બ્યૂટી:બબલ આઇલાઇનર કઇ રીતે કરી શકાય?

15 દિવસ પહેલાલેખક: કાવ્યા વ્યાસ
  • કૉપી લિંક

પ્રશ્ન : હું એક પરિણીત મહિલા છું. મારી ત્વચા થોડી ડાર્ક છે અને હું ફેરનેસ ક્રીમ વાપરવા ઇચ્છું છું. શું ફેરનેસ ક્રીમ નુકસાનકારક છે? એક મહિલા (વડોદરા) ઉત્તર : ત્વચાનો રંગ બદલવા માટે ફેરનેસ ક્રીમનો ઉપયોગ નૈતિક રીતે યોગ્ય નથી અને તબિયત માટે પણ હાનિકારક છે. મોટાભાગની ફેરનેસ ક્રીમમાં પારાનો ઉપયોગ કરવામાં આવે છે. પારાથી પિગ્મેન્ટેશન ઓછું થાય છે અને એ બ્લીચિંગ જેવી ઇફેક્ટ આપે છે. આ ફેરફારને કારણે ફેસ ગ્લો કરવા લાગે છે. વળી, આ ફેરફાર તરત જોવા મળે છે. આ કારણોસર ફેરનેસ ક્રીમમાં પારો નાખવામાં આવે છે. ફેરનેસ ક્રીમ વારંવાર લગાવવાથી વધારે સમય સ્કિન પર રહે છે. એના લીધે એ ધીરે-ધીરે સ્કિનની અંદર શોષાઈ જાય છે. ક્રીમમાં આવતો પારો શરીરની અંદર જાય છે અને તમારા શરીરને નુકસાન પહોંચાડે છે. એના કારણે ત્વચામાં બીજી સમસ્યાઓ થાય છે. પ્રશ્ન : મને અલગ અલગ લુક ટ્રાય કરવાનું બહુ ગમે છે. મેં બબલ આઇલાઇનર વિશે બહુ સાંભળ્યું છે. આવી આઇલાઇનર કઈ રીતે કરી શકાય? એક યુવતી (રાજકોટ) ઉત્તર : આઇલાઇનર આંખોના શેપને ઉઠાવ આપવા માટે લગાવવામાં આવે છે. આ સ્ટાઇલ કરવા માટે સૌથી પહેલાં આંખો પર આઇબેઝ લગાવો. એ પછી પાંપણ પર આઇલાઇનર લગાવો. એ પછી આઇલાઇનરનું ઢાંકણું અથવા તમારી પાસે કોઈ પણ નાનું ગોળ ઢાંકણું હોય એને આઇલાઇનરમાં ડુબાડીને આંખો પર ચોંટાડો. આમ કરવાથી તમારી પાંપણની ઉપર આઇલાઇનરથી અર્ધચંદ્રાકાર જેવો શેપ થઈ જશે. આ ડિઝાઇનને પૂરી આંખો પર કરો. ડિઝાઇન કરતી વખતે એટલું ધ્યાન રાખો કે વચ્ચેની ડિઝાઇન મોટી અને આજુબાજુની ડિઝાઇન નાની હોવી જોઈએ. એ પછી જેટલી પણ અર્ધચંદ્રાકારની ડિઝાઇન કરી છે એને આઇલાઇનરથી ભરી દો. આઇલાઇનરથી ભર્યા પછી જે લુક આવે છે એ લુકને બબલ આઇલાઇનર લુક કહેવાય.

અન્ય સમાચારો પણ છે...