તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસથાળ:ઠંડીમાં ગરમાટો આપતા સ્વાસ્થ્યવર્ધક સૂપ

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવાની લિજ્જત જ અનોખી હોય છે. આ સૂપ શરીરને ગરમાટો તો આપે જ છે પણ સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. ઘરમાં પરંપરાગત સૂપ સિવાય નવા પ્રકારનાં સ્વાદિષ્ટ સૂપ પણ સહેલાઇથી બનાવી શકાય છે

- રિયા રાણા

વેજિટેબલ થુકપા
સામગ્રી : ફણસી-અડધો કપ, કોબી-અડધો કપ, વટાણા-અડધો કપ, ગાજર-અડધો કપ, મકાઇ-અડધો કપ, સમારેલી ડુંગળી-1 નંગ, મીઠું-સ્વાદ મુજબ, આદુંની પેસ્ટ-પા ચમચી, લસણની પેસ્ટ-પા ચમચી, મરચાંની પેસ્ટ-પા ચમચી, ઝીણી સમારેલી કોથમીર-1 ચમચી, સમારેલ બેસિલનાં પાન-5 થી 6 નંગ, મરી પાઉડર-પા ચમચી, કોર્ન ફ્લોર-અડધી ચમચી, સોયા સોસ- અડધી ચમચી, લિંબુનો રસ-1 ચમચી, ફ્રાય કરેલી નુડલ્સ-1 બાઉલ
રીત : સૌપ્રથમ દરેક શાકને મધ્યમ સમારી સારી રીતે પાણી વડે ધોઈ અને નિતારી લો. હવે કડાઇમાં બધા વેજિટેબલ, પાણી, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાઉડર, આદુંં, મરચાં, લસણની પેસ્ટ, બેસિલનાં પાન ઉમેરી ઉકાળવું. કોર્ન ફ્લોર, સોયા સોસ ઉમેરી ઘટ્ટ થાય એટલે કોથમીર મિક્સ કરી ફ્રાય નુડલ્સ સાથે પીરસવું.

ચિલિ બીન્સ સૂપ
શિયાળો ચાલુ થાય એટલે ઠંડીમાં અવનવા ગરમ ગરમ સૂપ પીવાની મજા જ અલગ હોય છે. બેકડ બીન્સ અને ફ્રેશ ફ્રેન્ચ બીન્સના ઉપયોગથી બનાવેલ આ ચિલિ બીન્સ સૂપ અનેરો સ્વાદ પીરસશે.
સામગ્રી : બાફેલા રાજમા-અડધો કપ, બાફેલા રાજમાની પેસ્ટ-1 કપ, ટોમેટો પ્યુરી-1 કપ, ફ્રેશ ફ્રેન્ચ બીન્સ-2 ચમચી, બારીક સમારેલાં ગાજર-1 કપ, બારીક સમારેલ કેપ્સિકમ-અડધો કપ, સમારેલી ડુંગળી-પા કપ, આદું-લસણ પેસ્ટ-1 ચમચી, લીલી ડુંગળી અને લસણનાં પાન-2 ચમચી, લાલ મરચું પાઉડર-અડધી ચમચી, ચિલિ સોસ-2 ચમચી, ટોમેટો કેચઅપ-2 ચમચી, ચિલિ ફ્લેક્સ-ચપટી, બેસિલ પાઉડર- ચપટી(ફ્રેશ હોય તો લઇ શકાય), મીઠું-સ્વાદ મુજબ, બટર-1 ચમચી, તેલ-1 ચમચી, પાણી-જરૂરિયાત મુજબ
રીત : સૌ પ્રથમ એક કડાઈમાં તેલ અને બટર લો. તેમાં સમારેલી ડુંગળી, આદું-લસણ પેસ્ટ ઉમેરી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ સમારેલા શાક ઉમેરી સાંતળો. હવે ટોમેટો પ્યુરી, જરૂરિયાત મુજબ પાણી, રાજમાની પેસ્ટ નાખી ઉકળવા દો. ત્યાર બાદ ચિલિ સોસ, ટોમેટો કેચઅપ, ચિલિ ફ્લેક્સ, ડ્રાય બેસિલ, મીઠું, લાલ મરચું પાઉડર નાખી ઉકળવા દો. લીલી ડુંગળી અને લસણનાં પાન ઉમેરો. બાફેલા રાજમા નાખો. આ પછી સૂપની મજા માણો.

બ્રોકોલી આલમન્ડ સૂપ
બ્રોકોલી આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે દેખાવમાં ફ્લાવર જેવું જ દેખાય છે પરંતુ તેનો રંગ લીલો હોય છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેડ, આયર્ન, વિટામિન એ, સી અને ઘણા બીજા પણ પોષક તત્ત્વો સારી માત્રામાં મેળવવામાં આવે છે. તમે ઈચ્છો તો તેને સલાડ તરીકે, સૂપ તરીકે અથવા શાક બનાવીને ઉપયોગ કરી શકો છો. બ્રોકોલીમાં વિટામિન સીની પર્યાપ્ત માત્રા હોય છે. વિટામિન સી શરીરની ઈમ્યુન સિસ્ટમને પણ બૂસ્ટ કરવામાં અને સંક્રમણથી બચવામાં પણ મદદ કરે છે. જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેમણે બ્રોકોલીનું સેવન કરવું જોઈએ કારણ કે તેમાં પોષક તત્ત્વો વધારે હોય છે અને કેલેરી ખૂબ ઓછી. માટે વજન કંટ્રોલમાં રહે છે.
સામગ્રી : બ્રોકોલી-1 કપ, બદામ (પલાળેલી)-10-12, નાની સમારેલી ડુંગળી-1, લસણ-3-4 કળી, મરી પાઉડર-પા ચમચી, ઓલિવ ઓઈલ-1 ચમચી, બટર-1 ચમચી, મીઠું-સ્વાદાનુસાર
રીત : સૌપ્રથમ એક પેનમાં ઓલિવ ઓઈલ ગરમ કરો અે પછી એમાં ડુંગળી ઉમેરી 2થી 3 મિનિટ સાંતળો. બ્રોકોલી અને લસણ ઉમેરી સાંતળો. થોડું પાણી ઉમેરી 5થી 7 મિનિટ સુધી ગરમ થવા દો. ગેસ પરથી ઉતારીને ઠંડુ થાય એટલે મિક્સર જારમાં તેની સાથે છોલેલી બદામ ઉમેરી પેસ્ટ બનાવી લો. હવે એક પેનમાં બટર ઉમેરી તૈયાર પેસ્ટ ઉમેરીને 5 મિનિટ સુધી ચડવા દો. મરી પાઉડર અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો. મલાઇ, બદામ કતરણ અને મરી પાઉડર વડે ગાર્નિશ કરી સર્વ કરો.

સૂપ સ્ટિક
સામગ્રી : મેંદો-2 કપ, યીસ્ટ-2 ચમચી, ખાંડ-પા ચમચી, પાણી-4 ચમચી(યીસ્ટ પલાળવા માટે), મીઠું-સ્વાદ મુજબ, અજમો-ચપટી, તેલ- 2 ચમચી, પાણી- લોટ બાંધવા
રીત : યીસ્ટમાં ખાંડ મિક્સ કરી નવશેકું પાણી નાખી યીસ્ટ એક્ટિવ થાય ત્યાં સુધી સાઈડમાં રાખો. મેંદામાં મીઠું, અજમો, યીસ્ટવાળું પાણી ઉમેરી નરમ લોટ બાંધી લો. આ બાંધેલા લોટનો લાંબો રોલ કરી સ્ટિકની સાઈઝમાં કાપી લો. બેકિંગ ટ્રેને ગ્રીસ કરી સ્ટિક મૂકી 180 ડિગ્રી પર પ્રિહિટેડ ઓવનમાં 15 મિનિટ બેક કરો. 15 મિનિટ પછી સ્ટિકની સાઈડ ફેરવી ફરી 15 મિનિટ બેક કરો. ઠંડી થાય પછી ઉપયોગમાં લેવી. સૂપ સ્ટિકને સૂપની સાથે સર્વ કરવામાં આવે છે અને તે ચા સાથે પણ ખૂબ સરસ લાગે છે.

થાઈ સ્ટાઈલ વેજ.કોકોનટ સૂપ
સામગ્રી : કોકોનટ મિલ્ક-3 કપ, લેમન ગ્રાસ-3 ટુકડાં, સમારેલાં મશરૂમ-1 કપ, છીણેલી કોબીજ-1 કપ, બારીક સમારેલાં ગાજર-અડધો કપ, સમારેલી લેટિસ-પા કપ, મરી પાઉડર-પા ચમચી, તેલ-1 ચમચી, છીણેલું આદુંં-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ, લિંબુનો રસ-1 ચમચી, રાંધેલા ભાત-2 ચમચી
રીત : પેનમાં તેલ ગરમ કરવું. સમારેલાં મશરૂમને આદુંં તથા મરી પાઉડર સાથે સાંતળો. ત્યારબાદ કોબીજની છીણ તથા ગાજર ઉમેરી ચડાવો. 5થી 7 મિનિટ સાંતળ્યા બાદ સમારેલી લેટિસ અને જરૂરિયાત મુજબ મીઠું ઉમેરી દેવું. હવે કોકોનટ મિલ્ક ઉમેરતી વખતે સતત હલાવતા રહેવું. લેમન ગ્રાસ ઉમેરી 10 મિનિટ માટે ઉકળવા દેવું. રાંધેલા ભાત ઉમેરી એક ઉભરો આવવા સુધી ચડાવો. અંતે ગેસ પરથી ઉતારી લિંબુનો રસ ઉમેરી ગાર્નિશ કરી ગરમ ગરમ થાઈ સ્ટાઈલ સૂપની મજા માણો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો