તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાખ-અંગાર:આનંદ-અનન્યાની હાય લાગી! મારો સંસાર ઉજડ્યો...

6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શબનમને કહેવાનંુ મન થયું કે અનન્યા સાથેની તુલનામાં મને નીચી ચીતરવાની તારી હિમાકતને કારણે ઉલટું મેં તો અનન્યાને તારા મધર વિરુદ્ધ ભડકાવેલી જેથી તારા પરિવારમાં દરાર પડે...

પ્રકરણ -7 ઇનલી! સોહમનો હરખ માતો નથી, ઉમંગનો ઘોડો જાણે અશ્વમેઘ બની ગયો છે. આજે લગ્નનું કહેણ લઇને ગયેલી મા કોઇપણ રીતે અનન્યાને મનાવી લેશે, પછી આ હવેલીમાં શરણાઇના સૂર રેલાતા કેટલી વાર! અલબત્ત, આ આખા ઘટનાક્રમમાં આનંદભાઇની અકાળ વિદાયનંુ દુ:ખ છે, પણ શું થાય? ભાગ્યવિધાતાના ચોપડે પણ અનન્યાની જોડી મારી સાથે જ લખાઇ હશે! ના, કેવળ ભાગ્ય નહીં...માએ તાંત્રિક ગોરખનાથ પાસેથી મેળવેલ મંત્રેલા પાણીનો પણ આમાં ફાળો ખરો! ટ્રેન અકસ્માત ભલે એક દુર્ઘટના જ હોય, એમાં આનંદના ન ઉગરવાનો યોગ તો તાંત્રિકના મંત્ર-તંત્રને કારણે જ સર્જાયો એવુ માનવામાં મને હવે અંધશ્રદ્ધા નથી લાગતી. આખરે માની મમતા પોકારી ઊઠેલી ખરી! ...અને માને ટટોલવાની સલાહ દેનારી હતી શબનમ! સોહમને એકાએક કોલેજકાળની મિત્ર યાદ આવી ગઇ. કોલેજના છેલ્લાં સેમિસ્ટરમાં એની સગાઇ નક્કી થઇ અને એક્ઝામના બીજા અઠવાડિયે નિકાહ. એની સાસરી દિલ્હીમાં છે, ખાવિંદ અનવર એન્જિનિયર છે, દિલ્હીમાં મોટી કોઠી, બેથી ચાર ફેક્ટરીઓ હોવાનું પણ સાંભળેલું. કોલેજ છૂટ્યા પછી સંપર્ક પણ ક્યાં રહ્યો! શબનમ પણ એના સંસારમાં વ્યસ્ત થઇ ગઇ હશે... પણ આ ખુશખબર પર તો એનો હક ખરો. એનો નંબર મોબાઇલમાં સચવાયો હોય તો લેટ મી ટ્રાય. Â Â Â ‘અલ્લાહ પર ભરોસો રાખ બહેન, સૌ સારાં વાનાં થશે.’ નર્સનાં આશ્વાસને કેવળ ફિક્કુ સ્મિત વેરી શકી શબનમ. કેટલા ઉતારચડાવ જોઇ લીધા પાછલા થોડા સમયમાં! ચાચીજાને એમના ભત્રીજાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે પોતે કોલેજનાં છેલ્લા વરસમાં હતી. સ્માર્ટ, હેન્ડસમ અને ખમતીધર અનવરને નકારવાનુ કોઇ કારણ જ ક્યાં હતું! સાસરિયામાં ઐશ્વર્યની સાથે પતિ-પત્નીને જોઇતી તમામ આઝાદી પણ સુલભ હતી. પરંતુ જાણે કોને મારું સુખ ડંખ્યંુ! છએક મહિના અગાઉ અનવરમાં બીમારીના લક્ષણ દેખાવા માંડ્યા. જાતજાતના ટેસ્ટ પછી છેવટનું નિદાન આવ્યુ: બ્લડ કેન્સર! સેકન્ડ સ્ટેજના કેન્સરની સારવાર ચાલે છે, હવે તો દર અઠવાડિયે એઇમ્સની હોસ્પિટલમાં આવવુ પડે છે. અનવરનું શરીર સાવ નંખાઇ ગયું છે! સાસુ-સસરા જુદી રીતે ખફા છે, વહુનું પગલું સારું ન નીકળ્યંુ! એને તલાક દેવડાવી દીકરાને કોઇ ભાગ્યવંતી જોડે પરણાવીએ તો દુ:ખના વાદળાં હટી પણ જાય! બસ, આ બેવડા સંતાપે હું પિસાતી રહંુ છું. જાણે કેમ ખુદા મારાથી ખફા છે? જાણે કયા પાપની આ સજા છે! અને એ જ ઘડીએ એનો ફોન રણક્યો. નંબર સેવ્ડ નહોતો. ક્યાંક અબ્બુના લોયરનો ન હોય, તલાક માટે! ગભરાઇ ઊઠેલી શબનમે કાંપતા અવાજે કોલ રીસીવ કર્યો, ‘હલો’ ‘હાય શબનમ! હું સોહમ.’ ‘સોહમ?’ પોતાના દુખવમળમાં અટવાયેલી શબનમને તરત તો ઓળખાણ પણ ન પડી. ‘અરે, તારો કોલેજ ફ્રેન્ડ! ભૂલી ગઇ? આપણે તો સાથે કેટલી મૌજ માણેલી!’ મૌજ. શબનમે હોઠ કરડ્યો: કોલેજકાળની સ્વચ્છંદતા પતિને કહેવાઇ નહોતી, પણ એમ તો દિલ્હી જેવા શહેરમાં ઉછરેલો અનવર પણ કામક્રીડામાં અનુભવી લાગ્યો હતો, એટલે મૌજમસ્તીનો છેદ ઊડી ગયેલો ગણાય. ખેર, સોહમને આજે કેમ મારી યાદ આવી? ‘ખુશખબર છે, શબનમ! ગયા વરસે આનંદભાઇનું ટ્રેન અકસ્માતમાં ડેથ થયાનંુ તો તંુ જાણતી હતી. લેટેસ્ટ ખબર એ છે કે મા આજે અનન્યા સાથે મારા લગ્ન નક્કી કરવા ગઇ છે અને આ બધુ તારા કારણે શક્ય બન્યં ુ, શબનમ!’ મારા કારણે? શબનમને કહેવાનંુ મન થયું: અનન્યા સાથેની તુલનામાં મને નીચી ચીતરવાની તારી હિમાકતને કારણે ઉલટું મેં તો અનન્યાને તારા મધર વિરુદ્ધ ભડકાવેલી જેથી તારા પરિવારમાં દરાર પડે ને અનન્યા કયારેય તારી ન થાય! પણ પછી આનંદની ટ્રેજેડી થઇ, પોતે અનવરમય બની એમાં આખો કિસ્સો વિસરાઇ પણ ગયેલો. અને હવે અનન્યા સોહમને પરણે તો ય શું ને ન પરણે તો ય શું! મારે દુ:ખ ઓછા છે કે પારકી પંચાતમાં પડું! ‘યાદ છે, તેં મને માની મમતા ટટોલવાનું કહેલું? એ સલાહ જ કામ લાગી!’ સોહમ બોલી ગયો,‘ખરેખર તો દિલ્હી જવા નીકળેલા આનંદને માએ તાંત્રિક ગોરખનાથ પાસેથી મેળવેલંુ મંત્રેલંુ પાણી આપેલું અને એને કારણે જ આનંદ ટ્રેન અકસ્માતમાંથી ઉગરી ન શક્યો. હવે આજે મારું સપનું પૂરું થવા જઇ રહ્યું છે! તેં સૂચવ્યંુ ન હોત તો આમાંનંુ કંઇજ ન થયુ હોત ને કદાચ આનંદ-અનન્યા સુખનો સંસાર માણતા હોત...’ યા ખુદા. શબનમને પસીનો વહ્યો: મારો ઇરાદો આનંદના અવસાનનો યા અનન્યા-આનંદ વચ્ચે દૂરી સર્જવાનો નહોતો. ભલે અજાણતા પણ બે મહોબત કરનારાને જુદાં પાડવાનો કેવો ગુનાહ કરી બેઠી હું! અને આ જ ગુનાની સજારુપે મારો સંસાર તબાહીને આરે ઉભો છે એ હવે સમજાય છે! આનો ઉકેલ શું? સોહમને ઉપરછલ્લા અભિનંદન પાઠવી ફોન કટ કરતી શબનમના અંતરમાં જવાબ પણ કોતરાઇ ગયો કે આનંદ-અનન્યાની હાય તારાં રહ્યાંસહ્યાં સુખને સ્વાહા કરી નાખે એ પહેલા પાપનો પસ્તાવો જતાવી અનન્યાની માફી માંગી લે! Â Â Â મા આવું કરી જ કેમ શકે! રાજેશ્વરીદેવીના નીકળ્યાં બાદ પણ અનન્યાને કળ નથી વળી. મારા લગ્નનું કહેણ...એ પણ સોહમ સાથે? સાંભળતા જ ટ્રે વચકી, કાચ તૂટ્યો તો મા કેવું બોલી ગયા- આ તો શુકન થયા! ‘મા, આ શુકન નથી, મારી ઘવાયેલી લાગણી છે.’ પોતે ઊંચા સાદે બોલી ગયેલી, ‘મારા માટે આનંદ જીવે છે એ તમે જાણો છો, છતાં આવી ચેષ્ટા! અને સોહમ? અમે સાથે હરીએફરીએ એનો આવો મતલબ કાઢ્યો તમે? દિયર તો ભાઇ સમાન ગણાય એ શાસ્ત્ર તમે કેમ ભૂલ્યાં, મા!’ ‘ભૂલી તું છે વહુ કે દિયરવટુનો રિવાજ પણ આપણા પૂર્વજોની દેન છે!’ મા ડગ્યા નહોતાં, ‘આનંદની હયાતી કેવળ મૃગજળ છે... એના આધારે જીવતરની તરસ ન છીપે, અનન્યા! મને તારી ચિંતા છે ને સોહમને તારા માટે લાગણી છે એટલે આ પ્રસ્તાવ મૂક્યો છે. હવે તને અમારી કેટલી કદર છે એ મારે જોવું છે.’ માએ આનંદને સાંકળેલા, ‘તું વહુ બનીને આવીશ તો માનીશ આનંદનું જીવનસ્વપ્ન હું કોઇક રીતે તો સાકાર કરી શકી!’ ‘નહીં, મા, મારું મન નથી માનતું.’ ‘જાણું છું, માટે જીદ નથી કરતી. આજે ને આજે તારી ‘હા’નો તકાજો નથી કરતી...બસ, આ ચાંદીનો સિક્કો અને શ્રીફળ અહીં મૂકતી જાઉં છું. કાલે, પરમ દહાડે, તને સૂઝે ત્યારે એનો સ્વીકાર કરજે.’ કહીને મા નીકળી ગયા. પપ્પા-મમ્મી સ્તબ્ધ છે. આનંદ જીવીત હોવાની મને ખાતરી હોય તો પછી આ આ બધું શું કામ! સોહમને તારા માટે લાગણી છે...રાજેશ્વરીદેવીનાં શબ્દો પડઘાતાં સમસમી જવાયંુ. મારા હસવા અને બોલવાનો આવો અવળો અર્થ કર્યો સોહમે? હું એના મોટાભાઇની અમાનત છું એ સત્ય વિસરી ગયો એ? નહીં, માનો પ્રસ્તાવ સ્વીકારવાનો તો સવાલ જ નથી, એમ આ ધૃષ્ટતા બદલ હું સોહમને પણ માફ નહીં જ કરું! Â Â Â ‘ટેક ઇટ ઇઝી સોહમ’ રાજેશ્વરીદેવીએ કહેવા છતાં સોહમની ખિન્નતા ઓછી ન થઇ. મા જે રીતે ગયેલી એ જોતા મને તો હતુ બે દહાડા પછી ખરેખર અમારા લગ્ન લેવાશે! પણ મા તો મુદત પાડીને આવી! ‘માત્ર મુદત નથી પાડી, બેટા. તારા કહેણનું શુકન સોંપીને આવી છું. પહેલા ધડાકે અનન્યા માની જાય એ સંભવ નહોતું, પણ એક વિચારબીજ તો એના દિમાગમાં રોપાઇ ગયુ, આજના પ્રસ્તાવનો આટલો જ ઉદ્દેશ્ય હતો. હવે એને પોષણ આપતા રહીશું તો આપણી મરજીની કૂંપળ જરૂર ફૂટવાની!’ એમણે કહ્યું તો ખરુ, પણ કુદરત કંઇ જુદો ઘાટ ઘડી બેઠી હતી. Â Â Â ‘જોર પકડતંુ કિસાન આંદોલન! છવ્વીસ જાન્યુઆરીના પ્રજાસત્તાક દિને દિલ્હીમાં ટ્રેક્ટર રેલીનું આયોજન!’ મીડિયામાં આની જ ચર્ચા હતી. સરકારના ત્રણ ક્રુષિકાનૂન વિરુદ્ધ પંજાબ-હરિયાણાના કિસાન સંગઠનોએ દિવસોથી મોરચો માંડ્યો છે. બિલના વિરોધ માટેના એમના દરેક વાંધાના સરકાર તરફથી યોગ્ય ખુલાસા, સુધારાની ખાતરી છતાં એમણે આંદોલન સમેટવું નથી ને ધરણાં પર બેઠેલા ‘ખેડૂતો’ને જે રીતે પીત્ઝાથી માંડી મસાજ સુધીની સવલત મળે છે તે જોતા આખો મામલો ખરેખર તો પોલિટિકલ બની ગયો છે, એમાં હવે કિસાનોને પ્રજાસત્તાક દિને જ ટ્રેક્ટર રેલી કાઢી દુનિયાનું ધ્યાન દોરવું છે! ખેર, છેવટે એ રેલી પણ શરૂ થઇ. બધંુ શાંતિપૂર્વક થતું હતું એ આનંદોલનકારીઓને ગમ્યું નહીં હોય એટલે રેલી દરમ્યાન નિર્ધારિત રુટ તોડી કહેવાતા કિસાનોની એક ટુકડી ખુલ્લી તલવાર, લાઠી સાથે લાલ કિલ્લા તરફ દોડી, એટલું જ નહીં એમને રોકવા માગતી પોલીસને બેરહેમીથી ફટકારવામાં આવી. ત્યાં મોજુદ સામાન્ય જનતામાં ભાગદોડ મચી અને અફરાતફરી સર્જાઇ ગઇ. કિસાન ટુકડીમાંથી સાત-આઠની ટોળી અલગ થઇ ધ્વજ લહેરાતો હતો એ વિસ્તાર તરફ વળી. એમના હાથમાં ખાલિસ્તાનનો ઝંડો હતો. તિરંગાને બદલે પોતાનો ઝંડો લહેરાવી પ્રજાસત્તાક પર્વને અભડાવવાની મનસા હતી એમની, પણ... ‘ખબરદાર!’ એમનો ઇરાદો પામી પબ્લિકમાંથી દાઢીધારી એક જુવાન એમની સામો થયો, ઝનૂનપૂર્વક ખાલિસ્તાનનો ઝંડો ખૂંચવી એની લાકડી તોડી એ ‘વંદેમાતરમ્’નો નારો લગાવે છે કે ખાલિસ્તાનતરફી ટોળંુ એના પર હથિયાર લઇ તૂટી પડે છે અને છેવટે બહાદુરીપૂર્વક લડતા જુવાનનાં માથામાં લાઠીનો ઘા વિંઝાતા એ માથે હાથ દબાવી ક્ષણબેક્ષણ પછી ‘મા!’નો ચિત્કાર નાખી ઢળી પડે છે! જોતજોતામાં આનો વિડિયો વાઇરલ થયો, આખા દેશમાં જેની ચર્ચા ચાલતી હતી એ બહાદુર જુવાનની ક્લિપ જોતી અનન્યાનું હૈયું ધડકી ગયું: ન હોય! વારંવાર એકનાએક દૃશ્યો નિહાળતી ગઇ એમ ખાતરી થતી ગઇ, અને એ ચિલ્લાઇ ઉઠી, ‘આનંદ. મારા આનંદ!’ એના પેરેન્ટ્સ ચમક્યાં. હરખભીની આંખે અનન્યા માંડ બોલી શકી, ‘મમ્મી-પપ્પા, તમે એમને ઓળખ્યાં નહીં? આ દાઢીવાળો નરબંકો બીજુ કોઇ નહીં, આપણો આનંદ છે!’ હેં! (ક્રમશ:)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો