તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નહીં છાનું નહીં છપનું:પરફેક્ટ લાઇફ પાર્ટનર કઇ રીતે બની શકાય?

નવ્યા રાવલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં ચાલી રહેલા વર્ક ફ્રોમ હોમ કોન્સેપ્ટમાં પાર્ટનર હંમેશાંંં સાથે હોય છે. આ સંજોગોમાં બંને પાર્ટનરને ‘મી ટાઇમ’ મળી રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવું...

દુનિયામાં સૌથી નિકટનો સંબંધ જીવનસાથી સાથેનો સંબંધ ગણાય છે. જો તમે પરફેક્ટ લાઇફ પાર્ટનર બનવા ઇચ્છતા હશો તો માત્ર વિચારવાથી કંઇ નહીં થાય, એ દિશામાં નક્કર પ્રયાસ કરવા પડશે. Â કામમાં સાથ આપો તમારો પાર્ટનર મદદ માટે જ્યારે કહે ત્યારે હંમેશાંંંં તૈયારી બતાવો. આ અભિગમ સારો જ છે પણ જો તમે પાર્ટનરના કહેવાની રાહ જોવાના બદલે પહેલ કરીને કામ કરી દેશો તો પાર્ટનર સાથેની નિકટતા વધશે. જો તમે પાર્ટનરને કામ કરવામાં સાથ આપશો તો તમે એને વધારે સારી રીતે સમજી શકશો અને હાવભાવથી તમે સમજી શકો છો કે તે ક્યારે મુશ્કેલીમાં છે. સાથે કામ કરવાથી માનસિક નિકટતા વધે છે. Â ગિફ્ટની સરપ્રાઇઝ પાર્ટનરને નિયમિત રીતે ગિફ્ટ આપવાથી સંબંધોમાં તાજગી જળવાઇ રહે છે. પાર્ટનરને થોડા થોડા સમયનાં અંતરે એવી કોઈ ગિફ્ટ આપો જેનાથી કોઈ યાદ જોડાયેલી હોય અને લાંબા સમય સુધી ચાલી શકે જેથી તમારો સાથી તેને જીવનભર યાદ રાખશે. જરૂરી નથી કે આ ગિફ્ટ બહુ મોંઘી જ હોય. તેની પસંદગીની ગિફ્ટ મળશે તો તેનો મૂડ બની શકે છે. Â એકબીજાને સ્પેસ આપો સંબંધોમાં એકબીજાને સ્પેસ આપવી જરૂરી છે. થોડી સ્પેસ આપવાથી સંબંધ જીવંત રહે છે. હાલમાં ચાલી રહેલા વર્ક ફ્રોમ હોમ કોન્સેપ્ટમાં પાર્ટનર હંમેશાંંં સાથે જ હોય છે. આ સંજોગોમાં બંને પાર્ટનરને પોતપોતાનો ‘મી ટાઇમ’ મળી રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જોકે સ્પેસ આપવાની સાથે સાથે એકબીજાને સમય આપવો પણ બહુ જરૂરી છે. જ્યારે તમે નવા સંબંધમાં હોય ત્યારે તમારી પાસે પાર્ટનર માટે સમય જ સમય હોય છે. અસલી પડકાર ત્યારે શરૂ થાય છે જ્યારે સમય પસાર થાય છે અને તમે બંને એક દિનચર્યામાં ઢળી જાવ છો. આના કારણે સંબંધોમાં તણાવ પેદા થાય છે. આવું ન થાય એ માટે પાર્ટનરને હંમેશાંંંં સમય આપો.

અન્ય સમાચારો પણ છે...