તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્યૂટી:ચોમાસામાં તૈલી ત્વચાની જાળવણી કઇ રીતે કરવી?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારા દીકરાની ઉંમર ઓગણીસ વર્ષ છે. પહેલાંં એનો રંગ ગોરો હતો, પણ હવે એ સહેજ શ્યામ થઇ ગયો છે. એના ચહેરા પર ક્યાંક ક્યાંક સફેદ ડાઘ પણ દેખાય છે. એ માટે શું કરવું? ઉત્તર : તમારા દીકરાને બહાર જતાં પહેલાંં ચહેરા પર સનબ્લોક ક્રીમ કે લોશન લગાવવાનું જણાવો. તે પછી વોટર બેઝ્ડ મોઇશ્વરાઇઝર લગાવો. ત્વચાની કાળાશ દૂર કરવા માટે કોઇ સારી કંપનીનાં ટેન ક્લિયર ક્રીમનો ઉપયોગ કરો. ઘરગથ્થુ ઉપચાર તરીકે બહાર જતી વખતે ચાનાં પાણીમાં 2-3 ટીપાં કોપરેલ ભેળવીને ચહેરા અને ખુલ્લી રહેતી ત્વચા પર લગાવો. ચહેરા પર થયેલા સફેદ ડાઘ માટે કોઇ સારા ડર્મેટોલોજિસ્ટને બતાવો અને એની સૂચના મુજબ દવા લો. પ્રશ્ન : મારી આંખો ખૂબ ઝીણી છે. તે પ્રમાણસર અને વધારે આકર્ષક લાગે એ માટે મારે કેવો આઇ મેકઅપ કરવો જોઇએ? બ્લશર વધારે લગાવાઇ જાય તો શું ઉપાય કરવો જોઇએ? ઉત્તર : આઇ મેકઅપ કરતી વખતે લાઇટ ટોનનો આઇશેડો પાંપણ પર લગાવો. તે પછી તેને આંગળીથી નીચેથી ઉપરની તરફ હળવેથી સ્ટ્રોક આપીને ફેલાવી દો. મસ્કારાના બે કોટ લગાવો. આઇશેડો સારી કંપનીના ખરીદવા. આનાથી તમારી આંખો સુંદર અને આકર્ષક લાગશે. કોઇ ફંક્શન માટે દિવસે હંમેશાં લાઇટ મેકઅપ અને રાતે ડાર્ક મેકઅપ કરવો જોઇએ. જો તમે તમારી આંખોને મોટી અને સુંદર દેખાડવા ઇચ્છો તો હંમેશાં આંખોની ઉપરની પાંપણમાં આઇલાઇનરનો ઉપયોગ કરો. જો તમારી આંખોને શાર્પ લુક આપવો હોય તો તેના ખૂણાની થોડી બહાર સુધી આઇલાઇનરને લગાવી શકો છો. આંખોના શેપ પ્રમાણે મેકઅપ લગાવો એ બહુ જરૂરી છે, પણ એ સાથે એ પણ ધ્યાન રાખવું કે આઇ મેકઅપ તમારા ફેસને અનુરૂપ હોવો જોઈએ. સાથે જ આઇ મેકઅપ તમારી આંખોના કલરને અનુસાર કરવો જોઈએ. બ્લશર લગાવવું હોય તો કાયમ થોડું લઇને લગાવો. આમ છતાં જો વધારે પડતું બ્લશર લાગી જાય તો તેના પર સહેજ પાઉડર લગાવી દો. આમ કરવાથી બ્લશરનો શેડ થોડો આછો થઇ જશે અને તે એકસરખું પ્રસરશે.

પ્રશ્ન : મારી ત્વચા બહુ તૈલી છે અને આ પ્રકારની ત્વચાની ચોમાસામાં કઇ રીતે યોગ્ય રીતે જાળવણી કરી શકાય? ઉત્તર : ચોમાસામાં તૈલી ત્વચાની માવજત કરવાનું બહુ મુશ્કેલ છે. મોન્સૂન દરમિયાન વાતાવરણમાં ભેજ વધી જતા ખીલ સહિત ત્વચાની અનેક સમસ્યા ઊભી થાય છે. જયારે પણ ચહેરો સાફ કરો ત્યારે હૂંફાળાં પાણીનો ઉપયોગ કરો. આવા પાણીથી ચહેરા પરનું વધારાનું ઓઇલ નીકળી જાય છે ને ત્વચા સ્વસ્થ બને છે. તેના લીધે ખીલ થતા પણ અટકે છે. ત્વચા વધુ તૈલી લાગે ત્યારે કોટન બોલની મદદથી ગુલાબજળ ચહેરા પર લગાવવું જોઈએ. ગુલાબ જળ વધારાનું ઓઇલ દૂર કરવાની સાથે સાથે ત્વચાને તાજગી આપે છે. જો તૈલી ત્વચાને કારણે બ્લેક અને વાઈટ હેડ્સની સમસ્યા રહેતી હોય તો સ્ક્રબ સારામાં સારો વિકલ્પ છે. ટી ટ્રી ઓઇલવા‌ળું સ્ક્રબ ત્વચા માટે ઉત્તમ રહેશે. મહિનામાં એક અથવા બે વખત મડ ફેસ માસ્ક લગાવવાથી ઓઇલી સ્કિન પર સારું પરિણામ મળે છે. મડ ફેસ માસ્ક ત્વચાને ઓઇલ ફ્રી અને લચીલી રાખે છે.

અન્ય સમાચારો પણ છે...