ઉત્તરાયણ આવે એટલે ફેશનેબલ યુવતીઓ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે બધાંના આકર્ષણનું કેન્દ્ર બનવાના પ્રયાસ શરૂ કરી દે છે. તેઓ આ દિવસ દરમિયાન પહેરવાના ડ્રેસની પણ આગોતરી પસંદગી કરી લે છે. સામાન્ય દિવસોમાં ફેશનેબલ આઉટફિટ પહેરવાનું પસંદ કરતી યુવતીઓ કમ્ફર્ટેબલ અને ગરમી ન થાય તેમજ હવામાં ‘વોર્ડરોબ માલફંક્શન’નો ભોગ ન બનાય એવા વસ્ત્રોની પસંદગી કરી છે. આ કારણોસર આ દિવસે પહેરવા માટે યુવતીઓ સામાન્ય રીતે જીન્સ કે પછી અલગ સ્ટાઇલના બોટમ સાથે સ્ટાઇલિશ આધુનિક ડિઝાઇનના ટોપ્સ અને ટી-શર્ટ પહેરવાનું પસંદ કરતી હોય છે. હાલમાં યુવતીઓમાં અલગ અલગ સ્લોગન લખેલાં ટી-શર્ટ પહેરવાનું વધારે પસંદ કરે છે. આ ટી-શર્ટ તેમના મૂડ અને પર્સનાલિટીને સારી રીતે દર્શાવે છે. Â એટિટ્યુડનો અંદાજ આ ટી-શર્ટના માધ્યમથી યુવતીઓને ફેશનની સાથોસાથ પોતાના એટિટ્યૂડ કે પસંદગી દર્શાવવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. જો યુવતી પર્યાવરણ પ્રત્યે સજાગ હોય તો એ આ દિવસે ગ્લોબલ વોર્મિંગને ધ્યાનમાં રાખીને ‘ગો ગ્રીન’, ‘સેવ ટ્રી’, ‘લવ ટ્રી’ વગેરે સ્લોગનવાળા ટી-શર્ટ પહેરી શકે છે. આ રીતે તે તહેવાર માણવાની સાથે સાથે સમાજને સંદેશ આપી શકે છે. આમ, આવા સ્લોગનવાળું ટી પહેરીને એક કાંકરે બે પક્ષી મારી શકાય છે. Â રોમેન્ટિક મૂડ દર્શાવે ઉત્તરાયણ એટલે ઉત્સવની ઉજવણી પર રોમાન્સનું ટોપિંગ. આ દિવસે પોતાનો રોમેન્ટિક અંદાજ દર્શાવવા માટે આ સ્લોગન ટી-શર્ટની મદદ લઇ શકાય છે. આ સ્લોગન ટી-શર્ટ પર ઘણી વાર તો તેમને જે શોખ હોય, તેમનો મૂડ કેવો છે, તેમના પ્રિય ગાયક કોણ છે એવા ચિત્રો પણ દોરેલાં હોય છે અને તેની સાથે સ્લોગન લખેલું હોય છે. ઘણી વાર આવા સ્લોગન ટી-શર્ટમાં પ્રેમની માગણી પણ કરવામાં આવે છે. જેમ કે, ‘લવ મી’, ‘વિલ યુ લવ મી?’, ‘આઇ લવ માયસેલ્ફ’ વગેરે સ્લોગન સાથે હાર્ટ દોરેલું હોય છે. આ રીતે યુવતીઓ મોંમાંથી એક શબ્દ બોલ્યા વગર પોતાની લાગણી સામેની વ્યક્તિ સુધી પહોંચાડી શકે છે. Â કાળજી જરૂરી જ્યારે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે સ્લોગન ટી-શર્ટ પહેરવાનો વિકલ્પ પસંદ કરો ત્યારે એના પર જે સ્લોગન લખેલું હોય એના પર થોડું ધ્યાન આપો. ઘણી વખત ડબલ મીનિંગ સ્લોગન તમારી પર્સનાલિટીને ઝાંખપ લગાવી શકે છે. ’ સ્લોગન ટી-શર્ટમાં કલર્સ તો જે પહેરો તે સારા જ લાગે છે. હા, તેમાં કલર્સ સાથે સ્લોગનના કલર્સનું કોમ્બિનેશન પરફેક્ટ હોવું જોઇએ. અન્યથા તે અત્યંત ખરાબ લાગે છે. લાલચટક રંગના ટી-શર્ટ પર ગોલ્ડન કે બ્લેક કલરથી ‘ગો ગ્રીન’ લખેલું હો તો એ બિલકુલ સારું નથી લાગતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.