બ્યૂટી:ઘરમાં એલોવેરા જેલ કઇ રીતે બનાવી શકાય?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કાવ્યા વ્યાસ

પ્રશ્ન : મારી વય 34 વર્ષની છે. મારી દીકરીના જન્મ પછી મારા શરીર પર સ્ટ્રેચમાર્ક પડી ગયા છે. હું આ સ્ટ્રેચમાર્કને કઇ રીતે દૂર કરી શકું? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : જ્યારે વ્યક્તિના શરીરમાં ઝડપથી ફેરફાર થાય છે ત્યારે સ્ટ્રેચમાર્ક્સની સમસ્યા ઉભી થાય છે. સ્ટ્રેચમાર્ક્સ પુરુષ અથવા તો મહિલા બંનેને થઈ શકે છે. ગર્ભાવસ્થા તેમજ વધારે વજન ઘટે છે ત્યારે સ્ટ્રેચમાર્ક્સ થાય છે. સામાન્ય રીતે સ્ટ્રેચમાર્ક્સ સમયની સાથે ઘટી જાય છે પણ કેટલાક ઉપાયો છે જેનાથી આ સ્ટ્રેચમાર્ક ઝડપથી ઓછા કરી શકાય છે. ચામડી પર ખાંડના સ્ક્રબ્સને લગાવવાથી સ્ટ્રેચમાર્ક હળવા થઈ શકે છે. આ ઉપરાંત એક કપ ખાંડ સાથે પા કપ બદામ તેલ અથવા કોપરેલને મિક્સ કરીને પછી એમાં લીંબુનો રસ નાખીને ખાસ લોશન તૈયાર કરો. આ લોશનથી શરીરના જે ભાગ પર જ્યાં સ્ટ્રેચમાર્ક હોય ત્યાં દરરોજ 8-10 મિનિટ દરરોજ એક અઠવાડિયા સુધી મસાજ કરો. સ્ટ્રેચ માર્ક્સ હટાવવામાં એલોવેરા પણ ફાયદાકારક છે. તે સ્ટ્રેચમાર્ક તો દૂર કરે જ છે પણ ત્વચાને પણ મુલાયમ બનાવે છે. સ્ટ્રેચમાર્કની સમસ્યા દૂર કરવી હોય તો રોજ સ્નાન પછી ત્વચા પર એલોવેરા જેલને લગાવો.

પ્રશ્ન : હું 21 વર્ષની કોલેજ જતી યુવતી છું. મારા ચહેરા પર વારંવાર ખીલ ફૂટી નીકળે છે. આ ખીલને કારણે ચહેરા પર છિદ્રો પડી ગયા છે જેના કારણે ચહેરાની ત્વચા બહુ ખરાબ થઇ ગઇ છે. આનો કોઇ ઉપાય છે? એક યુવતી (સુરત) ઉત્તર : તમારા ચહેરા પર ખીલના ધાબા હોવાથી તમારે ત્વચાને સ્વચ્છ રાખવાની જરૂર છે. તમે ત્વચાને સ્વચ્છ રાખો તથા તમારું પેટ સાફ કરીને તમારી આંતરિક સિસ્ટમને પણ સ્વચ્છ કરી લો. ચહેરા પરના છિદ્રોની યોગ્ય સફાઇ માટે ખાસ પેસ્ટનો ઉપયોગ કરો. આ પેસ્ટ બનાવવા માટે ચોખાનો લોટ, લીલા વટાણાનો લોટ, ફોદીના પાવડર અને મુલતાની માટી તેમજ ગુલાબજળ મિક્સ કરીને એની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર હળવા હાથે ઘસીને એને સાફ કરો. આ સિવાય તમે દિવસના 10થી 12 જેટલા ગ્લાસ પાણી પીશો તો તમારી આંતરિક સિસ્ટમ સારી રીતે સાફ થઇ જશે અને એની ચમક ચહેરા પર પણ જોવા મળશે.

પ્રશ્ન : માર્કેટમાં મળતી એલોવેરા જેલ ઘરમાં બનાવી શકાય? એક યુવતી (રાજકોટ) ઉત્તર : એલોવેરા ત્વચા માટે બહુ ગુણકારી છે. એલોવેરાની જેલની નિયમિત રીતે ત્વચા પર લગાવવાથી સારો એવો ફાયદો થાય છે. માર્કેટમાં મળતી એલોવેરા જેલમાં કેમિકલ હોય છે પણ ઘરે એલોવેરાનાં પાનમાંથી જેલ બનાવી શકાય છે. એલોવેરાનાં પાનમાંથી જેલ બનાવવા માટે તેના મોટા પાંદડા લેવા જેથી તેમાંથી સારા પ્રમાણમાં અર્ક મળી શકે. એલોવેરાના પાંદડાનો ઉપરનો લીલો ભાગ ચાકુથી છોલી લો અને અંદર રહેલો જેલવાળો ભાગ અલગ વાસણમાં લઈ લો. આ જેલવાળા ભાગને બ્લેન્ડરથી સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં વિટામિન C અને E ઉમેરો. ઘરે બનાવેલી એલોવેરા જેલ લાંબો સમય સારી રહે એ માટે એમાં કોઇ કેમિકલ નાખવામાં ન આવ્યું કારણે ઓછા પ્રમાણમાં બનાવો. જો એને લાંબો સમય સુધી સાચવવા ઇચ્છતા હો તો તેમાં વિટામિન C અને વિટામિન E કેપ્સૂલ નાખો. તમે ત્વચાર પર આ એલોવેરા જેલ લગાવી શકો છો. એ સનબર્ન, નાની ઈજા, ઘા કે ચામડી કપાઈ હોય તેમાં પણ ઉપયોગી થઈ શકે છે. એલોવેરા ત્વચાની ડ્રાયનેસ દૂર કરે છે. ત્વચાને તંદુરસ્ત રાખવા માટે આવી જ રીતે ઘરે જ નેચરલ જેલ તૈયાર કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...