પેરેન્ટિંગ:સ્વસ્થ ભોજન કરે કમાલ ગરબા રમીને મચાવો ધમાલ

મમતા મહેતા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરબા રમતી વખતે સ્ટેમિનાનો આધાર ભોજનમાં કયા સ્વરૂપમાં એક્સ્ટ્રા કેલેરી લેવામાં આવે છે એના પર રહેલો છે. જો ખોરાકમાંથી મળતી આ કેલેરી ફેટી ફૂડના સ્વરૂપમાં લેવામાં આવે તો એનાથી સ્ટેમિના વધતી નથી

नવરાત્રિ દરમિયાન કલાકો સુધી ગરબા રમવાની મજા માણવા માટે બેલેન્સ્ડ અને પોષણક્ષમ આહારનું સેવન જરૂરી છે. આ દિવસો દરમિયાન ન્યૂટ્રિશિયસ ડાયેટથી જ સ્ટેમિના મેળવી શકાય છે. હકીકતમાં ગરબા રમતી વખતે એક્સ્ટ્રા કેલેરીની જરૂર પડે છે અને એ માટે યોગ્ય ડાયેટનું પ્લાનિંગ જરૂરી છે. સ્ટેમિનાનો આધાર ગરબા રમતી વખતે કયા સ્વરૂપમાં એક્સ્ટ્રા કેલેરી લેવામાં આવે છે એના પર રહેલો છે. જો આ કેલેરી ફેટી ફૂડના સ્વરૂપમાં લેવામાં આવે તો એનાથી સ્ટેમિના વધતી નથી પણ પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સનાં સ્વરૂપમાં જ કેલેરી લેવી જોઈએ. ઉપવાસ દરમિયાન પણ શરીરમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને વિટામિનનું સંતુલન જળવાઈ રહેવું આવશ્યક છે. ઉપવાસ દરમિયાન પણ સવારનો નાસ્તો, બપોર અને રાતનુ ભોજન સંતુલિત અને પોષણયુક્ત હોવું જોઈએ. ઉપવાસમાં બટાકાની વિવિધ આઇટેમ્સને બદલે દૂધ લેતા હો તો પનીરની વિવિધ વાનગીઓ લઇ શકાય છે. સવારના નાસ્તામાં કેળાં અને તેની વાનગીઓ, બપોરના લંચમાં પનીરનું શાક, મોરૈયો લઇ શકાય છે પરંતુ, રાત્રીનાં ભોજનમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ. તેનાથી શરીરમાં હેવીનેસ અનુભવાય છે. Â કેલરીનું ગણિત : જે લોકો નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખતા હોય તો તેમણે કેલરીની સારી રીતે ગણતરી કરવી જોઇએ. મહિ‌લાઓને સામાન્ય રીતે 1500થી 1800 કેલેરીની અને પુરુષોને 1800થી 2000 કેલરીની જરૂર રહેતી હોય છે પણ જો ગરબા રમવા હોય તો વધારાની 300 કેલેરીની જરૂર રહે છે. સ્વસ્થ ડાયેટ પ્લાન માટે બપોરના ભોજનમાં ૩ રોટલી અને દાળ-ભાત, શાકભાજી, દહીં અને સલાડ લો. આ સિવાય પ્રેક્ટિસ માટે જતા પહેલાં ફણગાવેલા મગ અને જ્યૂસ લઈને નીકળો. નવરાત્રિ દરમિયાન બ્રાઉન બ્રેડ સેન્ડવિચ, ફણગાવેલા મગ-દાળ, જ્યૂસ અને છાશ લેવાથી પેટ તો ભરાય જ છે પણ સાથે સાથે શરીરની પ્રવાહીની જરૂરિયાત પણ પૂરી થાય છે. જો તમે ઉપવાસ કરતા હો તો ભોજનમાં રાજગરાની રોટલી - બટાકાનું શાક લઇ શકો છો. આ સિવાય દિવસમાં ત્રણથી ચાર વાર છાશ લો અને આખો દિવસ ફ્રૂટ્સનું સેવન કરો. નવરાત્રિ દરમિયાન બાળકોને સોલીડ ફૂડના સ્વરૂપમાં જ એક્સ્ટ્રા કેલેરી આપવી જોઈએ. તેમના માટે દિવસમાં એક ભોજન વધારી દો. દિવસમાં એક વાર શાક-રોટલી, દાળભાત અને દહીં સલાડ જરૂર આપો. Â ફ્રાઇડ ભોજન ટાળો : નવરાત્રિ દરમિયાન સ્વસ્થ રહેવા માટે ઉપવાસમાં ફ્રાઇડ એટલે કે તળેલી કોઈ પણ વાનગીને બદલે બાફેલી ફરાળી વાનગીઓનું સેવન કરવું જોઈએ. સામાન્ય રીતે ફરાળી વાનગીઓમાં બટાકાની તળેલી વિવિધ વાનગીઓ વધુ ઉપયોગમાં લેવાતી હોય છે, પરંતુ સ્વસ્થ ઓપ્શન તરીકે બટાકાનાં બાફેલાં શાકનું સેવન કરવું જોઈએ. શિંગોડા, રાજગરો અને કાચા કેળાના લોટની ભાખરી, થેપલાં, પુરી, રોટલી જેવી વાનગીઓ લેવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. ઓછા તેલની વાનગીઓનો ઉપયોગ કરવો જોઈએે. Â પાણીનું સ્તર જાળવો : ગરબા રમવા માટેનો ઉત્સાહ જળવાઇ રહે એ માટે શરીરમાં પાણીનું સ્તર જળવાઇ રહે એ જરૂરી છે. ઉપવાસમાં દિવસ દરમિયાન ત્રણ લિટર પાણી પીવું જોઈએ. ગરબા રમવા જતી વખતે પોતાની સાથે પાણીની બોટલ અથવા લીંબુ પાણીની બોટલ રાખવી જોઈએ. આ સિવાય નારિયેળ પાણી લેવાથી પણ શરીરમાં શક્તિ જળવાઈ રહે છે. ગરબા રમવા દરમિયાન ખોરાક લેવાનો ટાળવો જોઈએ અથવા તો પેટમાં ભારણ માટે ડ્રાય ફ્રૂટ લેવું જોઈએ, પરંતુ હેવી ખોરાકનું સેવન ન કરવું જાઈએ.

અન્ય સમાચારો પણ છે...