તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્યૂટી:વધારે પડતો ડાર્ક હેર કલર લાઇટ કઇ રીતે કરું?

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : હાલમાં મેં હેર કલર કરાવ્યો છે પણ કરાવ્યા પછી મને લાગે છે કે એ વધારે પડતો ડાર્ક થઇ ગયો હોય એમ લાગે છે. આ કલરને લાઇટ કરી રીતે કરી શકાય? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : હેર કલર આકર્ષક લાગે છે પણ ઘણી વાર ખોટા રંગની પસંદગી થઇ જાય તો તે વિચિત્ર દેખાય છે. ઘણી વખત હેર પાર્લરમાં જઈને કરાવેલો કલર ધાર્યા મુજબ આવતો નથી. આના કારણે કલર લાઇટ ન થઇ જાય ત્યાં સુધી રાહ જોવી પડે છે. જોકે કેટલાક ઘરગથ્થુ ઉપાયો કરીને પણ કલરને લાઇટ કરી શકાય છે. વાળના ડાર્ક કલરને હળવો કરવા માટે એક કપ લીંબુનો રસ લો અને તેમાં અડધો કપ કન્ડિશનર મિક્સ કરો. ત્યારબાદ આ બંને વસ્તુને વ્યવસ્થિત હલાવી સ્પ્રે બોટલમાં ભરી દો. પહેલા વાળને કાંસકાની મદદથી બે ભાગમાં વહેંચી દો. હવે સ્પ્રે બોટલથી મિશ્રણને વાળમાં સમાન રીતે સ્પ્રે કરો. સ્પ્રે બોટલ ન હોય તો હેર બ્રેશનો ઉપયોગ કરી મિશ્રણને સ્કેલ્પ અને વાળની લેન્થ પર વ્યવસ્થિત લગાવો. ત્યારબાદ ફરીથી વાળ પર કાંસકો ફેરવો અને એક કલાક જેટલો સમય તડકામાં બેસો. આ મિશ્રણ સુકાઈ જાય એટલે વાળને પાણીથી ધોઈ નાખો. હવે વાળમાં કન્ડિશનર લગાવી 10 મિનિટ સુધી રાખી દો. ત્યારબાદ વાળને ફરીથી પાણીથી ધોઈ નાખો. લીંબુના રસમાં રહેલું સાઈટ્રિક એસિડ વાળમાં રહેલા કૃત્રિમ કલરને નેચરલ કુદરતી રીતે હળવો કરી નાખશે. પ્રશ્ન : મારા વાળ બહુ વાંકડિયા છે જેના કારણે તેની સંભાળ રાખવાનું મુશ્કેલ થઇ જાય છે. આવા વાળની સરળતાથી કઇ રીતે માવજત કરી શકાય? એક યુવતી (વડોદરા) ઉત્તર : કર્લી વાળને વાંરવાર ધોવાનું ટાળો. જ્યારે વાળ ધૂઓ તે પહેલા તેલ-માલિશ કરવાનું ભુલશો નહીં. જ્યારે પણ વાળ ધૂઓ ત્યારે વાળમાંથી વધારાનું પાણી નિચોવીને કાઢી નાખો. તમારે જે રીતે વાળ ઓળવવા છે તે રીતે ઓળી લો અને એ જ રીતે વાળ સૂકાવા દો. વાળની પ્રકૃતિ સાથે સેટ થાય તેવાં શેમ્પૂ અને કન્ડિશનરની પસંદગી કરો. જેના વાળ કર્લી હોય તેણે હેર ડ્રાયરનો ઉપયોગ બહુ ઓછો કરવો. શક્ય હોય ત્યાં સુધી હેર ડ્રાયરનો ઉપયોગ ટાળવો. કર્લી વાળવાળા લોકોએ નિયમિત રીતે વાળ ટ્રીમ કરાવતા રહેવું.

પ્રશ્ન : હું વર્કિંગ વુમન છું. મને ભાગ્યે જ સારી રીતે તૈયાર થવાનો સમય મળે છે. એવી કોઇ ટિપ છે જે મને ગણતરીની મિનિટોમાં ઝડપથી તૈયાર થવામાં મદદ કરે? એક મહિલા (રાજકોટ) ઉત્તર : સારા દેખાવા માટે કલાકો સુધી મેકઅપ કરવાની કોઇ જ જરૂર નથી. કેટલીક ખાસ ટિપ્સની મદદથી તમે ગણતરીની મિનિટોમાં સુંદર લાગી શખો છો. આંખો કે હોઠ બેમાંથી કોઈ એકના જ મેકઅપને હાઈલાઈટ કરો. જો તમે તમારા વાળને તુરંત જ સિલ્કી અને શાઈની બનાવવા ઇચ્છતા હોવ તો શેમ્પૂ કર્યા બાદ ઠંડા પાણીના શાવર નીચે કેટલીક સેકન્ડ સુધી ઊભા રહો. વાળ સિલ્કી અને શાઈની બની જશે. જો તમે ચહેરાને ફ્રેશ લુક આપવા ઇચ્છતા હો તો બેબી વાઇપનો ઉપયોગ કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...