તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરીર પૂછે સવાલ:પ્રસૂતિ પછી સ્તનની કાળજી કઇ રીતે રાખવી?

6 દિવસ પહેલા
 • કૉપી લિંક

- વનિતા વોરા

પ્રશ્ન : હું 32 વર્ષની મહિલા છું અને મારી દીકરી ચાર મહિનાની છે. મને આમ તો કોઇ મોટી સમસ્યા નથી પણ પ્રસૂતિ પછી મારું સ્તનસૌદર્યં ઝંખવાઇ ગયું છે. મને લાગે છે કે મારા સ્તન ઢીલાં થઇ ગયા છે અને વારંવાર સ્તનને લગતી કોઇ સમસ્યા સતાવતી રહે છે. તો મારે પ્રસૂતિ પછી સ્તનની કાળજી કઇ રીતે રાખવી? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : પ્રસૂતિ પછીના સમયગાળા દરમિયાન સ્તનની વિશિષ્ટ કાળજી લેવી જોઈએ, કારણ કે સ્તનની વધઘટનો આ એક નાજુક સમય હોય છે. આ સમયે જો યોગ્ય રીતે ધ્યાન આપવામાં ન આવે તો સ્તન સૌદર્ય ઝંખવાઇ શકે છે. સ્તનપાનના સમય દરમિયાન પણ સ્તન ભારે થાય છે. તેથી આ સમયે પણ સ્તન પર ખંજવાળ વગેરે આવે છે. રાત્રે કદાચ રાત્રે સ્તનપાન કરાવવાની જરૂર પડે તો બેસીને જ સ્તનપાન કરાવવું જોઈએ. સૂતાં સૂતાં સ્તનપાન કરાવવાથી સ્તન સંકોચાઈ જાય છે. સ્તનપાન કરાવવાના આ સમયગાળા દરમિયાન પણ ઘણી મહિલાઓ બ્રા પહેરતી નથી તો તે પણ ખોટું છે. આ સમયે તો યોગ્ય ફિટિંગ વાળી બ્રા ખાસ પહેરવી જોઈએ. સ્તનપાન સમયે સ્તનની સફાઈ બરાબર ન રાખતાં હો તો સ્તનપાક જેવો રોગ થાય છે. સ્તનમાં દૂધનો અધિક ભરાવો થતાં પણ આ તકલીફ થાય છે. આમાં સામાન્ય રીતે સ્તન પર ખૂબ સોજો આવે છે, સ્તન ખેંચાય છે, ખૂબ દુઃખાવો થાય છે, સ્તન લાલ થઈ જાય છે, તાવ આવે છે વગેરે તકલીફ ઊભી થાય છે. જો આ રોગ થયો હોય તો તાત્કાલિક ડોક્ટર પાસે જઈ તેના ઉપચાર કરાવવા કારણ કે યોગ્ય ધ્યાન રાખવામાં ન આવે તો આ રોગ જીવલેણ પણ નીવડી શકે છે.

પ્રશ્ન : હું 27 વર્ષની મહિલા છું. મારા લગ્નને ચાર વર્ષ થઇ ગયા છે. હું અને મારા પતિ બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ સમયે મારા પતિએ ખાવા-પીવામાં શું ધ્યાન રાખવું જોઇએ જેથી તેમની ફર્ટિલિટીને કોઇ અસર ન થાય. એક મહિલા (રાજકોટ) ઉત્તર : બાળકનું પ્લાનિંગ કરો ત્યારે પતિ અને પત્ની બંને શારીરિક રીતે ફિટ હોય એ બહુ જરૂરી હોય છે. ઘણીવાર અમુક પ્રકારના ખાદ્યપદાર્થો લેવાથી સ્પર્મ ક્વોલિટી પર અસર થાય છે અને ફર્ટિલિટી ઘટે છે. જો તમે બાળકનું પ્લાનિંગ કરતા હો તો કેટલાક ખાદ્યપદાર્થોનું સેવન ટાળવું જોઇએ. ફેટથી ભરપૂર દૂધ જેવી ડેરી પ્રોડક્ટ સ્પર્મને નુક્સાન પહોંચાડે છે. રોજ ફૂલ ફેટ મિલ્ક પીવાની આદત પણ સ્પર્મ કાઉન્ટ ઓછું થવા માટેનું મોટું કારણ બની શકે છે. જો સોડા, એનર્જી ડ્રિંક અને કાર્બોહાઈડ્રેટ ડ્રિંક્સ પીવાની આદત હોય તો એનાથી બચવું જોઈએ. એક દિવસમાં એકથી વધારે સુદર અને કાર્બોહાઈડ્રેટ ડ્રિંક્સ પીવાથી સ્પર્મ ક્વોલિટી ઓછી થઈ જાય છે. જો ચા અને કોફી પસંદ હોય તો તમારો આ શોખ તમને મોંઘો પડી શકે છે. ચા અને કોફી તમારી જાતીય ક્ષમતાને નુક્સાન પહોંચાડી શકે છે. એક દિવસમાં 2 કપથી વધારે ચા અને કોફી તમારા પ્રજનન સેલ્સની હેલ્થને ખરાબ કરે છે. આ સિવાય જંકફૂડ પાચન તંત્ર. હૃદય અને ફર્ટિલિટી સેલ્સ માટે યોગ્ય નથી. તેને ખાવાથી તમારા સ્પર્મ કાઉન્ટના વિકાસ ઉપર અસર પડી શકે છે. કીટનાશકોના છંટકાવથી તૈયાર કરેલા ફળો અને શાકભાજી પણ સ્પર્મ કાઉન્ટ ઓછા કરી નાખે છે. તેની અસર સ્પર્મ કાઉન્ટ ઉપર પડે છે. તેથી તેનો ઉપયોગ કરતા પહેલાં તેને સરખી રીતે ધોઈ લેવા જોઇએ.

પ્રશ્ન : મને સેનિટાઇઝરની એલર્જી હોય એમ લાગે છે. સેનિટાઇઝરનો ઉપયોગ કર્યા પછી મારી ત્વચામાં લાલ થઇ જાય છે. હવે કોરોનાનો ભય છે ત્યારે સેનિટાઇઝર વાપર્યા વગર છૂટકો પણ નથી. મારી આ સમસ્યાને દૂર કરવા માટે મારે શું કરવું જોઇએ? એક યુવતી (વડોદરા) ઉત્તર : સેનિટાઇઝરનો ઉપયોગ જરૂરી છે પણ વધારે પડતો ઉપયોગ કરવાથી ત્વચા પર ખરાબ અસર થાય છે. જ્યારે પાણી અને સાબુ હાજર ન હોય ત્યારે વાપરવા માટે આ હેન્ડ-સેનિટાઇઝર બેસ્ટ છે. પણ એનો વધુપડતો ઉપયોગ સ્કિન પર માઠી અસર કરી શકે છે. સેનિટાઇઝરમાં 60 ટકાથી બધુ આલ્કોહોલ હોવાને કારણે જો વારંવાર એનો ઉપયોગ કરવામાં આવે તો એ ત્વચાના ઉપરના કુદરતી આવરણને નુકસાન પહોંચાડે છે, જેના કારણે ત્વચાની બહારના ઇન્ફેક્શન સામે લડવાની શક્તિ સમાપ્ત થઈ જાય છે. સેનિટાઇઝરમાં રહેલો આલ્કોહોલ ત્વચાને સૂકી અને ખરબચડી બનાવી દે છે. ક્યારેક ત્વચામાં તિરાડ પડી જાય છે, જેના લીધે ઇન્ફેક્શન પણ થઈ શકે. વારંવાર સેનિટાઇઝરના ઉપયોગથી સ્કિન પરનું નેચરલ પીએચ બેલેન્સ ખોરવાય છે અને સૂર્યનાં હાનિકારક કિરણો ડાયરેક્ટ ત્વચામાં પ્રવેશવાને લીધે સ્કિન લાલ થઈ જાય છે. તમારી ત્વચા કદાચ આ કારણે જ લાલ થઇ જતી હશે. આ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે સેનિટાઇઝરનો ઉપયોગ કરતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું. સેનિટાઇઝરનો ઉપયોગ હથેળી સુધી જ સીમિત રાખવો. સેનિટાઇઝર ક્યારેય શરીરની નાજુક સ્કિન પર લગાવવું ન જોઈએ, કારણ કે વાઇરસને મારવા માટે જરૂરી એવું 60 ટકાથી વધુ આલ્કોહોલનું પ્રમાણ નાજુક ચામડી માટે નથી. સેનિટાઇઝરને બદલે જો હોસ્પિટલમાં વાપરવામાં આવતું બ્લુ રંગનું લિક્વિડ એટલે કે સ્ટરેલિયમ મળે તો એ વાપરી શકાય. એ સેનિટાઇઝર કરતાં વધુ ઇફેક્ટિવ હોય છે, કારણ કે એમાં આલ્કોહોલનું પ્રમાણ ઊંચું હોય છે.

પ્રશ્ન : મારા પતિની વય 38 વર્ષ છે. હાલમાં કરાવેલા મેડિકલ ટેસ્ટમાં ખબર પડી છે કે તેઓ પ્રી-ડાયાબેટિક સ્ટેજ પર છે. શું દવા વગર તેમનો ડાયાબિટીઝ મટી શકે? એક મહિલા (સુરત) ઉત્તર : તમે નસીબદાર છો કે તમને આ વાતની જલ્દી ખબર પડી ગઇ છે. તમારી લાઇફસ્ટાઇલ ખોટી હશે એટલે આટલી જલ્દી ડાયાબિટીઝનાં લક્ષણો દેખાયાં છે. ડાયાબિટીઝને પાછું મોકલવું શક્ય છે, પરંતુ એ માટે તમારે મહેનત કરવી પડશે. ડાયટ સુધારો, એક્સરસાઇઝ કરો. લાઇફસ્ટાઇલ એકદમ હેલ્ધી કરો. નિયમિત રાતની ઊંઘ લો. શરીરનું વજન બરાબર રાખો. માનસિક રીતે પણ સ્વસ્થ રહો. ચિંતા, સ્ટ્રેસ અને ગુસ્સો છોડો. જ્યારે તમારા શરીરનું બેલેન્સ જળવાશે તો આપોઆપ શરીર પોતે જ તમારી સિસ્ટમને સ્વસ્થ કરશે. પ્રી-ડાયાબેટિક સ્ટેજ પર પણ જનરલ ચેક-અપ જરૂરી છે. આ બધા રિપોર્ટ્સ અને એનાલિસીસ પછી તમારા ડોક્ટર નક્કી કરશે કે દવાની જરૂર છે કે નહીં. તમે આકરી મહેનત કરીને ડાયાબિટીઝથી બચી શકો છો પણ તમારે જીવનમાં નિયમિત મહેનત અને આહારના સંતુલનને મહત્ત્વનું સ્થાન આપવું જ પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો