રસથાળ:શરદ પૂનમ પર ગુજરાતનાં શહેરોમાં આરોગાતી વાનગીઓ

રિયા રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શરદ પૂનમની ચાંદની રાત આવે એટલે દૂધ-પૌંઆ જેવી વાનગી અચૂક બને. આજે રસથાળમાં બનાવીએ વિવિધ શહેરોમાં આ દિવસે બનતી ખાસ વાનગીઓ

વિદ્યાની પસંદ

અભિનેત્રી વિદ્યાબાલનના બાળપણની યાદો સાથે જોડાયેલી ફેસ્ટિવ વાનગી ‘પાયસમ’ વિશે પોતાના ચાહકોને જણાવતા વિદ્યા કહે છે કે હું અને મારી બહેન હંમેશાં તહેવારો માટે ખૂબ ઉત્સાહી રહેતાં. મારી માતાના હાથનું બનેલું પાયસમ હંમેશાં દરેક ઉત્સવમાં અમારા માટે મનપસંદ બની રહ્યું છે.

સામગ્રી : દૂધ-અડધો લિટર, ચોખા-અડધો કપ, ખાંડ-1 કપ, મિલ્ક પાઉડર-2 ચમચી, ઘી-1 ચમચી, ઘીમાં સાંતળેલા ડ્રાયફ્રૂટ-2 ચમચી, દૂધમાં પલાળેલું કેસર-1 ચમચી, ઇલાયચી પાઉડર-1 ચમચી, ગુલાબની પાંદડી રીત : સૌ પ્રથમ ચોખાને ધોઈ કૂકરમાં બાફી લો. હવે એક કડાઈમાં દૂધ ગરમ કરવાં મુકો. એક ઉભરો આવે એટલે ખાંડ નાખી ઉકાળો. થોડું ઉકળ્યા બાદ તેમાં રાંધેલો ભાત નાખી દૂધ ઘટ્ટ થવા દેવું. ભાત અને દૂધ એકબીજા સાથે ભળી જાય એટલે તેમાં મિલ્ક પાઉડર, ઘીમાં શેકેલા ડ્રાયફ્રૂટ, કેસર, ઇલાયચી પાઉડર અને ઘી ઉમેરો. એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી ઠંડું સર્વ કરો. ગુલાબની પાંદડીઓ અને મનપસંદ ડ્રાયફ્રૂટ વડે સજાવો. સુરત સુરત શહેર સુરતીઓના સ્વાદ માટેના પ્રેમ અને વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ માટે પ્રખ્યાત છે. શરદ પૂનમના બીજા દિવસે એટલે કે ચંદી પડવાના દિવસે સુરતમાં ખાસ ઘારી અને ભૂસું ખાવાનો રિવાજ છે. આપણે પણ બનાવીએ આજે સુરતની સ્પેશિયલ ઘારી. સુરતી સ્પેશિયલ સામગ્રી : લોટ બાંધવા માટે: મેંદો-1 કપ, દૂધ-1 કપ, ઘી-1 કપ, સ્ટફિંગ માટે: માવો-300 ગ્રામ, ચણાનો લોટ-1 કપ, સમારેલા મિક્સ ડ્રાયફ્રૂટ-1 કપ, ઈલાયચી પાઉડર-1 ચમચી, કેસર-1 ચમચી, દળેલી ખાંડ-1 કપ, ઘી-અડધો કપ, ઘારી ડીપ કરવા માટે: ઠંડુ ઘી-1 કપ, દળેલી ખાંડ-2 ચમચી, સજાવટ માટે: મિક્સ ડ્રાયફ્રૂટ-1 કપ, કેસર-1 ચમચી રીત : સૌપ્રથમ સ્ટફિંગ રેડી કરવા માટે કડાઈમાં એક ચમચો ઘી ગરમ થાય એટલે ચણાનો લોટ બદામી રંગનો થાય ત્યાં સુધી શેકવો.હવે તેમાં માવો એડ કરી ઘી છૂટું પડે ત્યાં સુધી શેકવું. માવો ઠરે એટલે તેમાં દળેલી ખાંડ ઉમેરી ઈલાયચી પાઉડર, સમારેલા ડ્રાયફ્રૂટ અને કેસર ઉમેરી રાઉન્ડ આકાર આપી દેવો. હવે લોટમાં ઘીનું મોણ ઉમેરી દૂધથી લોટ બાંધવો. તેમાંથી નાની પૂરી વણી સ્ટફિંગ ભરી તૈયાર કરી લેવું. ઘી ગરમ થાય એટલે મીડિયમ તાપ પર ઘારીને તળી લેવી. હવે અન્ય એક વાડકામાં ઠંડુ ઘી લઈ તેમાં દળેલી ખાંડ મિક્સ કરો અને પછી તળેલી ઘારી તેમાં બોળતા જવી. તેનાં ઉપર સમારેલાં ડ્રાયફ્રૂટ અને કેસર ભભરાવવું.

અમદાવાદ નવરાત્રિના ચટપટા નાસ્તા અને દશેરાના ફાફડા-જલેબી આરોગ્યા બાદ અમદાવાદીઓ શરદ પૂનમની રાહ જોતા હોય છે. શરદ પૂનમમાં વર્ષોથી ખાવામાં આવતા દૂધ-પૌંઆ તો આખા ગુજરાતભરમાં ખવાય છે પરંતુ અમદાવાદીઓની ખાસ પસંદ છે કસાટા-પૌંઆ. એનેે ખાસ બટાકાવડાંનાં કોમ્બિનેશન સાથે ખાવામાં આવે છે. કસાટા દૂધ-પૌંઆ સામગ્રી : કસ્ટર્ડ પાઉડર-2 ચમચી, પલાળેલા પૌંઆ-1 કપ, દૂધ-1 લિટર, ઈલાયચી પાઉડર-અડધી ચમચી, ખાંડ-1 કપ, દૂધમાં પલાળેલું કેસર-7થી 8 તાંતણા, કન્ડેન્સ્ડ મિલ્ક-2 ચમચી, બદામ-પિસ્તા કતરણ-4 ચમચી, વેનિલા એસેન્સ-2 ટીપાં રીત : સૌપ્રથમ એક મોટા વાસણમાં દૂધ ગરમ મૂકો. એક વાડકીમાં ઠંડંુ દૂધ લઈ તેમાં 2 ચમચી કસ્ટર્ડ પાઉડર મિક્સ કરો. દૂધમાં એક ઉભરો આવી જાય એટલે તેમાં પલાળેલા પૌંઆ, કેસરવાળું દૂધ, ઈલાયચી પાઉડર અને ખાંડ મિક્સ કરો. ધીમા ગેસ પર 20 મિનિટ સુધી ઉકાળો. કન્ડેન્સ્ડ મિલ્ક પણ ઉમેરી લો. દૂધ એકદમ ઘટ્ટ અને અને પીળા રંગનું થઈ જશે. ગેસ બંધ કરીને વેનિલા એસેન્સ ઉમેરો. રૂમ ટેમ્પરેચર પર આવે એટલે 5-6 કલાક ફ્રિજમાં મૂકી ઠંડું કરો. બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી મજેદાર કસાટા-પૌંઆ સર્વ કરો.

સામગ્રી : વડાં : બટાકા-8 નંગ, આદુંં- મરચાંની પેસ્ટ-1 ચમચી, ચણાનો લોટ-2 કપ, મીઠું-સ્વાદ મુજબ, ખાંડ-1 ચમચી, લીંબુનો રસ-1 ચમચી, કોથમીર-જરૂર મુજબ, ગરમ મસાલો-1 ચમચી, તેલ-તળવા માટે, ખાવાનો સોડા-ચપટી રીત : સૌપ્રથમ બટાકાને બાફી તેનો માવો કરી લો. તેમાં આદુંં-મરચાની પેસ્ટ, ગરમ મસાલો, મીઠું, લીંબુનો રસ અને કોથમીર ઉમેરી મિક્સ કરી લો. તેનાં ગોળા વાળી લો. હવે ચણાનો લોટ લઈ તેમાં પાણી ઉમેરી ખીરું તૈયાર કરી દો. ગરમ તેલમાં વડાંને ખીરામાં બોળી અને ક્રિસ્પી અને ગોલ્ડન તળી લેવા. સ્વાદિષ્ટ વડાં તૈયાર. ભાવનગર

દહીંવડાંં

​​​​​​​સામગ્રી : અડદની દાળ-દોઢ કપ, ચોળાની દાળ-અડધો કપ, આદું-મરચાંની પેસ્ટ-1 ચમચી, હિંગ-અડધી ચમચી, આખું જીરું-1 ચમચી, મીઠું- સ્વાદ મુજબ, તેલ-તળવા માટે, મોળું દહીં-1 કિલો, દળેલી ખાંડ-જરૂરિયાત મુજબ રીત : સૌ પ્રથમ અડદની દાળ અને ચોળાની દાળને 2થી 3 વાર ધોઈને 5થી 6 કલાક માટે પલાળી રાખો. દહીંને એક બાઉલમાં લઈ તેમાં ખાંડ અને મીઠું ઉમેરી મિક્સ કરી સ્મૂધ દહીં બનાવી ફ્રિજમાં ઠંડું થવા મૂકી દેવું.પલાળેલી દાળને 2થી 3 વાર નિતારી મિક્સર જારમાં જરૂર મુજબ પાણી ઉમેરી વાટી લેવી. હવે દાળને દસ મિનિટ માટે એક જ દિશામાં હાથની મદદથી ફીણી લેવી. હવે તેમાં આખું જીરું, મીઠું, હિંગ અને આદું-મરચાની પેસ્ટ ઉમેરી બરોબર મિક્સ કરી લેવું. કડાઈમાં મધ્યમ આંચ પર તેલ ગરમ થાય એટલે વડાં તળી લેવાં. હવે એક મોટા વાસણમાં હૂંફાળું પાણીમાં વડાંને 5થી 10 મિનિટ માટે ડૂબાડવા. ત્યારબાદ બહાર કાઢી હળવા હાથથી વધારાનું પાણી કાઢી લેવું. એક પ્લેટમાં વડાં પર દહીં નાખી ખજૂરની ચટણી, ગ્રીન ચટણી અને બુંદીથી સજાવો.

અન્ય સમાચારો પણ છે...