જોબન છલકે:‘હોટ્ટી’એ આપ્યો દિલને ડામ

15 દિવસ પહેલાલેખક: મોસમ મલકાણી
  • કૉપી લિંક

આજે કોલેજનો પહેલો દિવસ હતો. કોલેજના ગેટમાં દાખલ થતા જ માનાએ મોહિતનો જોયો અને ખુશીથી બૂમ પાડી, ‘હાય મોહિત...’ જોકે મોહિતનું ધ્યાન કોઇ બીજી જગ્યાએ હતું અને તેણે માનાની તરફ જોયું પણ નહીં અને તે શાલિની પાસે જઇને બોલ્યો, ‘ હાય શાલિની, શું કરે છે?’ માના મોહિતનું આ વર્તન જોઇને ચોંકી ગઇ. તેને અહેસાસ થયો કે મોહિત સાવ બદલાઇ ગયો છે. મોહિતનું આ વર્તન જોઇને તેને ભૂતકાળ યાદ આવી. મોહિત અને માના એક જ સ્કૂલમાં સાથે ભણતા હતા. મોહિત એક વર્ષ સિનિયર અને બસમાં હંમેશાં પોતાની બાજુની સીટ માના માટે રિઝર્વ રાખતો હતો. માનાએ તેને ઘણી વખત તેને તાકીતાકીને જોતા પકડી પાડ્યો હતો. મોહિત અને માના બંને સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરતા હતા અને એક જ સોસાયટીમાં રહેતા હતા. આ કારણે માના ઘણી વખત અભ્યાસમાં મદદની જરૂર હોય તો મોહિતની મદદ લેતી હતી. એ સમયે મોહિત બહુ શરમાળ હતો પણ આમ છતાં તેની માના સાથે બહુ સારી મિત્રતા હતી. તેમની આ કેમિસ્ટ્રીને માના પ્રેમ સમજી બેઠી હતી અને અનેક સપનાં જોવા જોવા લાગી હતી. 12મું ધોરણ પાસ કર્યા પછી તેણે મોહિતની કોલેજમાં એડમિશન તો લીધું પણ કોલેજમાં બીજી છોકરીઓ સાથેની અને ખાસ કરીને શાલિની સાથેની ગાઢ મિત્રતા જોઇને માનાનું તો દિલ જ તૂટી ગયું. મોહિતની ખાસ મિત્ર શાલિની સુપરબોલ્ડ હતી. દેખાવડી શાલિની હંમેશાં શોર્ટ્સ અને ક્રોપ ટોપમાં જ કોલેજ આવતી હતી. શોર્ટ્સમાંથી દેખાતા શાલિનીના સુડોળ પગ અને ક્રોપ ટોપમાંથી દેખાતી આકર્ષક નાભિ તેેને સેક્સ્યુઅલી એટ્રેકટિવ બનાવતી હતી. માના આખરે મન મારીને મોહિત પાસે ગઇ અને તેના ખભા પર હાથ મૂક્યો. મોહિતે પાછળ વળીને જોયું તો માનાને જોઇને તેને ભારે આશ્ચર્ય થયું, ‘અમે માના...તું? તે આ કોલેજમાં જ એડમિશન લીધું છે?’ હજી માના માંડ માંડ ‘હા’ બોલી હતી ત્યાં મોહિતે શાલિનીનો પરિચય કરાવ્યો, ‘આ છે શાલિની, મારી ક્લાસમેટ. ’ માનાને હતપ્રભ જોઇને તેની ક્લાસમેટ શિખા તેની લાગણી સમજી ગઇ. હકીકતમાં માના અને શિખા સ્કૂલમાં એક જ ક્લાસમાં હતા અને શિખાને બરાબર ખબર હતી કે મોહિત એ શાલિનીનો ક્રશ છે. માનાની હાલત જોઇને શિખાએ તેને સમજાવતા કહ્યું કે, ‘માના...સમજવાની જરૂર તારે છે. ક્યાં તું અને ક્યાં શાલિની! ગજબની સેક્સ અપીલ ધરાવતી શાલિની સામે કુરતા-પાયજામા અને ચશ્માં પહેરેલી તું એકદમ બહેનજી લાગે છે. મોહિત આમ પણ ફ્લર્ટિંગ કરવાનો છીછરો નીકળ્યો એટલે એ તો લુક પર જ ધ્યાન આપશે. તારે મોહિતના આકર્ષણનું કેન્દ્ર બનવું હશે તો તારો લુક જ બદલવો જ પડશે.’આટલી ચર્ચા કરીને માના અને શિખા તેના ક્લાસમાં ગયા. બીજા દિવસે માનાએ કોલેજના નોટિસબોર્ડ પર ફ્રેશર્સ પાર્ટીની સૂચના જોઇ. સૂચના પ્રમાણે રવિવારે નજીકના વોટરપાર્કમાં ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં તમામ વિદ્યાર્થીઓ હાજરી આપવાના હતા. આ સૂચના વાંચીને માનાએ મનોમન કંઇક નક્કી નાખ્યું. આખરે રવિવાર આવી જ ગયો. વોટરપાર્કમાં ફ્રેશર્સ પાર્ટી માણતી વખતે કેટલાક યુવક-યુવતીઓ વોટર રાઇડ્સની મજા માણતા હતા તો કેટલાક રેઇન ડાન્સ સેશનમાં વ્યસ્ત હતા. મોહિત અને શાલિની રેઇન ડાન્સની મજા માણવામાં વ્યસ્ત હતા ત્યારે મોહિતની નજર દરવાજા પર ચોંટી ગઇ. દરવાજા પર બોલ્ડ નિયોન બિકિનીમાં ભીંજાયેલી એક યુવતી દેખાઇ રહી હતી. તેનો ચહેરો તો સ્પષ્ટ નહોતો દેખાતો પણ તેના શરીરના ગજબના વળાંકો પર મોહિતની આંખો લસરી રહી હતી અને તે આસપાસની દુનિયા ભુલાવી બેઠો. ટાઇટ બિકિનીમાંથી દેખાતો એનો વક્ષસ્થળનો ઉભાર, તેની પાતળી કમળ અને સુદૃઢ એથ્લેટિક પગ સુંદરતાને ચાર ચાંદ લગાવી રહ્યા હતા. એ યુવતી અંદર આવી ત્યારે તેનો ચહેરો જોઇને મોહિતને આંખો પર વિશ્વાસ જ ન થયો. એ ‘બહેનજી’ માના હતી. માનાએ મોહિતને આપેલો એ પહેલો આંચકો હતો. આ પછી માના રોજ કોલેજમાં સલવાર-કમીઝના બદલે જીન્સ-ટોપ, ટ્યૂબ ડ્રેસ અને શોર્ટ્સ જેવા આઉટફિટમાં દેખાવા માંડી. માનાના બોલ્ડ લુકને કારણે કોલેજમાં તેનો મોટો ચાહકવર્ગ ઊભો થઇ ગયો. આ સંજોગોમાં મોહિતને પણ લાગ્યું કે જૂના સંબંધોને કારણે તે માનાની નજીક જઇ શકશે. એક દિવસ ફ્રેન્ડ શિખા સાથે માના સુપરહોટ થઇને કોલેજ આવી ત્યારે મોહિતે તેને બૂમ પાડી, ‘હાય હોટ્ટી!’. માનાએ તરત પાછળ જોયું તો મોહિતે તેને જણાવતાં કહ્યું કે ‘હાય માના, મને ઓળખ્યો કે નહીં? આજે સાંજે મારી સાથે કોફી પીવા આવીશ? મેં તારી તરફ ધ્યાન ન આપ્યું એ મારી મોટી ભૂલ હતી.’ માનાએ તરત મોહિતને જડબાતોડ જવાબ આપ્યો, ‘મને તારા જેવા ફ્લર્ટ સાથે કોફી પીવામાં કોઇ રસ નથી. હું તને સ્કૂલમાં તો બહુ સુંદર લાગતી હતી પણ કોલેજમાં તે પહેલા દિવસથી જ મારી સદંતર અવગણના કરી છે. હું તારી પાછળ ભાગતી હતી અને તું મારી તરફ જોતો પણ નહોતો. ચાલ શિખા, આપણે કોફી પીવા જઇએ. તું મિસ્ટર કોલેજ બનેલા રોહિતને પણ ફોન કરીને બોલાવી લે. મજા આવશે...બાય, બાય મોહિત!’ આટલું કહીને મોહિતને વિલા મોંએ પડતો મૂકી માના નીકળી ગઇ.

અન્ય સમાચારો પણ છે...