તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરીર પૂછે સવાલ:ઇમરજન્સી કોન્ટ્રસેપ્ટિવ પિલ્સ મહિનામાં કેટલી વાર લેવાય?

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

- વનિતા વોરા

પ્રશ્ન : હું એક વ્યવસાયી મહિલા છું અને આખો દિવસ કામમાં સતત વ્યસ્ત રહું છું. મને તો સવારે સારી રીતે નાસ્તો કરવાનો પણ સમય નથી મળતો. આના કારણે મને ઘણીવાર બહુ થાક લાગે છે. મારે આહારમાં શું લેવું જોઇએ? એક મહિલા (અમદાવાદ) ઉત્તર : સ્ત્રીઓ પોતાના રોજિંદા કાર્યોમાં સવારથી એટલી વ્યસ્ત થઈ જાય છે કે તે સવારનો નાસ્તો કરી શકતી નથી. જો આવું લાંબુ ચાલે તો થાક લાગે એ બહુ સ્વાભાવિક છે. જો તમારી લાઇફસ્ટાઇલ બહુ વ્યસ્ત હોય તમારે આહારમાં એવી વસ્તુઓ લેવી જોઇએ જે તમારા શરીરને ભરપૂર ઊર્જા આપે. શરીરમાં ગ્લુકોઝની જરૂરિયાત કાર્બોહાઈડ્રેટ જ પૂરી કરી શકે છે. શરીરને ઊર્જાવાન રાખવા માટે ગ્લુકોઝનું યોગ્ય પ્રમાણ અત્યંત જરૂરી છે અને આ માટે બટાકા જેવી વસ્તુઓને આહારમાં સમાવેશ કરવો જોઇએ. બટાકામાં આ સિવાય વિટામિન એ અને બીનું પ્રમાણ પણ સારું એવું હોય છે. મહિલાઓએ આહારમાં પાલકનો સમાવેશ કરવો જોઇએ. પાલકમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન કે હોય છે. આ સિવાય તેમાં આયર્ન પણ સારા પ્રમાણમાં હોય છે. આ તત્ત્વો શરીર માટે અત્યંત જરૂરી હોય છે. આમ પણ પાલકનું સેવન બહુ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે. જે સ્ત્રીઓમાં ઊર્જાની ઉણપ રહેતી હોય તેમણે રોજ બ્રાઉન રાઈસનું સેવન કરવું જોઈએ. એ શરીરને ભરપૂર શક્તિ તો પૂરી પાડે જ છે સાથે જ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ફાયદાકારક હોય છે. આ સિવાય આહારમાં ખાંડના બદલે મધનો ઉપયોગ કરો. મધમાં કુદરતી મીઠાશ હોય છે જે શરીરને ઊર્જાસભર રાખે છે. આનાથી શરીરમાં કેલરીની માત્રા પણ વધતી નથી.

પ્રશ્ન : મને માથામાં સતત માઇગ્રેનનો દુખાવો રહે છે. વાતાવરણમાં થોડો ફેરફાર થાય તો પણ આ સમસ્યા ઊભી થાય છે. હવે તો પેઇન કિલર ખાવાથી પણ આ દુખાવો ઓછો નથી થતો. આનો ઉપાય શું છે? એક યુવતી (રાજકોટ) ઉત્તર : કામનો બોજ અને તણાવ માઇગ્રેન જેવા ગંભીર રોગને જન્મ આપે છે. કેટલાક લોકો માથાના દુ:ખાવાને સામાન્ય સમજીને આડેધડ પેઇનકિલરનું સેવન કરે છે, પણ આ યોગ્ય નથી. જોકે ડોક્ટરની સલાહ લીધા વગર પેઇનકિલર લેવાથી ઘણીવાર આડઅસર થાય છે. હંમેશા ડોકટરની સલાહ મુજબ જ માઈગ્રેનના દુખાવાની દવાનો ઉપયોગ કરવો. માઇગ્રેન થવાના ઘણા કારણો છે. તણાવ, અપૂરતી ઊંઘ, વધારે લાઈટ, તેજસ્વી સૂર્યપ્રકાશ તેમજ ચોકલેટના વધુ પડતા સેવનને કારણે આ સમસ્યા ઉભી થઇ શકે છે. જોકે લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરીને આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. જો માઇગ્રેનની સમસ્યા સતાવતી હોય તો આંખ પર દબાણ નાખે એવા કાર્ય ન કરવા અને લાંબા સમય સુધી પેટ ખાલી ન રાખવું. આ સિવાય દારૂ, સિગારેટ અને પાન મસાલાનો ઉપયોગ બંધ કરો. ચિંતાથી દૂર રહેવાનો પ્રયાસ કરો અને મન શાંત કરવા માટે કસરત અને ધ્યાન કરો. જો તમે નિયમિત રીતે આ વાતનું ધ્યાન રાખશો તો માઇગ્રેનની સમસ્યા ધીમે ધીમે હળવી થઇ જશે.

પ્રશ્ન : હું 25 વર્ષની યુવતી છું અને મારા બે વર્ષ પહેલાં જ લગ્ન થયા છે. અમારું માતા-પિતા બનવાનું હમણાં કોઇ જ પ્લાનિંગ નથી. મને અને મારા પતિને કોઇ પ્રોટેક્શન વાપરવાનું પસંદ નથી અને હું જાતીય સંબંધ બાંધ્યા પછી ઇમરજન્સી કોન્ટ્રસેપ્ટિવ પિલ્સ લઇ લઉં છું. મને મારી બહેનપણીએ કહ્યું છે કે ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ વારંવાર લેવાથી શરીરને નુકસાન પહોંચે છે. શું આ વાત સાચી છે? મહિનામાં કોન્ટ્રસેપ્ટિવ પિલ્સ કેટલીવાર લઇ શકાય? એક યુવતી (સુરત) ઉત્તર : જો તમે ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા હો તો ગર્ભાધાન રોકતી ગોળીઓ આશીર્વાદરૂપ જ ગણાય પણ સમસ્યા ત્યારે ઊભી થાય જ્યારે ઇમરજન્સી કોન્ટ્રસેપ્ટિવ પિલ્સને સામાન્ય ગર્ભનિરોધક ગોળીઓની જેમ લેવું શરૂ થઇ જાય. તમારા કેસમાં આવું જ થઇ રહ્યું છે. ઇન્સ્ટન્ટ કોન્ટ્રાસેપ્ટિવ જેવી ગોળીઓ આવ્યા પછી મહિલાઓને ટેન્શન નથી રહેતું. હવે પરિસ્થિતિ તેમના હાથમાં આવી ગઇ છે અને તે જ સ્થિતિ તેમને મુક્તિનો અહેસાસ કરાવે છે, ફ્રીડમ ફીલ કરાવે છે. મહિલાઓ માટે ગર્ભનિરોધક ગોળીઓ શોધાયા પછી જે નહોતું થઇ શક્યું એ કામ આ પિલ્સે કરી આપ્યું છે. આ પિલ્સમાં સ્ત્રીના હોર્મોન્સ એસ્ટ્રોજન્સ અને પ્રોજેસ્ટેરોનના ઊંચા ડોઝ હોય છે જે સેક્સ પછી પણ ગર્ભધાન રોકી દે છે. આ ઉપરાંત માઇફેપ્રિસ્ટોન નામની એન્ટિ હોર્મોન્સ દવા પણ ઇમરજન્સી કોન્ટ્રસેપ્ટિવ બનાવવામાં વપરાય છે. જો આ ગોળીઓ નિયમિત લેવામાં આવે તો કદાચ એની નકારાત્મક અસર થઇ શકે છે. આ ગોળી ઇમરજન્સીમાં જ લેવી જોઇએ. જો વારંવાર લેવામાં આવે તો એનાથી શરીરને નુકસાન પહોંચે છે.

પ્રશ્ન : મેં છ વર્ષ પહેલાં છુપાઈને ગર્ભપાત કરાવ્યો હતો. હવે જ્યારે હું માતા બનવા ઇચ્છું છું ત્યારે બહુ પ્રયાસ કર્યા પછી પણ મને ગર્ભ નથી રહેતો. શું આવું થઇ શકે છે? એક મહિલા (નવસારી) ઉત્તર : જો તબીબે જરૂરી કાળજી લીધી જ હોય તો ગર્ભપાત પછી પણ માતા બનવામાં સમસ્યા નથી નડતી. જો ગર્ભપાત વખતે ગર્ભાશયને બરાબર ક્લિન કરવામાં ન આવ્યું હોય તો મૃત ભ્રૂણના કોષો અંદર જ રહીને સડે છે અને એને કારણે ઇન્ફેક્શન થાય તો ફર્ટિલિટી પર અસર પડે છે. પહેલાં તમે છુપાઈને અબોર્શન કરાવ્યું હતું એટલે બની શકે કે ગર્ભાશયને અંદરથી સાફ કરવામાં કચાશ રહી ગઈ હોય અને ફેલોપિયન ટ્યૂબ અને ગર્ભાશય બન્નેમાં ઇન્ફેક્શન થઈ શકે છે. તમારે કોઇ સારા ડોક્ટર પાસે સોનોગ્રાફી કરીને યોગ્ય તબીબી તપાસ કરાવી લેવી જોઇએ અને સાથે સાથે તમારા પતિની પણ તપાસ કરાવી લેવી જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser