પહેલું સુખ તે...:કઇ રીતે જાળવી રાખશો ફિટનેસ માટેનો ઉત્સાહ?

12 દિવસ પહેલાલેખક: સપના વ્યાસ
  • કૉપી લિંક

તમને કદાચ લાગતું હશે કે તમે કોઇ પ્રોગ્રામને વળગીને એનો અમલ ન કરી શકતા હો તો એ માટે મોટિવેશન ઓછું પડતું હશે અથવા તો ઓછી આત્મશક્તિ જવાબદાર હશે. જોકે તમને રોકી રાખતું પરિબળ આત્મશક્તિ નથી. વર્ષો સુધી લોકોને કોચિંગ આપવાના અનુભવ પછી મને અહેસાસ થયો છે કે મોટાભાગના લોકોને ફિટનેસ માટેનો ઉત્સાહ જાળવી રાખવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે કારણ કે તેઓ એક સરળ નિયમ પ્રત્યે આંખ આડા કાન કરે છે. હકીકતમાં જ્યારે આપણે એવા કોઇ ટાસ્ક પર કામ કરીએ જેમાં રેઝિસ્ટન્સ, ચેલેન્જ અને કોમ્પ્લિકેશનનું યોગ્ય સંમિશ્રણ હોય ત્યારે આપણને સૌથી વધારે મોટિવેશનની લાગણી અનુભવાતી હોય છે. યોગ્ય પ્લાનની પસંદગી બીજા શબ્દોમાં કહીએ તો જો તમે એવા ટાસ્કની પસંદગી કરો જે બહુ અઘરું અથવા તો બહુ સહેલું હોય તો મોટિવેશન, ફોકસ અને સાતત્ય પડી ભાંગે છે. ધારોકે તમે વર્ષો સુધી એક્સરસાઇઝ નથી કરી અને તમે આ વર્ષે જિમમાં જવાની શરૂઆત કરી છે. આ તબક્કે તમે મોટિવેશન અને એક્સાઇટમેન્ટ અનુભવો છો. કોઇ વસ્તુ તમને રોકી શકતી નથી. આ કારણે તમે અઠવાડિયામાં પાંચ દિવસ દિવસ સુધી બોડીબિલ્ડર સ્ટાઇલ વર્કઆઉટ પ્રોગ્રામની પસંદગી કરો છો. આ પ્રોગ્રામ પાછો 12 અઠવાડિયા માટે ડિઝાઇન કરવામાં આવેલો હોય છે. કાગળ ઉપર તો આ પ્લાન બહુ જોરદાર લાગે છે. આમાં સારામાં સારી એક્સરસાઇઝ ટેક્નિકનો સમાવેશ થયેલો હોય છે જેને એક્સરસાઇઝ સાયન્સ રિસર્ચનો ટેકો પણ મળે હોય છે. સમસ્યાનું મૂળ જોકે આ પ્લાનમાં જ સમસ્યાનું મૂળ હોય છે. જો તમે ઝીરો વર્કઆઉટ ઝોનમાંથી અઠ‌વાડિયામાં પાંચ દિવસ વર્કઆઉટ કરવાના શેડ્યુલમાં શિફ્ટ થાઓ તો એમાં સફળતા મળવાના ચાન્સ બહુ ઓછા છે. આ એન્ટ્રી લેવલ માટે બહુ મોટો જમ્પ છે. અઠ‌વાડિયામાં પાંચ દિવસ એક્સરસાઇઝ કરવાના ડિસિપ્લિનના પાલન માટે તમે શરીર પર કામનો અને સ્ટ્રેસનો જે ભાર લાદો છો એ પ્રેક્ટિકલ નથી. સમજપૂર્વક પસંદગી તમારું સંપૂર્ણ ધ્યાન તમારા માટે જે ફિટનેસ પ્લાન યોગ્ય અને સારો સાબિત થઇ શકે એમ હોય એની પસંદગી પર હોવું જોઇએ. જ્યારે તમે વધારે પડતો અઘરો પ્લાન પસંદ કરો છો અથવા તો પરિણામ માટે લાગતા જરૂરી સમય કરતા વહેલું પરિણામ મેળવવાનો ગોલ સેટ કરો છો ત્યારે સ્વાભાવિક રીતે રીતે તમારા શેડ્યુલમાં વચ્ચે એક કે બે દિવસનો બ્રેક પડે એ‌વી શક્યતા વધી જાય છે. આ બ્રેકના દિવસો તમારા ફ્રસ્ટ્રેશનના સ્તરમાં વધારો કરીને આખા પ્લાનને પડતો મૂકવા માટે માનસિક રીતે ઉશ્કેરે છે. વળી, ફિટનેસ શેડ્યુલમાં વારંવાર બ્રેક લેવાથી ઇજા થવાની સંભાવના વધી જાય છે જેની સીધી અસર આત્મવિશ્વાસ પર પડે છે. આંકડાઓની વાત કરીએ તો 0 મિનિટ એક્સરસાઇઝ શેડ્યુલમાંથી સીધું અઠવાડિયાની 300 મિનિટ એક્સરસાઇઝ શેડ્યુલમાં જવાનું પગલું વધારે પડતુું મહત્વાકાંક્ષી ગણી શકાય. જો તમે બહુ ઝડપથી બહુ સારું પરિણામ મેળવવાની ઉતાવળ કરશો તો મનગમતું પરિણામ નહીં મળે. યોગ્ય રસ્તાની પસંદગી જ્યારે મોટિવેશનનું સ્તર સૌથી વધારે હોય ત્યારે તમને એમ લાગે છે કે તમે કંઇ પણ કરી શકવા માટે સક્ષમ છો. જોકે તમે જ્યારે લક્ષ્યાંક સિદ્ધ કરો છો ત્યારે તમારા પોતાના માટે સફળતાનો રસ્તો કંડારો છો. તમે તમારી સફળતાને શરૂઆતનો પોઇન્ટ ગણીને એ રસ્તે આગળ વધી શકો છો. જ્યારે તમારી પાસે સફળતા સુધી પહોંચવાનો કોઇ નક્કર રસ્તો ન હોય ત્યારે ભાગ્યે જ સફળતા મળે છે. ખરેખર શું થાય છે? તમે કદાચ તમારા દરેક સેશનની શરૂઆત બહુ સારી રીતે કરી શકો છો કારણ કે ત્યારે મોટિવેશનનું સ્તર સૌથી વધારે હોય છે. જોકે, પછી જ્યારે હકીકત સાથે સામનો થાય છે ત્યારે સાતત્ય અને આત્મશક્તિનું પ્રમાણ ઘટતુું જાય છે જેના પગલે ફિટનેસ માટેનો ઉત્સાહ ક્રમશ: ઘટતો જ જાય છે. સમયની સાથે સાથે નાનાં-નાનાં પરિવર્તનથી સારામાં સારું પરિણામ મેળવી શકાય છે. આ પરિવર્તનને સતત અમલમાં મૂકી શકાય છે કારણ કે એનાથી બહુ ઓછો સ્ટ્રેસ અનુભવાય છે. તમારા માટે ફિટનેસનો યોગ્ય રસ્તો નક્કી કરવા માટે એ નક્કી કરો કે તમે ક્યાં પોઇન્ટથી શરૂ કરવા ઇચ્છો છો અને એનો અંત ક્યાં લાવવા માગો છો. આ પ્લાનિંગ કરતી વખતે ફિટનેસ લેવલ, અઠવાડિયામાં કેટલા દિવસ વર્કઆઉટ કરી શકાશે એ મુદ્દો અને ડાયટ પ્લાનને ધ્યાનમાં લેવો જોઇએ. તમારું શેડ્યુલ કેવું હોવું જોઇએ એ નક્કી કરવા માટે કોઇ પર્સનલ ટ્રેનરની જરૂર નથી. તમને પોતાને ખબર જ હોય છે કે ક્યાંથી શરૂઆત કરવાની જરૂર છે. તમે શેડ્યુલને થોડું મુશ્કેલ બનાવી શકો છો પણ એ તમને સદંતર તોડી નાખે એવું ન હોવું જોઇએ. સારામાં સારો પર્સનલ ટ્રેનર એ છે કે એક્સરસાઇઝ શેડ્યુલમાં વારંવાર ભારે પરિવર્તન કરાવવાને બદલે જીવનશૈલીને અનુકૂળ હોય એવો ફિટનેસ પ્લાન ડિઝાઇન કરી આપે. જ્યારે તમે ફિટનેસ શેડ્યુલ જાળવવા માટે સ્ટ્રગલ કરી રહ્યા હો ત્યારે એક સલાહ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. તમારા માટે ‘શું શ્રેષ્ઠ છે’ કરતાં ‘કેટલું પૂરતું છે’ એ પર ધ્યાન આપવાનું વધારે અગત્યનું છે. જો તમને ‘કેટલું પૂરતું છે’ એનો અહેસાસ થઇ જશે તો તમે ફિટનેસ પ્રોગ્રામનું બહુ સરળતાથી પાલન કરી શકશો અને જ્યારે તમે કોઇ વસ્તુ નિયમિત રીતે વારંવાર કરો છો ત્યારે એ માટેના તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય છે, આદતો બદલાય છે, વર્તન બદલાય છે અને તમને સારું પરિણામ મળે છે. જો તમે આ વખતના પ્રયાસનું પરિણામ પહેલાંના પ્રયાસો કરતા અલગ મેળવવા ઇચ્છતા હો તો તમારા પ્રયાસોને પરિણામમાં પરિવર્તિત થવા દો. એવો ફિટનેસ પ્લાન પસંદ કરો જે ચેલેન્જિંગ તો લાગતો હોય પણ તમને 95% જેટલો આત્મવિશ્વાસ પણ હોવો જોઇએ કે તમે આગામી ચારથી છ મહિના સુધી એની પ્રેક્ટિસ કરી શકશો. hello@coachsapna.com

અન્ય સમાચારો પણ છે...