લાંબો સમય લાગી શકે છે, જેના કારણે છોકરાવાળાઓ દબાણ બનાવવાનું શરૂ કરી શકે છે, પરંતુ તમારે સંયમ રાખવો પડશે. આ મામલે કોઇ જ બાંધછોડ કરવાની જરૂર નથી.

પ્રશ્ન : મારાં લગ્નને પાંચ વર્ષ થઇ ગયાં છે. અમારા લગ્નના પહેલા બે વર્ષ તો બહુ સારી રીતે પસાર થયા પણ છેલ્લા કેટલાક સમયથી મને લાગે છે મારા પતિને મારી સાથે પ્રેમ કરવામાં નહીં પણ માત્ર જાતીય સંબંધ બાંધવામાં જ રસ છે. તેઓ ફટાફટ જાતીય સંબંધ બાંધીને પોતાની દુનિયામાં ખોવાઇ જાય છે. તેમના આવા વર્તનને કારણે મને બહુ હતાશા અનુભવાય છે. શું તેમને કોઇ બીજી યુવતીમાં રસ હશે? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : જાતીય સંબંધ માત્ર શારીરિક નહીં પણ માનસિક લાગણી પણ છે. તમને જે સમસ્યા છે એ ઘણી મહિલાઓને હોય છે. જ્યારે પતિ કે પત્ની ફોરપ્લે અને આફ્ટરપ્લેને મહત્ત્વ આપ્યા વગર માત્ર જાતીય સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરે ત્યારે આવી સ્થિતિ ઉભી થાય છે. ઘણીવાર ઇન્ટરકોર્સ પછી તરત કપલ પોતપોતાની દુનિયામાં ખોવાઇ જાય છે. જાતીય જીવનની સંપૂર્ણ મજા ત્યારે જ માણી શકાય છે જ્યાર એક-એક ક્ષણની મજા માણવામાં આવે. જો તમને પણ આવી આદત હોય તો આજે જ બદલી નાખો કારણ કે એનાથી સંબંધોમાં અંતર આવી શકે છે. જાતીય જીવન માણ્યા પછી એકબીજા સાથે રહેવાથી સંબંધ વધારે સુદૃઢ બને છે. સેક્સ કર્યા પછી ક્યારેક થાક પણ અનુભવાય છે. આ થાકને દૂર કરવા માટે પણ આફટર પ્લે જરૂરી છે. પ્રેમભર્યા શબ્દો અને સ્પર્શથી કાનમાં કહેવાતા પ્રેમના બે બોલ થાકને ઉતારીને કપલને તરોતાજા કરી દે છે. આ રીતે આફ્ટર પ્લે સ્ત્રીને સેક્સ બાદનું રિલેક્સેશન આપે છે અને તે માનસિક, શારીરિક અને દૃષ્ટિએ જરૂરી છે. જેવી રીતે ફોર પ્લે સેક્સની ઘડીઓને વધુ રોમાંચિત બનાવે છે તેવી જ રીતે આફટર પ્લે સેક્સ પછીની પળોને ખાસ યાદગાર બનાવીને સંબંધોને મજબૂત બનાવે છે. જો તમને આ મુદ્દે સમસ્યા હોય તો તમારા પતિ સાથે સ્પષ્ટ શબ્દોમાં વાત કરો. જો તમે માનસિક રીતે હતાશ હશો તો તમને પતિને અફેર હશે એવી આધાર વગરની શંકા સતાવતી રહેશે. જો તમારી આ શંકાનો કોઇ નક્કર આધાર ન હોય તો તમારા મનને સમજાવો અને સમસ્યાના સાચા ઉકેલની દિશામાં કામ કરો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો