તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્યૂટી:ચોમાસામાં વાળ બહુ ખરે છે... શું કરું?

કાવ્યા વ્યાસ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારા પગ પાણીમાં પલળવાથી એડીની ત્વચા ખૂબ જ ખરાબ થઇ જાય છે. ક્યારેક તો ત્વચા ફુગાઇ પણ જાય છે. આના કારણે મને ચાલવામાં તકલીફ પડે છે અને દુખે છે. મારે શું કરવું? ઉત્તર : તમે સતત પાણીમાં કામ કરતાં હો તો પગની એડીની ત્વચા ફુગાઇ જાય એ સ્વાભાવિક છે. આ સમસ્યા માટે સૌથી પહેલાં તો તમારા પગ વધારે સમય પાણીમાં ન રહે તેનું ધ્યાન રાખો. પાણીમાં કામ કર્યાં પછી પગને સોફ્ટ રુંછાવાળા નેપ્કિનથી થપથપાવીને લૂછી લો. એ પછી મોઇશ્ચરાઇઝર કે વેસેલિન લગાવો. પાણીમાં કામ કરતી વખતે બને તો સ્લીપર પહેરવાનું રાખો. જે મહિલાઓને આંગળીઓ ફુગાઇ જાય, પાકે કે ચીરા પડતાં હોય તેઓ જો કોપરેલમાં હળદર મિક્સ કરી લગાવે તો તેમને ખૂબ ફાયદો થાય છે. આ સિ્વાય ચરણકમલ મલમ, જાત્યાદિ મલમ કે જાત્યાદિ તેલ લગાવવાથી પણ ચીરામાં જલદી રૂઝ આવી જાય છે પ્રશ્ન : અત્યારે ભેજવાળું વાતાવરણ હોવાથી મારી ત્વચા વધારે પડતી ચિકાશયુક્ત થઇ જાય છે. હું મેકઅપ કરું છું, તો તેમાં પણ ક્યાંક ક્યાંક ડાઘા દેખાય છે. મારો ચહેરો તાજગીભર્યો અને મેકઅપ સારો લાગે તે માટે કોઇ ઉપાય જણાવશો? ઉત્તર : તમારી ત્વચા ઓઇલી હોય તેવું લાગે છે અથવા તો ત્વચાના પોર્સ ઓપન હોય તો પણ આવું બની શકે છે. તમે મેકઅપ કરતાં પહેલાં ઠંડા પાણી અને ઓઇલ-કન્ટ્રોલ ફેશવોશથી ચહેરો ધૂઓ. તે પછી મેકઅપ કરતાં પહેલાં ચહેરા પર આઇસક્યૂબ ઘસો. આમ કરવાથી તમારી ત્વચાનું ઓઇલ ઓછું નીકળશે અને આઇસક્યૂબ ઘસવાને લીધે પોર્સ પણ સંકોચાઇ જશે. તે પછી તમે મેકઅપ કરશો તો તે ખરાબ નહીં લાગે અને ત્વચા પણ ઓછી ચિકાશયુક્ત લાગશે. જો તમારી ત્વચા વધારે પડતી તૈલી લાગતી હોય તો સાબુને બદલે તૈલી ત્વચા માટેના ફેસવોશનો ઉપયોગ કરો. બની શકે ત્યાં સુધી ફાઉન્ડેશન અને ફેસ પાવડરનો ઉપયોગ ન કરવો. જો જરૂરી હોય તો ફાઉન્ડેશનને ભીનાં સ્પંજ પડે લાગવો. આનાથી તમારો મેકઅપ વધારે સમય સુધી ટકશે. ડાર્ક અને ક્રીમી ફેસ ક્રીમની જગ્યાએ પ્રવાહી ફેસ ક્રીમનો ઉપયોગ કરવો. જો આવી નાની નાની વાતોની કાળજી રાખશો તો ભેજવાળાં વાતાવરણમાં મેકઅપ કર્યા પછી મોટી સમસ્યા નહીં નડે.

પ્રશ્ન : મારા વાળ ચોમાસામાં ખૂબ જ ખરે છે. હું વાળમાં નિયમિતપણે તેલ નાખું છું અને સમય હોય તો થોડી વાર માટે મસાજ પણ કરું છું. છતાં મારા વાળ ખરવાથી એકદમ પાંખા થઇ ગયા છે. મને કોઇ ઉપાય જણાવશો? ઉત્તર : આ સમસ્યા ચોમાસામાં ઘણી મહિલાઓને પરેશાન કરતી હોય છે. જોકે સામાન્ય રીતે દિવસના સો વાળ ખરે, ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી. અલબત્ત, તમારા વાળ વધારે ખરે છે એનું કારણ એ હોઇ શકે કે તમે ચોમાસામાં વાળ ભીના જ બાંધી દેતાં હો અથવા વરસાદમાં વાળ પલળે તો કોરા ન થવા દેતાં હો. વરસાદમાં વાળ ભીના થાય તો પછી તેને ટુવાલથી ઝાટકીને સૂકવવાને બદલે શેમ્પૂથી ધોઈ લો. ભીના વાળને ઝાટકવાનું ટાળો. તમે જ્યારે વાળમાં તેલ નાખતી વખતે મસાજ કરો ત્યારે એકદમ હળવા હાથે કરો. તે સાથે કોઇ સારી કંપનીનું એન્ટિ હેરફોલ શેમ્પૂ વાપરો. તેનાથી વાળ ઓછા ખરશે.

અન્ય સમાચારો પણ છે...