તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેશન:વસંતને વધાવો ફ્લોરલપ્રિન્ટથી

પાયલ પટેલ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વસંતકાળમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. આ સંજોગોમાં પ્રકૃતિપ્રેમી ફેશનેબલ માનુનીઓ ફ્લોરલ પ્રિન્ટના ડ્રેસ પહેરીને વસંતના વધામણા કરવાનું પસંદ કરે છે. ફ્લોરલ પ્રિન્ટ એટલે ફૂલોની નાનીમોટી ડિઝાઈન અને તેમાં બ્રાઇટ રંગો તથા અવનવી પેટર્નનું કોમ્બિનેશન કરીને પરફેક્ટ ડિઝાઇનર આઉટફિટ બનાવવામાં આવે છે. ફૂલોની પ્રિન્ટવાળાં ડિઝાઈનર વસ્ત્રો દરેક સ્ટાઇલમાં અને દરેક પ્રકારનું ફિગર ધરાવતી મહિલાઓને સારા લાગે છે. જો શરીર થોડું સ્થૂળ હોય તો પણ આ પ્રિન્ટની સુંદરતા આકર્ષક લુક આપે છે. હાલમાં દરેક વયની મહિલાઓમાં ફ્લોરલ પ્રિન્ટ લોકપ્રિય બની છે. તમારા વોર્ડરોબમાં અલગ અલગ સ્ટાઇલના કપડાંની સાથે ફ્લોરલ પ્રિન્ટના આઉટફિટ પણ હોવા જોઇએ. આ સ્ટાઇલના ડ્રેસ જરૂર પડે ત્યારે તાત્કાલિક ફ્રેશ લુક આપે છે. જે યુવતીઓ ફેશનના મામલે સલામત રહેવા ઇચ્છતી હોય એ ફ્લોરલ પ્રિન્ટ સાથે કન્ટેમ્પરરી લુક પસંદ કરે છે. કપડાંની સાથે મહિલાઓને ડિઝાઇનર સેન્ડલ શૂઝ પણ પસંદ પડે છે, શૂઝ અને સેન્ડલમાં ડિઝાઇનર અને તેમાં ફ્લોરલ ડિઝાઇન યુનિક લુક આપે છે. તમે ફ્લોરલ ડિઝાઇનના શૂઝ ફોર્મલ ક્લોથ પર પહેરી શકો છો. ફ્લોરલ ડિઝાઇનના ચંપલ અને સેન્ડલ સાડી કે ડ્રેસ તથા અન્ય કોઇ ડ્રેસ પર પણ પહેરી શકો છો. કોન્ટ્રાસ્ટ મેચિંગ જરૂરી ફ્લોરલ પ્રિન્ટ દરેક પ્રકારના આઉટફિટ પર સારી લાગે છે. જો સાડી પ્લેન હોય તો એની સાથે પહેરવા માટે ફ્લોરલ ડિઝાઇનનું બ્લાઉઝ અથવા ક્રોપ ટોપ સારી પસંદગી છે અને જો સાડી ફ્લોરલ ડિઝાઇનની પસંદ કરો તો એની સાથે પહેરવા માટે પ્લેન બ્લાઉઝની પસંદગી કરવી જોઇએ. જો તમે ફ્લોરલ પ્રિન્ટવાળા સ્ટાઇલિશ સ્કર્ટ-ટોપ પહેરવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો ક્રોપ ટોપની સાથે ફ્લોરલ સ્કર્ટ પસંદ કરો. જો તમારું સ્કર્ટ પ્લેન હોય તો એની સાથે ફ્લોરલ ડિઝાઇનવાળું ટોપ પસંદ કરો. તમે આ ડોપમાં અલગ અલગ સ્ટાઇલની સ્લીવનો પ્રયોગ કરીને એેને ડિઝાઇનર લુક આપી શકો છો. જો તમારું ગાઉન પ્લેન હોય તો એની સાથે પહેરવા માટે ફ્લોરલ ડિઝાઇનનું જેકેટ પહેરીને અનોખો લુક મેળવી શકો છો. બને ત્યાં સુધી આ પસંદગીમાં કોન્ટ્રાસ્ટ મેચિંગ કરવું. કોન્ટ્રાસ્ટ મેચિંગથી આઉટફિટનો ગેટઅપ જ બદલાઇ જાય છે. યોગ્ય રંગની પસંદગી ફ્લોરલ ડિઝાઇનમાં ડાર્ક અને લાઇટ બંને કલર સારા લાગે છે. તમારી તમારી ત્વચાના રંગ અને ટોનને ધ્યાનમાં રાખીને રંગની પસંદગી કરશો તો ફ્લોરલ પ્રિન્ટ તમારા પર ખીલી ઉઠશે. જો તમારી ત્વચાનો રંગ ડાર્ક હોય તો વધારે લાઇટ કલર પસંદ ન કરવા કારણ કે તેમાં તમારી ત્વચા વધારે ડાર્ક દેખાશે. જેની ત્વચા ગોરી હોય તે કોઇ પણ રંગ પસંદ કરી શકે છે. ફ્લોરલ પ્રિન્ટ પસંદ કરો ત્યારે એનું બેકગ્રાઉન્ડ લાઇટ કલરનું હોય એ ખાસ જોવું જોઈએ. લાઇટ બ્લૂ, ક્રીમ અને ઓફવાઇટ અથવા તો વ્હાઇટ હોય એવું પસંદ કરવું જોઈએ. આ કલર આંખોને ગમશે અને સ્માર્ટ લાગશે. જો તમને નવી સ્ટાઇલનો પ્રયોગ કરવો હોય તો ડાર્ક બેકગ્રાઉન્ટ અજમાવી શકો છો. જે કલરની પ્રિન્ટ્સ હોય એ જ કલરનું બેકગ્રાઉન્ડ બહુ સારું નથી લાગતું એટલે આવું કોમ્બિનેશન ટાળો. બને ત્યાં સુધી બ્રાઇટ કલર્સ પર ફલાવર પ્રિન્ટ પસંદ કરો. યોગ્ય પ્રિન્ટ કરો પસંદ ફ્લાવર પ્રિન્ટમાં અનેક પ્રકારની પ્રિન્ટ સ્ટાઇલ જોવા મળે છે. આ સ્ટાઇલમાં નાનકડાં ફૂલોની સોબર પ્રિન્ટથી લઈને મોટાં ફલાવરની પ્રિન્ટ ઉપલબ્ધ છે. ફૂલોની પ્રિન્ટવાળો સ્કાર્ફ ફન્કી લુક આપે છે. યુવાન અને પ્રમાણમાં સ્લિમ યુવતીઓને બંને પ્રકારની પ્રિન્ટ સારી લાગે છે. જો થોડી મોટી વય હોય અને વજન થોડું વધારે હોય તો ઝીણી પ્રિન્ટ સારી લાગે છે. પુરુષોના પોશાક પણ ફ્લોરલ પ્રિન્ટ હવે પુરુષોના શર્ટ, ટી-શર્ટ કે ટ્રાઉઝર્સમાં ફલોરલ પ્રિન્ટનો વધુને વધુ ઉપયોગ થઇ રહ્યો છે. પુરુષો વેકેશનમાં હોય અથવા તો હળવા મૂડમાં હોય ત્યારે ફ્લોરલ પ્રિન્ટ પહેરવાનું પસંદ કરે છે. હવે તો ટાઇ અને શૂઝ વગેરે પુરુષોની એક્સેસરીઝમમાં પણ ફ્લોરલ પ્રિન્ટ આવી ગઈ છે. વેડિંગ વેર અને બીચ વેરમાં ફેવરિટ ફ્લોરલ પ્રિન્ટ વેડિંગ વેર અને બીચ વેર એમ બંને પ્રકારના ડ્રેસિંગમાં હાલમાં લોકપ્રિય છે. ફ્લોરલ પ્રિન્ટનો લહેંગો લગ્નમાં બધા કરતા અલગ લાગે છે અને તે તમારી પર્સનાલિટીને આકર્ષક લુક આપે છે. ફ્લોરલ પ્રિન્ટ પાર્ટી વેર, બીચ વેર અને કેઝ્યુઅલ વેરમાં પણ ફેવરિટ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો