પહેલું સુખ તે...:બાળકોનાં પોષણની ઊણપને દૂર કરવામાં મદદરૂપ હેલ્થ ડ્રિન્ક

સપના વ્યાસ, વેઇટ મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

બાળકોના યોગ્ય અને સર્વાગી વિકાસ માટે તેમનાં આહારમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્ત્વો હોય એ બહુ જરૂરી છે. આજકાલ બાળકો પૌષ્ટિક ભોજન લેવાને બદલે જંક ફૂડ વધારે આરોગે છે જેનાથી અનેક બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. શું તમે જાણો છો કે બાળકો માટે સંતુલિત આહાર બહુ જરૂરી હોય છે. એટલું જ નહીં બાળકોનો વિકાસ સંતુલિત આહાર પર જ નિર્ભર કરે છે. જો બાળકોને પૌષ્ટિક અને સંતુલિત આહાર આપવામાં આવે તો નિશ્ચિતપણે બાળકો સ્વસ્થ રહેશે. જોકે ઘણીવાર બહુ પ્રયાસ કરવા છતાં બાળક પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક આહાર નથી લેતું. આ સંજોગોમાં જો તેમને રોજ બે ગ્લાસ ભરીને દૂધયુક્ત હેલ્થ ડ્રિન્ક આપવામાં આવે તો તેમના શરીરમાં પોષક તત્ત્વોની ઊણપ સર્જાતી અટકાવી શકાય છે. વળી, આ હેલ્થ ડ્રિન્ક સ્વાદમાં બાળકોને ભાવે એવું હોવાથી બાળક એને હોંશે હોંશે પી જાય છે. આમ, બાળકમાં પોષણ તત્ત્વો ઊણપ થતી અટકાવવામાં હેલ્થ ડ્રિન્ક ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. હેલ્થ ડ્રિન્કમાં સંપૂર્ણપણે શાકાહારી હોય છે અને એમાં ચોકલેટ જેવી ફ્લેવર હોવાથી બાળકોને એ બહુ પસંદ પડે છે. આ કારણોસર દૂધ પીવાની આનાકાની કરતા બાળકો હેલ્થ ડ્રિન્કયુક્ત દૂધ સહેલાઇથી પી જાય છે. વળી, હેલ્થ ડ્રિન્કમાં રહેલાં પોષક તત્ત્વો દૂધનાં પોષણમાં વધારો કરે છે. હેલ્થ ડ્રિન્કમાં વિટામિન ડી, બી2, બી9 અને બી12 જેવા પોષકતત્ત્વોની હાજરી હોય છે. વળી, એમાં રહેલું કેલ્શિયમ, અન્ય વિટામિન્ટ અને ખનીજ તત્ત્વો બાળકોના યોગ્ય વિકાસમાં મદદરૂપ થાય છે. વળી, આ હેલ્થ ડ્રિન્કને ગરમ અને ઠંડાં એમ બંને પ્રકારનાં દૂધમાં મિક્સ કરીને પી શકાતું હોવાથી દરેક સિઝનમાં એનો ગમે તે રીતે ઉપયોગ શકાય છે. હેલ્થ ડ્રિન્કમાં બાળકોના સર્વાગી વિકાસ માટે જરૂરી તમામ પોષક તત્ત્વો હોય છે જે બાળકની ઇમ્યુનિટી વધારે તેને રોગોથી બચાવે છે. બાળકોને હરવાં, ફરવાં, રમવાં, રડવાં અને તોફાન મસ્તી કરવાં માટે શક્તિ જોઈએ, જે આહારમાંથી મળે. શ્વાસોચ્છ્વાસ, રુધિરાભિસરણ અને પાચનક્રિયા જેવી અવિરત ચાલતી દૈહિક ક્રિયાઓ માટે પણ ઈંધણ (શક્તિ) જોઈએ. તે પણ આહારમાંથી મળે. બાળકના આહારમાં આવા પદાર્થો સામેલ કરવામાં આવે તો ભરપૂર શક્તિ મળે. ગુજરાતીઓ રોટલા-રોટલીને મુખ્ય આહાર ગણે છે, પણ રોટલીનું પોષણમૂલ્ય બાળકના સર્વાગી વિકાસ માટે પૂરતું નથી. આ સંજોગોમાં રોટલી સાથે બાળકનાં શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે પ્રોટીન અને વિટામિનયુક્ત આહાર આપવામાં આવે એ જરૂરી હોય છે. બાળકને જો તેનાં ભોજનમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને વિટામિન ન મળતાં હોય તો રોજ બે ગ્લાસ હેલ્થ ડ્રિન્ક લેવાથી આહારની આ ઊણપને સહેલાઇથી દૂર કરી શકાય છે. બાળકના સ્વસ્થ વિકાસમાં માટે તેના આહારમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ચરબી, કેલ્શિયમ, આયર્ન અને વિટામિનનું પ્રમાણ જળવાયેલું રહે એ બહુ જરૂરી છે. બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે પ્રોટીન ખૂબ મહત્ત્વનું છે. પ્રોટીન શરીરના યોગ્ય વિકાસ, જાળવણી અને સમારકામ માટે જરૂરી છે. બાળકના સંપૂર્ણ અને સંતુલિત વિકાસ માટે પ્રોટીનની સાથે સાથે કાર્બોહાઇડ્રેટ પણ જરૂરી છે. એમાંથી બાળકને પૂરતા પ્રમાણમાં ઊર્જા મળે છે. સ્વસ્થ રહેવા માટે તમારા બાળકને પણ આહારમાં યોગ્ય પ્રમાણમાં ચરબી મળે એ પણ જરૂરી છે. બાળકમાં હાડકાંનો વિકાસ સૌથી ઝડપી હોય છે. આ કારણે બાળકને શરીરને સૌથી વધુ કેલ્શિયમની જરૂર હોય છે. બાળકના હાથ, સ્નાયુઓ અને દાંત સ્વસ્થ રાખવા માટે તમારે તમારા બાળકના આહારમાં કેલ્શિયમયુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. બાળકને તંદુરસ્ત લોહીની સાથે સાથે શરીરની આસપાસ ઓક્સિજનના પરિવહન માટે આયર્નની જરૂર હોય છે. તંદુરસ્ત વિકાસ અને એકંદર સ્વાસ્થ્ય માટે બાળકને તેના આહારમાં કેટલાક આવશ્યક વિટામિન્સ હોવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. બાળકને આ તમામ પોષકતત્ત્વો આહારની સાથે સાથે રોજ બે ગ્લાસ હેલ્થ ડ્રિન્કનાં સેવનથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે.

અન્ય સમાચારો પણ છે...