શરીર પૂછે સવાલ:ગર્ભાવસ્થા દરમિયાન શારીરિક સંબંધ બંધાય?

18 દિવસ પહેલાલેખક: વનિતા વોરા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું 19 વર્ષની યુવતી છું. મારી સમસ્યા એ છે કે મને ભૂખ તો લાગે છે પણ જેટલી ભૂખ હોય એટલું ભોજન હું નથી કરી શકતી. આના કારણે બહુ પ્રયાસ પછી પણ મારું વજન નથી વધતું. આના કારણે હું મારી વયની બીજી છોકરીઓની સરખામણીમાં બહુ નીચી અને નાની લાગું છું. હું સારી રીતે ભોજન કરી શકું અને મારો ગ્રોથ યોગ્ય રીતે થાય એ માટે મારે શું કરવું જોઇએ? એક યુવતી (અમદાવાદ) ઉત્તર : ઘણી વાર યુવતીઓનું વજન ઓછું હોય છે. તેમને ભૂખ તો લાગે છે, પણ જેટલી ભૂખ હોય તેટલું ભોજન નથી થઇ શકતું. આવી યુવતીઓ એક્ટમોર્ફ શ્રેણીમાં આવે છે, જેમને વજન વધતું ન હોવાની ફરિયાદ રહે છે. આવી યુવતીઓએ ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ વધારવું જોઇએ. તેનાથી સ્નાયુઓનો વિકાસ થવાની સાથોસાથ ભૂખ પણ લાગે છે. આવી યુવતીઓએ નાસ્તામાં ડ્રાય ફ્રૂટ્સ, ચીઝ, પનીર, માખણ અને ઓછામાં ઓછા બે કેળાં ખાવા જોઇએ. બપોરના ભોજનમાં ત્રણ કે ચાર રોટલી અને શાકની સાથે બ્રાઉન રાઇસ અને દાળ ખાવાં. મરી અને પલાળેલા ચણાનું સલાડ દિવસમાં એક વાર અવશ્ય ખાવું. હાઇટ વધારવા માટે દોરડા કૂદવા, તાડાસન, પુલ-અપ્સ વગેરે કરી શકાય છે. સવારે ઊઠીને નવશેકું પાણી પીઓ. એનાથી પેટ સાફ રહેશે. એકસાથે ભોજન કરવાને બદલે પેટ થોડું ખાલી રાખવું અને ત્રણ સમયનું ભોજન ન કરતાં પાંચ વાર ખાવાનું રાખવું. બહાર બનાવેલા ભોજન અથવા જંકફૂડના સેવનથી દૂર રહેવું. અલબત્ત, પંદર દિવસે એકાદ વાર બહાર જમવું હોય તો જમી શકાય છે. ઘરે જ બનાવેલી રસોઇ જમવાની આદત પાડો અને દિવસ દરમિયાન ઓછામાં ઓછા 2 થી 3 લિટર પાણી પીઓ. પ્રશ્નઃ મને ગર્ભાવસ્થાનો ચોથો મહિનો જાય છે. મારા પતિને મારી સાથે સંબંધ બાંધ્યા વિના ચાલતું નથી. તેઓ હજી પણ સંબંધ બાંધે છે પણ સંબંધ બાંધ્યા પછી મને પેટમાં અને આંતરિક અંગોમાં પણ દુખાવો થાય છે. આના કારણે મારા ગર્ભને તો કોઇ નુકસાન નહીં થાય ને? એક મહિલા (વડોદરા) ઉત્તરઃ તમારી ગર્ભાવસ્થાનો ચોથો મહિનો હોવાથી હવે ઉદરમાં ગર્ભનો વિકાસ શરૂ થઇ ગયો હોય. આ સ્થિતિમાં જો તમારા પતિ સંબંધ બાંધતા હોય તો તેમણે થોડું સમજવાની જરૂર છે કેમ કે તમને પેટમાં અને આંતરિક અંગોમાં દુખાવો પણ થાય છે. આ રીતે સતત સાથ માણવાથી ક્યારેક ઉદરમાં રહેલા ગર્ભને હાનિ પહોંચી શકે છે. તમે તેમને સમજાવો કે હવે થોડા મહિના જ્યાં સુધી પ્રસૂતિ ન થાય ત્યાં સુધી તેઓ પોતાના પર નિયંત્રણ રાખે અને જો નિયંત્રણ રાખવા સક્ષમ ન હોય તો તમારા ગાયનેકોલોજિસ્ટને મળી અન્ય કોઇ રીતે તેમને સાથ આપવા અંગેની રીત જાણી લો. એ રીતે તેમને સાથ આપો. તમારા ઉદરમાં વિકસી રહેલા ગર્ભને નુકસાન ન થાય અથવા તમને શારીરિક તકલીફ ન પડે એ રીતે સાથ માણવા તમારા પતિને સમજાવો. ગર્ભાવસ્થા દરમિયાન સેફ સેક્સ બાબતે ઘણાં ઓછા લોકો ધ્યાન આપે છે. કોન્ડોમ વગર સેક્સનું જોખમ ગર્ભવતીએ ભોગવવું પડે છે. ઘણી વખત તેનાથી યોનિમાર્ગમાં ચેપ લાગી શકે છે. ઘણીવાર મહિલાઓ ગર્ભવતી થયા પછી સંભોગ કરવા માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર હોતી નથી અને આ ખૂબ સામાન્ય વાત છે. તમને ફરીથી સેક્સમાં રસ બનવા માટે થોડો સમય લાગી શકે છે,તેથી તમે ગર્ભાવસ્થા દરમિયાન અને ઇચ્છાઓ દરમિયાન તમારા જીવનસાથી સાથે સંભોગ કરી શકો છો. ગર્ભાવસ્થા દરમિયાન સંભોગ કરવાથી મહિલાઓને તેમના શરીર માટે સારું લાગે છે અને આ દંપતી વચ્ચેના સંબંધોને પણ ​​બનાવે છે. પ્રશ્ન : શું વીર્યનું એક ટીપું બનવામાં લોહીનાં 100 ટીપાં વપરાય છે? મને શીઘ્રપતનની સમસ્યા છે અને એટલે જ મને વધારે નબળાઇ લાગતી હશે? એક પુરુષ (રાજકોટ) ઉત્તર : વીર્યનું એક ટીપું બનવામાં લોહીનાં 100 ટીપાં વપરાય છે એ બિલકુલ સાચુ નથી. જેવી રીતે લાળ ગ્રંથિ દ્વારા લાળનું નિર્માણ થાય છે તે વીર્યનું નિર્માણ જાતીય ગ્રંથિઓ દ્વારા થાય છે. વીર્ય સાથે લોહીને કંઈ જ લેવાદેવા નથી. જ્યાં સુધી નબળાઇની સમસ્યા છે ત્યાં સુધી નબળાઇ અને શીઘ્રપત્ન વચ્ચે કોઇ સંબંધ નથી. સહવાસ દરમિયાન ચરમ આનંદ પ્રાપ્તિની ક્ષણને 'ઓર્ગેઝમ' કહેવાય છે. જો આ પહેલાં જ વીર્ય સ્ખલન થઈ જાય તો તેને 'શીધ્રપતન' કહેવામાં આવે છે. તેને કોઈપણ પ્રકારની નબળાઈ સાથે કોઈ જ લેવા દેવા નથી. શીઘ્રપતન માટે ઘણાં કારણો જવાબદાર છે. પતિ-પત્ની બંનેને યોગ્ય ચિકિત્સક દ્વારા જાતીય શિક્ષણ આપવાથી પરિસ્થિતિ કાબૂમાં આવી શકે છે. પ્રશ્ન : મારી 12 વર્ષની દીકરીને પાંચ દિવસ પહેલાં ખૂબ તાવ હતો. ડોક્ટરે એ સમયે વાઇરલ ઇન્ફેક્શનની દવા આપી હતી. છેલ્લા ત્રણ દિવસથી તે લગભગ સૂતી જ રહે છે. હવે તો તાવ ઉતરી ગયો છે પણ આમ કશું જ ન હોય, એકદમ ઠીક લાગતી હોય અને પછી અચાનક જ સૂઈ જાય અને સાવ એનર્જી જાણે હોય જ નહીં એવી હાલત થઈ જાય છે. શું અમે કોઈ ટેસ્ટ કરાવીએ? એક મહિલા (વડોદરા) ઉત્તર : અમુક વાઇરસનું આ મહત્ત્વનું લક્ષણ છે કે એમાં ખૂબ થાક લાગે છે. વ્યક્તિ ઠીક થઈ જાય, પણ તેનો થાક જતો નથી. જોકે થાક એવું લક્ષણ છે જે ધીમે-ધીમે જશે. એના માટે તમારે બીજી કોઈ ટેસ્ટની જરૂર નથી. અત્યારે જ્યારે તકલીફ નથી ત્યારે ખાલી ટેસ્ટ કરાવવાની જરૂર નથી. વાઇરલ ઇન્ફેક્શનને કારણે બાળક જો સૂતું રહેતું હોય તો એક રીતે એ સારું છે. એનાથી શરીરને જરૂરી રેસ્ટ મળી રહે છે. જેટલો આરામ કરશે એટલી તે જલદી રિકવર થશે. બીજું એ કે આ એવી નબળાઈ પણ નથી જેમાં તમારે વિટામિન્સ લેવાં પડે. એની ખરેખર કોઈ જરૂર નથી હોતી. એનો મુખ્ય ઉપાય એ છે કે જેટલું લિક્વિડ તમે બાળકને આપી શકો એટલું તમારે તેને આપવું. નારિયેળ-પાણી, લીંબુ-પાણી, ગ્લુકોઝ કે પછી સાદું પાણી પણ ચાલશે. તમે સતત તેના શરીરને પાણી આપતા રહેશો એમ તે જલદી રિકવર થશે. બાકી વાઇરલ ઇન્ફેક્શનમાં ચિંતા જેવું કશું હોતું નથી. તમારા બાળકને આરામ કરવા દો. ખૂબ લિક્વિડ આપો. તે જમતી ન હોય તો પણ ચિંતા ન કરો. જેવું રિકવર થશે એમ જમવા લાગશે. એક્સ્ટ્રા ટેસ્ટ કરાવવાની જરૂર નથી અને મલ્ટિ-વિટામિન્સ દવાઓ પણ આપવાની જરૂર નથી. માતા-પિતાએ થોડી ધીરજ રાખવી અને ડોક્ટરની સલાહ પ્રમાણે જ આગળ વધવું.

અન્ય સમાચારો પણ છે...