સંબંધનાં ફૂલ:અટકળ શું કામ કરવી?, આ વલણ જીવનને જટિલ બનાવે...પૂછી લેવું જ યોગ્ય છે

3 મહિનો પહેલાલેખક: રચના સમંદર
  • કૉપી લિંક
  • આવું અનેક મામલાઓમાં થાય છે. આપણે બોલતા નથી અને સામેની વ્યક્તિ જણાવતી નથી

એક રસપ્રદ કિસ્સો છે. પતિ અને પત્ની વચ્ચે લડાઇ થઇ અને આ લડાઇ થોડી વધારે જ લંબાઇ ગઇ. આ આખા કિસ્સાના કારણની તપાસ કરવામાં આવી તો પતિએ વાતની શરૂઆત કરતા કહ્યું કે પત્નીએ વાત કરવાનું બંધ કરી દીધું છે અને હવે સ્થિતિ એ થઇ ગઇ છે કે જો હું તેને પૂછું તો જ એ જવાબ આપે છે. મને તેના જવાબની ખબર હોય છે પણ આમ છતાં મેં તેને સવાલ કર્યો કે, ‘શું થયું છે?’ તો એણે જવાબ આપ્યો કે, ‘કંઇ નહીં.’ (મને આ જવાબની ખબર જ હતી)...આ પછી મેં પાછો સવાલ કર્યો કે, ‘જો કંઇ નથી થયું તો મોં કેમ ચડાવેલું છે?’ તો જવાબ મળ્યો કે, ‘આટલા વર્ષ થઇ ગયા છે લગ્નને તો પણ હજી સુધી જોઇને ખબર નથી પડતી કે શું થયું છે?’ આવું અનેક મામલાઓમાં થાય છે. આપણે બોલતા નથી અને સામેની વ્યક્તિ જણાવતી નથી. આ સંજોગોમાં કોઇના મનની વાત કઇ રીતે જાણી શકાય? આવું ન થાય એ માટે મનની લાગણીને વાચા તો આપવી જ પડશે. આવી તો અનેક અટકળો છે જેની ખરાઇ કર્યા વગર એને જ સાચી માની લઇએ છીએ અને એ માન્યતાને તથ્ય માનીને એ પ્રમાણે જીવનને આગળ વધારીએ છીએ. હંમેશાં આપણે ધાર્યું છે એવું જ પરિણામ મળશે એવા વિચારને પણ મનમાં પ્રવેશવા ન દો કારણ કે પૂરતા પ્રયાસ સાથે જ કામ કરવાનું આપણા હાથમાં હોય છે અને પરિણામ તેમજ બાકીની બધી વસ્તુઓ તો પરિસ્થિતિને આધીન હોય છે. પરિણામ જે કંઇ પણ આવે પણ પરિણામ પછીની પરિસ્થિતિનો વિચાર આગોતરો કરવો એ જ સમય બચાવવાનો યોગ્ય રસ્તો છે. આ પરિસ્થિતિ વિશે અટકળો કરવાથી સમય બગડે છે. આપણે લોકોના ઇરાદાને જાણવા માટે પણ અટકળોની મદદ લેતા હોઇએ છીએ. સાવધાની એક સારી વાત છે, પણ ઘણી વખત સાંભળેલી વાત પર વધારે પડતો વિશ્વાસ કરીને કોઇના ઇરાદાઓ પર શંકા કરવાથી અનેકવાર સંબંધ બગડી પણ શકે છે. જો સાંભળેલી વાતની ખાતરી ન કરવામાં તો એ સંબંધ વિચ્છેદનું કારણ બની શકે છે. આ ખાતરી કરવાનું કામ પણ મુશ્કેલ હોય છે કારણ કે કે મનમાં એવા અનેક વિચારો ચાલતા હોય છે જેને જીભ પર લાવવામાં ખચકાટ અનુભવાતો હોય. આપણે પતિ અને પત્નીના મુદ્દા પર વિચાર કરીએ તો હોઇ શકે છે પત્નીને જો પતિને કોઇ વાત ખરાબ લાગી હોય અથવા તો કોઇ અવગણના અનુભવાઇ હોય પણ એ ચૂપ રહી જાય. આ સંજોગોમાં કોઇ વિશે વિચાર્યા વગર અનુમાનના આધારે કોઇ ધારણા બાંધવાના બદલે સ્પષ્ટ રીતે વાતચીત કરી લેવી જોઇએ. આ વાતચીત કરતી વખતે શબ્દોની પસંદગી પણ સમજી વિચારીને કરવી જોઇએ. કોઇ વાત આરોપ જેવી કે વાત કરવાની રીત ઉલટ તપાસ જેવી ન લાગવી જોઇએ. ઘણી વાત અમુક વાત મનના તુક્કા જેવી હોય છે એટલે ખોટી અટકળ કરવાને બદલે સ્પષ્ટતા કરી લેવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...