સજાવટ:હાશશશ...થાય એવો સજાવો ગેસ્ટ રૂમ

16 દિવસ પહેલાલેખક: દિવ્યા દેસાઇ
  • કૉપી લિંક
  • ગેસ્ટ રૂમના ડેકોરનું પ્લાનિંગ કરતી વખતે મહેમાનોની સગવડતાનું ખાસ ધ્યાન રાખો

ભારતમાં અતિથીને દેવ સમાન ગણવામાં આવે છે. જો ઘરમાં એકસ્ટ્રા રૂમ હોય તો એને સારી રીતે સજાવીને એને ગેસ્ટ રૂમમાં બદલી શકાય છે. સારી રીતે સજાવેલો અને સુવિધાસભર ગેસ્ટ રૂમ હોય તો અતિથિના મનમાં તમારા પ્રત્યે આદર સાથે પ્રશંસાના ભાવ પણ જાગે છે. જો થોડી કાળજી લઇને આ ગેસ્ટ રૂમની સજાવટ કરવામાં આવે તો અતિથિઓ તમારી સૂઝબૂઝ અને રચનાત્મકતાની ચોક્કસ પ્રશંસા કરશે. ઘણી વખત મહેમાનોને ગેસ્ટ રૂમમાં સામાન રાખવામાં સમસ્યા ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. જો ઘરમાં સ્પેસ મેનેજમેન્ટની સમસ્યા હોય અને ગેસ્ટ રૂમ મોટો ન હોય તો ગેસ્ટ રૂમને સજાવવા માટે ફ્લોટિંગ શેલ્ફની મદદ લઇ શકાય છે. આ ફ્લોટિંગ શેલ્ફ ઘરને એલિગન્ટ લુક આપશે અને મહેમાન પોતાનો સામાન વ્યવસ્થિત રીતે રાખી શકાશે. Â શાંતિનો અહેસાસ ગેસ્ટ રૂમને એવી રીતે સજાવો કે ત્યાં આવતાંની સાથે રાહત અનુભવાય. રૂમમાં દરેક વસ્તુ રાખવાની સાથે ત્યાં વાતાવરણ એવું હોવું જોઈએ કે શાંતિથી બે ઘડી બેસો તો સફરનો થાક ઊતરી જાય. ગેસ્ટ રૂમમાં ફર્નિચરમાં એક કોર્નરમાં સોફાસેટ અથવા નેતરના સોફા અને ટિપોય રાખો. ટિપોય પર ફ્લાવરવાઝમાં તાજા અને સુંદર રંગ અને સુગંધ ધરાવતાં ફૂલો ગોઠવો. આવી સજાવટ મહેમાનને માનસિક શાંતિનો અહેસાસ કરાવે છે. Â સગવડતાનું ધ્યાન ગેસ્ટ રૂમના ડેકોરનું પ્લાનિંગ કરતી વખતે મહેમાનોની સગવડતાનું ખાસ ધ્યાન રાખો. આ રૂમમાં એક અલમારી એટલે કે તિજોરી પણ હોવી જોઈએ જેથી મહેમાનો પાસે કંઈ કિંમતી વસ્તુ અથવા રોકડ રકમ હોય તો તેમાં મૂકીને શાંતિથી રહી શકે. એ ચાવી મહેમાનો પાસે જ રહેવા દો. હા, તેઓ જતા હોય ત્યારે ચાવી માગીને એક વાર નજર અવશ્ય કરી લેવી જેથી તેમની કોઈ વસ્તુ રહી ન જાય. Â એટેચ્ડ બાથરૂમની વ્યવસ્થા ગેસ્ટ રૂમ સાથે બાથરૂમ પણ એટેચ્ડ હોય એ જરૂરી છે, આના લીધે જો મહેમાનો સાથે નાનાં બાળકો પણ આવ્યાં હોય તો રાતે બાથરૂમ માટે જાગે તો બીજાને ડિસ્ટર્બ ન થાય તેમજ અતિથિઓને પણ સંકોચ ન અનુભવાય. ગેસ્ટ રૂમની દીવાલોનો રંગ લાઇટ રાખો. ઓફ વ્હાઇટ, ગ્રે, ક્રીમ, લાઇટ પિંક વગેરે કલર્સ સારા લાગશે. ગેસ્ટ રૂમમાં બેડની વ્યવસ્થા પણ એ રીતે કરવી કે જો બે પરિવારના સભ્યો એક જ રૂમમાં રહે તો પણ તેમને સૂવા માટે પૂરતી જગ્યા અને વસ્તુ મળી રહે.

અન્ય સમાચારો પણ છે...