તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેક-બ્યુટી:કઇ રીતે ક્લિક કરશો પરફેક્ટ સેલ્ફી...

સ્નિગ્ધા શાહ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સારી સેલ્ફી લેવા માટે એને ક્લિક કરતી વખતે યોગ્ય એંગલનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આ ધ્યાન રાખવામાં ન આવે તો ચહેરો વિચિત્ર લાગી શકે છે. આ સિવાય જો તમે સેલ્ફીના શોખીન હો તો ફોન ખરીદતી વખતે ફ્રંટ કેમેરા સારો હોય એ વાતનું જરૂર ધ્યાન રાખો

સેલ્ફીની લોકપ્રિયતા એટલી વધી ગઇ છે કે કોઇપણ પ્રસંગનું સેલિબ્રેશન સેલ્ફી ક્લિક વગર અધૂરું લાગે છે. સેલ્ફી હવે દરેક આઉટિંગની અને ખાસ પ્રસંગ માટે જરૂરી યાદગીરી બની ગઇ છે. જોકે આ સેલ્ફી સારી આવે એ માટે કેટલી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. Â યોગ્ય લાઇટિંગ એક સારી સેલ્ફી લેવા માટે સૌથી મહત્ત્વની બાબત છે યોગ્ય લાઇટિંગ. ક્લિક કરતી વખતે બેકગ્રાઉન્ડની લાઈટ વધારે બ્રાઈટ પણ ન હોવી જોઈએય. લાઈટ તમારા ચહેરા પર આવવી જોઈએ. જો ગ્રુપ સેલ્ફી હોય તો બધા લોકોના ચહેરા પર યોગ્ય રીતે લાઇટિંગ આવવું જરૂરી છે. જો દરેકના ચહેરા પર સરખું લાઇટિંગ નહીં હોય તો ચહેરા પર ધાબા હોય એવી ઇફેક્ટ આવશે. સેલ્ફી ક્લિક કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે પડછાયાથી તમારો ચહેરો હાથ કે ફોનના પડછાયાથી ઢંકાતો ન હોય. આવું ન થાય એ માટે લાઇટ સોર્સ તમારી સામે અથવા તમારી ઉપર હોવો જોઇએ. Â એંગલનું ધ્યાન સારી સેલ્ફી લેવા માટે એને ક્લિક કરતી વખતે યોગ્ય એંગલનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આ ધ્યાન રાખવામાં ન આવે તો ચહેરો વિચિત્ર લાગી શકે છે. સેલ્ફી લેતી વખતે હાથ સીધો રાખવાના બદલે થોડો ઉપર અથવા નીચે રાખવાથી સારી સેલ્ફી આવશે. આ સિવાય ઘણી વખત હલતું માથું તમારી સારામાં સારી સેલ્ફીને ખરાબ કરી શકે છે. કેટલાક સ્માર્ટફોન કેમેરા એન્ટિશેકિંગ ફિચર સાથે આવતા હોય છે, જે તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી શકશે. આ સિવાય તમે બર્સ્ટ મોડમાં પણ ફોટોગ્રાફ લઇ શકો છો. જેમાં એક સાથે ઘણા બધા ફોટોગ્રાફ્સ ઓટોમેટિકલી ક્લિક થાય છે. આમાંથી તમે તમારી આઇડિયલ ફ્રેમ પસંદ કરી શકો છો. આ સિવાય જો બે વ્યક્તિની સેલ્ફી લેવી છે તો કોઇ સમસ્યા નથી, પરંતુ તેનાથી વધારે લોકોની સેલ્ફી લેવી હોય તો સેલ્ફી સ્ટિકનો ઉપયોગ કરો. જો આવું નહીં કરો તો સેલ્ફી લેનારનો ચહેરો વધારે મોટો દેખાશે. સેલ્ફી ક્લિક કરવાનો શોખ હોય તો સેલ્ફી સ્ટિક ચોક્કસ વસાવો. Â કેમેરાની ગુણવત્તા સેલ્ફી સારી આવે એ માટે સારી ગુણવત્તાવાળો ફોન વાપરવો જરૂરી છે. જો તમે સેલ્ફીના શોખીન હો તો ફોન ખરીદતી વખતે ફ્રંટ કેમેરા સારો હોય એનું ધ્યાન રાખો. હાલમાં તો માર્કેટમાં એવા સ્માર્ટફોન ઉપલબ્ધ છે જેમાં સારી સેલ્ફી ક્લિક કરવાની ક્ષમતા એની ખાસિયત ગણાય છે. Â યોગ્ય ફિલ્ટરનો ઉપયોગ સેલ્ફીને સોશિયલ મીડિયા પર શેર કરતા પહેલાં યોગ્ય ફિલ્ટરની મદદથી એને નવો લુક આપો. આના માટે ફોનમાં આવતાં ઈનબિલ્ડ ફોટો ટ્રીટમેન્ટ ફીચરનો ઉપયોગ કરીને કલર, કોન્ટ્રાસ્ટ વગેરે સેટ કરો. આ સિવાય ફોટો એડીટિંગની બીજી ઘણી એપ એપ સ્ટોર્સમાં હોય છે. આમાંથી યોગ્ય એપનો ઉપયોગ કરીને સેલ્ફીને અનોખી બનાવો.

અન્ય સમાચારો પણ છે...