તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂડ એન્ડ માઇન્ડ:થનાર પતિ વર્જિન છે કે નહીં એ કેમ ખબર પડે?

ડો. સ્પંદન ઠાકર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આસપાસની હતાશા વડીલોમાંથી ક્યારે બાળકોમાં પ્રસરી જાય છે તેનું ધ્યાન આપણે રાખી શકતા નથી

અનેરીનાં પેરેન્ટ્સ ખૂબ જ ચિંતાતુર થઇ ગયાં. આઠમા ધોરણમાં અભ્યાસ કરતી અનેરી છેલ્લાં એક વર્ષથી ઓનલાઇન સ્ટડીના લીધે મોટા ભાગનો સમય ઘરમાં જ પસાર કરતી હતી. છેલ્લા કેટલાક સમયથી તેનાં વર્તનમાં ધરખમ ફેરફારો દેખાઇ રહ્યાં હતાં. સામાન્યતઃ શાંત સ્વભાવની અનેરી હમણાંથી ખૂબ જ ચીડિયા સ્વભાવની બની ગઇ હતી. વાતે વાતે અકળાઇ જવું કે કોઇ વસ્તુ માટે જીદ પકડવી એ તો બાળસહજ ગણાય પરંતુ અનેરી છેલ્લા કેટલાક સમયથી ઘરના મામલાઓમાં ચંચુપાત કરવા માંડી હતી. પપ્પા ને મમ્મી કોઇ મુદ્દા પર ચર્ચા કરતાં હોય તે સમયે કોણે શું કરવું, ઘરને કઇ રીતે ચલાવવું, મમ્મી અને દાદી વચ્ચે કઇ બાબતમાં ઝઘડા થાય છે આ બધી બાબતો અજાણપણે આ બાળકીનાં મન પર હાવી થતી ગઇ. ઘણી વાર દાદીની વાતથી મમ્મીને ખોટું લાગે તો અનેરી દાદી સાથે ઝઘડી પણ પડતી હતી. ઉંમરના હિસાબે અનેરીનું આવું વર્તન તેના માનસિક સ્વાસ્થ્ય માટે અનુકૂળ ન હતું. ઘણી વાર તે એકલ એકલી જ રડવા લાગતી હતી. ક્યારેક જમવાની ના પાડી દેતી હતી. રાત્રે ઊંઘી પણ ના શકે. આ મુદ્દો ગંભીર થતો જોઇને તેના મમ્મી પપ્પાએ સાઇક્યાટ્રિસ્ટની સલાહ લેવાનું નક્કી કર્યું. હાલના કપરા સમયમાં અનેરી જેવાં અનેક કુમળાં બાળકોમાં આવા ફેરફારો જોવા મળે છે. જેમાં બાળકો નાની ઉંમરે મગજ પર સ્ટ્રેસ લેતાં થઇ ગયાં છે. આની અસર તેમનાં વર્તન પર જોવા મળી રહી છે. ઘરમાં વધુ સમય વીતાવવાને લીધે સ્વાભાવિકપણે જ મોબાઇલ ફોનનો વપરાશ વધ્યો છે. ઉંમરના પ્રમાણમાં જે માહિતી મળવી જોઇએ તેના કરતાં વધારે માહિતીનો ભાર કુમળાં મગજ પર વધી રહ્યો છે. ઘરની બહાર નહીં પરંતુ ઘરની અંદર પણ નકારાત્મકતા વધતી જાય છે. આર્થિક અને સામાજિક સમસ્યાઓનાં કારણે સર્જાતી હતાશા વડીલોમાંથી ક્યારે બાળકોમાં પ્રસરી જાય છે તેનું ધ્યાન આપણે રાખી શકતા નથી. પરિણામે બાળકો માનસિક હતાશાનો શિકાર બની જાય છે. આ સમય આકરી કસોટીનો સમય છે. અત્યારે ભવિષ્યનો વિચાર કરીને આ વિષમતાઓ બાળકની અંદર પ્રવેશી ના જાય તેનું ધ્યાન રાખવું જોઇએ. બાળકોની હાજરીમાં નકારાત્મક સમસ્યાઓની ચર્ચા કરવી જોઇએ નહીં. બાળકને એનો પ્રોપર સમય આપવાની કોશિશ કરવી જોઇએ. ઘરના વડીલોએ સાથે મળીને બાળક માટે હૂંફાળું વાતાવરણ ઊભું કરવું જોઇએ. બને ત્યાં સુધી ગંભીર પ્રશ્નોની ચર્ચા અને ઉકેલ બાળકની ગેરહાજરીમાં જ વિચારવા જોઇએ. બાળકોનાં સારાં ભવિષ્ય માટે એનો વર્તમાન પણ તંદુરસ્ત રાખવો જરૂરી છે. મૂડમંત્રઃ ગમે તેવા કપરા સમયમાં સારા ભવિષ્ય માટેની આશા રાખીને વર્તમાનમાં એક્ટ કરવું તે શાણપણ છે. બાળકો આપણું ભવિષ્ય છે માટે તેમની માનસિક સમસ્યાની જાળવણી મહત્ત્વની બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...