બ્યૂટી:બ્લેકહેડ્સથી કઇ રીતે મળી શકે છુટકારો?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : શું શેમ્પૂ કર્યા પછી કન્ડિશનર લગાવવાનું જરૂરી છે? એનાથી વાળને શું ફાયદો થાય છે?એક યુવતી (સુરત) ઉત્તર : હાલમાં મોટાભાગની યુવતીઓ કન્ડિશનરનો ઉપયોગ કરતી હોય છે. કન્ડિશનર એવી પ્રોડક્ટ છે અને જે વાળને સુંવાળા અને મેનેજેબલ બનાવે છે. તે વાળની ઉપર એક પ્રોટેક્ટિવ લેયર બનાવે છે જેથી વાળ તૂટતા નથી. જે લોકોના વાળ પાતળા હોય છે તેમણે કન્ડિશનર વાપરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઇએ. જો તમારા વાળ પાતળા છે તો કન્ડિશનર લગાવવું જ જોઇએ. પાતળા વાળમાં મોઇશ્ચરાઇઝરનું પ્રમાણ જાળવી રાખવા માટે વધારે હાઇડ્રેશનની જરૂરત હોય છે. એવામાં કન્ડિશનરના ઉપયોગથી ફાયદો થાય છે. ડ્રાય અને શુષ્ક વાળ માટે કન્ડિશનર એક વરદાન સમાન છે. કેટલીક વખત ગરમી, પ્રદૂષણ, ધૂળ અને હેર સ્ટાઇલિંગ ટૂલ્સ વાળને ડ્રાય બનાવે છે. ડ્રાય હેરની સમસ્યા દૂર કરવા માટે તમે કન્ડિશનરનો ઉપયોગ કરી શકો છો. વાળની ડ્રાયનેસને દૂર કરવા માટે મહિનામાં એક કે બે વખત ડીપ કન્ડિશનરનો ઉપયોગ કરવો જોઇએ.

પ્રશ્ન : મારી ફ્રેન્ડ નિયમિત રીતે બોડી સ્ક્રબનો ઉપયોગ કરે છે અને મને પણ એ ટ્રાય કરવાની સલાહ આપે છે. આ બોડી સ્ક્રબ હકીકતમાં શું છે અને એનાથી ત્વચાને કોઇ ફાયદો થાય છે ખરો?એક યુવતી (અમદાવાદ) ઉત્તર : પ્રદૂષણના કારણે ત્વચા પર ડેડ સેલ્સ જામી જાય છે. આ સમયે સમગ્ર બોડીની સારી રીતે સફાઇ કરવી જરૂરી છે. બોડી સ્ક્રબથી આ સફાઇ સારી રીતે કરી શકાય છે. આ સ્ક્રબ બોડીના ડેડ સેલ્સ દૂર કરે છે અને ત્વચામાં લોહીનો સંચાર કરે છે. સ્ક્રબથી ત્વચા કોમળ બને છે. સારા પરિણામ માટે અઠવાડિયામાં બે વાર સ્ક્રબ કરવું જોઇએ. બદામ સ્ક્રબ ચેહરા ચહેરા માટે ફાયદાકારક છે. એમાં રહેલ વિટામિન-ઈ ચહેરાને પોષણ આપે છે. એક મોટી ચમચી વાટેલી બદામમાં થોડું દૂધ મિક્સ કરી પેસ્ટ બનાવી લો એને સ્નાન કરતાં પહેલાં શરીર પર લગાવો. જો તમારી પાસે અખરોટ પાવડર હોય તો એને પણ પેસ્ટમાં મિકસ કરી લો. આનાથી ચહેરાને સારી રીતે સ્ક્રબ કરી શકાશે. મધ અને જવના લોટની પેસ્ટ બનાવીને એને શરીર પર લગાવો અને થોડીવાર પછી ધોઈ લો. આનાથી તરત ગ્લો આવશે.

પ્રશ્ન : મને બ્લેકહેડ્સની સમસ્યા સતાવે છે. મારા ચહેરા પર વારંવાર બ્લેકહેડ્સ થઇ જાય છે. આ સમસ્યાને કઇ રીતે દૂર કરી શકાય?એક મહિલા (વડોદરા) ઉત્તર : તમારી સમસ્યા સમજી શકાય એમ છે. જો તમે નિયમિત રીતે સ્ટીમ લેશો તો આ સમસ્યા ચોક્કસ હળવી બનશે. સ્ટીમ લેવાથી ચહેરા પરના પોર્સ ઓપન થઇ જાય છે. આ સિવાય સ્ટીમ લેવાથી ત્વચામાંથી ગંદકી, તેલ અને પરસેવો દૂર થઇ જાય છે. નિયમિત રીતે પોતાના ચહેરાને સ્ટીમ આપવાથી બ્લેકહેડ્સથી રાહત મળે છે. જ્યારે તમે બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ અને લાંબા સમય સુધી સ્કિન પર રહેવા દો છો ત્યારે તે આગળ જતા નુકસાનકારક અને પીડાદાયક બની જાય છે. જોકે સ્ટીમ લેવાથી પોર્સ ખૂલી જતા ચહેરાની સારી રીતે સફાઈ થઈ જાય છે. આના કારણે બ્લેકહેડ્સથી છુટકારો મળે છે અને ચહેરો મુલાયમ, ક્લિયર અને ચમકદાર બને છે.

અન્ય સમાચારો પણ છે...