ફિટનેસ ફંડા:હાઇટ વધારવામાં મદદ કરતી કેટલી ખાસ એક્સરસાઇઝ

21 દિવસ પહેલાલેખક: સ્નિગ્ધા શાહ
  • કૉપી લિંક
  • કેટલીક એક્સરસાઈઝને રૂટિનમાં સામેલ કરીને શરીરની લંબાઈ વધારી શકાય છે. આવી એક્સરસાઇઝમાં સ્કિપિંગ, સ્વિમિંગ, કોબ્રા સ્ટ્રેચ અને સિટેડ ફોરવર્ડ બેન્ડ એક્સરસાઇઝ જેવી એક્ટિવિટીનો સમાવેશ થાય છે. આ એક્ટિવિટી નિયમિત રીતે કરવાથી ફાયદો થાય છે

સામાન્ય રીતે માનવામાં આવતું હોય છે કે તરૂણાવસ્થા દરમિયાન જ હાઇટ વધી શકે છે અને અમુક ઉંમર પછી હાઈટ વધી શકતી નથી પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. હકીકતમાં કેટલીક એક્સરસાઈઝને રૂટિનમાં સામેલ કરીને શરીરની લંબાઈ વધારી શકાય છે. આવી એક્સરસાઇઝમાં સ્કિપિંગ, સ્વિમિંગ, કોબ્રા સ્ટ્રેચ અને સિટેડ ફોરવર્ડ બેન્ડ એક્સરસાઇઝ જેવી એક્ટિવિટીનો સમાવેશ થાય છે.

  • સ્કિપિંગ

સ્કિપિંગ એટલે કે દોરડા કૂદવાની એક્સરસાઇઝ ઊંચાઈ વધારવામાં ઘણી ઉપયોગી છે. તેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે, જે હાડકાંઓની લંબાઈ વધારવા માટે દબાણ ઉત્પન્ન કરે છે. તે સિવાય બાસ્કેટબોલ રમીને પણ હાઈટ વધારી શકાય છે. સ્કિપિંગ એટલે કે દોરડાં કૂદવાથી બીજા અનેક ફાયદા થાય છે. દોરડા કૂદવાની કસરતને એરોબિક્સ એક્સરસાઇઝ ગણી શકાય છે. દોરડા કૂદવાથી આખા શરીરમાં ઓક્સિજનનો ફેલાવો વધુ ઝડપે થાય છે. શરીરને ઓક્સિજન વધુ પ્રમાણમાં મળવાથી શરીરમાં સ્ફૂર્તિનો સંચાર થાય છે. આવી કસરત કરનાર લાંબે સુધી ચાલે તો પણ તેને થાક લાગતો નથી. દોરડા કૂદતી વખતે હૃદયની ગતિ વધવાથી પ્રત્યેક ધબકારા સાથે શરીરની મહત્ત્વની નસોમાં લોહીનું પરિભ્રમણ ઝડપી બને છે અને શરીર સ્ફ્રૂર્તિ અનુભવે છે.

  • સ્વિમિંગ

સ્વિમિંગ કરવાથી શરીર વધારે સ્ટ્રેચ થાય છે. સ્ટ્રેચિંગને લીધે હાઈટ વધવામાં સરળતા રહે છે. દરરોજ 2 કલાક સ્વિમિંગ કરવાથી હાઈટ વધારવામાં મદદ મળે છે. સ્વિમિંગ હાડકાંને મજબૂત બનાવે છે, વજન ઘટાડે છે, સ્નાયુઓને ટોન કરે છે, શરીરની શક્તિમાં વધારો કરે છે તેમજ ઊર્જા સ્તર વધારે છે. તરવું એ એક પ્રકારની એરોબિક કસરત પણ છે અને એ હૃદયને શક્તિ આપવાની સાથે, તે લોહીને પમ્પ કરીને તેની કાર્યક્ષમતા પણ વધારે છે. કહેવાય છે કે દરરોજ 30 મિનિટ તરવાથી હૃદયની બીમારીઓનું જોખમ 30થી 40 ટકા સુધી ઓછું થઈ જાય છે. તરવાથી સારા કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધે છે.

  • કોબ્રા સ્ટ્રેચ

કોબ્રા સ્ટ્રેચ એક્સરસાઇઝ કરવા માટે હથેળીઓ જમીન પર રાખીને ઊંધા સૂઈ જાઓ. હાથ તમારા પેટની આસપાસ રાખો. ત્યારબાદ કમરથી આગળના શરીરના ભાગને વિપરિત દિશામાં સ્ટ્રેચ કરો. મિનિમમ 3 વખત આ એક્સરસાઇઝ કરવાથી હાઈટ વધારવામાં ઘણો ફાયદો થાય છે.

  • સીટેડ ફોરવર્ડ બેન્ડ

આ એક્સરસાઇઝ કરવાં માટે જમીન પર બેસીને બંને પગને સીધા રાખો. ત્યારબાદ બંને હાથને ઉપરની તરફ ઉઠાવીને કમર સીધી રાખો. ત્યારબાદ વળીને બંને પગના અંગુઠાને પકડવાનો પ્રયાસ કરો. આ એક્સરસાઇઝ કરવાથી હાઈટ વધારવામાં ફાયદો થશે અને સાથે શરીરમાં ફ્લેક્સિબિલિટી વધશે. આ એક્સરસાઇઝ કરવાં માટે જમીન પર બેસીને બંને પગને સીધા રાખો. ત્યારબાદ બંને હાથને ઉપરની તરફ ઉઠાવીને કમર સીધી રાખો. ત્યારબાદ વળીને બંને પગના અંગુઠાને પકડવાનો પ્રયાસ કરો. આ એક્સરસાઇઝ કરવાથી હાઈટ વધારવામાં ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...