તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રશ્ન : કોરોનાથી બચવા માટે વારંવાર હાથ ધોવાથી એ અત્યંત શુષ્ક થઇ ગયા છે. મારા હાથ સોફ્ટ રહે એ માટે શું કરવું જોઇએ? એક યુવકતી (અમદાવાદ) ઉત્તર : સાબુ અને સેનેટાઇઝરથી હાથ વારંવાર ધોવાથી ત્વચા શુષ્ક થઇ જાય છે. ત્વચા પર મોઇશ્ચરાઇઝર, વિન્ટર ક્રિમ, ઘી અને મલાઇ લગાવવાથી ફાયદો થશે. બે નાની ચમચી મલાઈમાં એક ચમચી દૂધ અને લીંબુનો રસ ઉમેરો. આ પેસ્ટ હાથ પર લગાવો. 15 મિનિટ પછી પાણીથી ધોઈ લો. આ ટ્રિકથી હાથની ત્વચા સોફ્ટ રહેશે. આ સિવાય પાકેલાં કેળાંને છૂંદીને તેમાં મધ અને લીંબુના કેટલાક ટીપાં ભેળવી સરખું મિક્સ કરી લો. તેને હાથ પર 10થી 15 મિનિટ સુધી લગાવી રાખો અને પછી એને નવશેકા પાણીથી ધોઈ લો. આવું રોજ કરવાથી થોડા જ દિવસોમાં તમને ફાયદો દેખાશે. બંને હાથ પર નિયમિત રીતે એલોવેરા જેલ લગાવો અને થોડા સમય પછી પાણીથી ધોઈ લો. આનાથી હાથની ત્વચા સોફ્ટ રહે છે. પ્રશ્ન : મારી વય 44 વર્ષની છે. મને છેલ્લા બે મહિના એવું લાગે છે કે મારી ત્વચા લચી ધીમે ધીમે ઢીલી પડી રહી છે. મારી લચી પડી રહેલી ત્વચા ટાઇટ થાય એ માટે કોઇ ઉપાય છે ખરો? એક મહિલા (રાજકોટ) ઉત્તર : વધતી વયની સાથે ત્વચા ઢીલી પડી જાય એ સ્વાભાવિક છે જોકે કેટલાક ઘરેલુ ઉપાયોની મદદથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. કોપરેલનો ઉપયોગ ત્વચાને ઘણી રીતે ફાયદો પહોંચાડી શકે છે કારણ કે તેમાં હાજર વિટામિન-ઇ ત્વચાના કોષોને સક્રિય બનાવે છે. આ કોષો ઢીલી ત્વચાને ટાઇટ બનાવવામાં મદદ કરે છે. અઠવાડિયામાં બે કે ત્રણ વાર સ્નાન કરવાના એક કલાક પહેલાં કોપરેલથી શરીરની સારી રીતે માલિશ કરો. આના કારણે તમને સકારાત્મક પરિણામ મળશે. આ સિવાય સરસિયું ત્વચાને ટાઇટ બનાવવા માટે પણ મદદ કરી શકે છે કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન-ઇ હોય છે. ત્વચાને ટાઇટ કરવા માટે સ્નાન પહેલાં આખા શરીર પર સરસિયું ગરમ કરીને લગાવો. આના એકથી બે અઠવાડિયામાં તમને પરિણામ જોવા મળશે.
પ્રશ્ન : મારી ત્વચા બહુ ઓઇલી છે. મને વ્હાઇટ હેડ્સની સમસ્યા બહુ સતાવે છે. મારા ચહેરા વારંવાર વ્હાઇટ હેડ્સ થઇ જાય છે.આનાથી હું કઇ રીતે છૂટકારો મેળવી શકાય? એક યુવતી (સુરત) ઉત્તર : જેની ત્વચા ઓઇલી હોય તેમને વ્હાઇટ હેડ્સની સમસ્યા વધારે સતાવતી હોય છે. તમે લીંબુના રસને વ્હાઈટ હેડ્સવાળા ભાગ પર લગાવી શકો છો. તેનાથી વ્હાઈટ હેડ્સમાં રાહત મળે છે. આ વ્હાઇટ હેડ્સ દૂર કરવા માટે એક નાની તપેલીમાં ત્રણ ચમચી ખાંડ, બે ચમચી મધ અને એક લીંબુનો રસ મિશ્ર કરીને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો. ખાંડ પીગળી જાય અને બધું મિશ્રણ એકરસ થઈ જાય એટલે ગેસ બંધ કરી તેને હલાવીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને એક બાઉલમાં કાઢી તેમાં બેથી ત્રણ ટીપાં ગ્લિસરીનનાં ઉમેરીને બરાબર મિક્સ કરો. આ હૂંફાળી ગરમ પેસ્ટને વ્હાઇટ હેડ્સવાળા ભાગ પર સારી રીતે લગાવો અને વીસ મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ચહેરાને પાણીથી સાફ કરી લો. આનાથી વ્હાઇટ હેડ્સ દૂર થશે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.