ફેશન:શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં હોટ ફેશન: વટથી પહેરો વેલ્વેટ

પાયલ પટેલ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મખમલી, મુલાયમ અને ડાર્ક કલરનાં કપડાં હંમેશાં કંઇક અલગ લાગવા ઇચ્છતી યુવતીઓને આકર્ષે છે
  • આ કારણોસર રિચ અને હેવી લૂક માટે વેલ્વેટનો ઉપયોગ કરવામાં આવે છે

યાળાની ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ફેશનપરસ્ત યુવતીઓ એવા ફેબ્રિકની પસંદગી કરે છે જે સ્ટાઇલિશ લૂક આપે અને સાથે સાથે એને પહેરવાથી હૂંફ અને ઠંડી સામે રક્ષણ મળે. તેમના માટે વેલ્વેટ મટિરિયલ પહેલી પસંદગી બન્યું છે. આ ફેબ્રિક હવે રેડ કાર્પેટ, હાઇફાઇ પાર્ટી અને ફેશન-શો સુધી સીમિત ન રહેતાં ભારતની ફેશનિસ્ટાઓના વોર્ડરોબમાં સ્થાન પામ્યું છે.

વેસ્ટર્ન લૂક

વેસ્ટર્ન આઉટફિટ્સમાં વેલ્વેટ ક્લાસી લૂક આપે છે. દેખાવમાં ગ્લોસી અને શાઇની હોવાથી આ ફેબ્રિક ઈવનિંગ પાર્ટી માટે બેસ્ટ છે. ખાસ કરીને વનપીસ ડ્રેસ માટે વેલ્વેટ મટિરિયલ સૌથી સારો વિકલ્પ છે. નિયમિત પાર્ટીઝમાં જતી ફેશનેબલ યુવતીઓમાં એની લોકપ્રિયતા વધી છે. જોકે વેલ્વેટથી બનેલા વેસ્ટર્ન ડ્રેસ દરેક યુવતીને સારા નથી લાગતા અને એ પહેરવા માટે ખાસ એટિટ્યુડની જરૂર પડે છે.

હેવી લૂક માટે પર્ફેક્ટ

મખમલી, મુલાયમ અને ડાર્ક કલરનાં કપડાં હંમેશાં કંઇક અલગ લાગવા ઇચ્છતી યુવતીઓને આકર્ષે છે. આ કારણોસર રિચ અને હેવી લૂક માટે વેલ્વેટનો ઉપયોગ કરવામાં આવે છે. વેલ્વેટમાંથી તૈયાર કરવામાં આવેલો ડ્રેસ ખૂબ જ વજનદાર હોય છે અને તેથી તેની સાથે અન્ય કોઈ હલકા ફેબ્રિકનું કોમ્બિનેશન કરી શકાય છે. હેવી લુક માટે વેલ્વેટ સાથે ક્રેપ, શિફોન, નેટ કે સિલ્કને મિક્સ કરીને ડિઝાઈનર સાડી અથવા ડ્રેસ તૈયાર કરી શકાય છે. વેલ્વેટ ફેબ્રિક જાડું હોવાથી વધારે ભારે એક્સેસરીઝની જરૂરિયાત નથી રહેતી.

દુલ્હનની સુંદરતાને લગાવે ચાર ચાંદ
વેલ્વેટનો ઉપયોગ દુલ્હનનાં લહેંગાથી લઈને ઈવનિંગ ગાઉન અને દુલ્હાની શેરવાનીમાં પણ થાય છે. આ ફેબ્રિકની જાડાઈ વધારે હોવાના કારણે ઠંડીમાં રાહત મળે છે અને એના ડાર્ક કલર ખૂબ જ આકર્ષક લાગે છે. લગ્નની સિઝનમાં લહેંગા, સાડી, શેરવાની, કોટ, ડિઝાઇનર ટોપ, લોંગ સ્કર્ટ, ડિઝાઈનર બ્લાઉઝ, કુરતી વગેરે આઉટફિટમાં વેલ્વેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય વેલ્વેટનાં બ્લાઉઝ સાથે સિમ્પલ શિફોન સાડીને પણ મેચ કરી શકાય છે.

રંગીન વિકલ્પ

વેલ્વેટનાં રિચ મટિરિયલમાં રંગોનું ભારે વૈવિધ્ય જોવા મળે છે. તમે તેમાં મરુન, પિંક, રેડ, ડાર્ક ગ્રીન, ડાર્ક બ્લુ, બ્રાઉન, કોફી, ઓરેન્જ, પર્પલ, નેવી બ્લૂ, મજેન્ટા વગેરે જેવા રંગોમાંથી તમારો મનપસંદ રંગ સિલેક્ટ કરી શકો છો. બ્લેક રંગનાં વેલ્વેટમાંથી બનેલું આઉટફિટ અલગ જ લુક આપે છે. દિવસ દરમિયાન પહેરવા માટે ગુલાબી, શેમ્પેઈન, સફેદ, બદામી કે વાદળી જેવા રંગ યોગ્ય ગણાય. જ્યારે સાંજના ફંક્શનમાં ઘેરો લીલો, મરૂન, ઘેરો ભૂરો, કથ્થાઈ, કાળો કે જાંબુડી રંગ સરસ લાગે.

અન્ય સમાચારો પણ છે...